Pramukh Swami Chhe Param Ekantik | A musical tribute to Pramukh Swami in the words of Mahant Swami

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024
  • In 1995, HH Mahant Swami Maharaj had written a book titled “Jeva Me Nirakhya Re (Part-4)” as a tribute to His guru HDH Pramukh Swami Maharaj.
    It portrayed His boundless devotion to His guru and guided the readers to experience Pramukh Swami through His eyes.
    Commemorating one year of Karu Vandana, the youths of BAPS present a devotional song as an offering at the feet of HH Mahant Swami Maharaj.
    The lyrics of this composition have been written using the eternally divine words that Mahant Swami used in His book “Jeva Me Nirakhya Re Part-4” (published by BAPS)
    સન ૧૯૯૫માં પ્રમુખસ્વામી મહારાજના અમૃત મહોત્સવ નિમિત્તે મહંતસ્વામી મહારાજને પ્રમુખસ્વામી મહારાજ સાથેના સ્વાનુભવ લખવા વિનંતી કરવામાં આવી હતી. મહંતસ્વામી મહારાજ ગુરુહરિના ગુણોનું આલેખન કરવામાં એવા નિમગ્ન બની ગયા કે તેઓ દ્વારા એક આખું પુસ્તક લખાઈ ગયું.
    ધન્ય છે મહંતસ્વામી મહારાજની ગુરુભક્તિને ! આ પુસ્તક 'જેવા મેં નીરખ્યા રે (ભાગ ૪)' સ્વરૂપે પ્રકાશિત થયું હતું.
    આ પુસ્તકમાંથી મહંતસ્વામી મહારાજના કેટલાક પ્રાસાદિક શબ્દોને એક કીર્તનના સ્વરૂપમાં ગૂંથવામાં આવ્યા છે. "કરું વંદના" ચૅનલના આરંભના પ્રથમ સંવત્સર નિમિત્તે, બી. એ. પી. એસ. સ્વામિનારાયણ સંસ્થાના સંગીતજ્ઞ યુવકો આ કીર્તન પ્રસ્તુત કરી પ્રેરણામૂર્તિ મહંત સ્વામી મહારાજનાં ચરણોમાં ભક્તિ-અર્ઘ્ય અર્પણ કરે છે.
    આવો, આ કીર્તનના શ્રવણ દ્વારા પ્રમુખસ્વામી મહારાજનું દર્શન કરીએ મહંતસ્વામી મહારાજના દૃષ્ટિ-ઝરુખેથી...
    પ્રમુખસ્વામી છે પરમ એકાંતિક, હરિને સમ્યક્ ધરનારા;
    પરમાનંદી, પ્રભુના સુખથી, સહુને સુખિયા કરનારા.
    પ્રમુખ તણી આ દિવ્ય છબિને,
    નિરખી વર્ણવી મહંતજીએ,
    એ છબિને અંતર ધરીએ ... પ્રમુખ
    સીધા સાદા સરળ નિખાલસ, પ્રમુખજી સાધુ સાચા;
    પ્રભાવ પાડી, આંજી દેવાની, નહિ અંતર અભિલાષા.
    સિદ્ધ અનાદિ પૂર્ણ છતાંયે, સર્વ સુલભ એ બનનારા;
    અસલી સાધુ પ્રભુ-સુખ-માર્ગે, સૌને પ્રેરિત કરનારા,
    ઓલિયા સાધુ જગથી નિરાળા ... પ્રમુખ તણી (૧)
    પ્રમુખ ગુરુ પાતાળ ઝરો વણખૂટ્યો પ્રેમ વહાવે;
    સહુ માટે મમતા સહુ પર એ, અમિત પ્રીત વરસાવે.
    હસતાં-હસતાં ભીડો વેઠે, સૌનાં મન સાચવનારા;
    નોકર સમ કસ કાઢી તનના, ચૂરેચૂરા કરનારા,
    ફરજને જ અધિકાર એ ગણતા ... પ્રમુખ તણી (૨)
    જવાબદારી નિજની સ્વામી, સેવા-ભક્તિ ગણતા;
    રાજી કરવા કેવળ હરિને, સઘળું કાર્ય એ કરતા.
    ચમત્કાર સત્કાર જે થાયે, તેના ગુરુહરિ કરનારા;
    ગુરુહરિ ચરણે ધરીને સઘળું, હળવાફૂલ એ રહેનારા,
    અહંશૂન્ય એ દાસ હરિના ... પ્રમુખ તણી (૩)
    એક જ રહેણી, પંચવ્રતે દૃઢ રહી વિશ્વમાં વિચરે;
    બ્રહ્મ થઈ પ્રભુ ભજવાનો, આદર્શ કદી ના વિસરે.
    કેન્દ્રબિંદુએ શ્રીજી રાખી, કાર્યવ્યાપ વિસ્તરનારા;
    સાધુતા વ્યવહારના અંતિમ, સુભગ સમન્વિત કરનારા,
    ગુણાતીત સમુદાયના નેતા ... પ્રમુખ તણી (૪)
    જન્મ-મરણનો રોગ ભયંકર, પ્રમુખજી એ ટાળે;
    માયા-કાળ-કર્મ-પર કરીને, બ્રહ્મભાવને પમાડે.
    વજ્ર-કમાડ ઉઘાડી ભક્તના, અંતઃપ્રવેશ કરનારા;
    શુદ્ધ કરી હૈયાને તેમાં પ્રભુનું સ્થાપન કરનારા,
    અક્ષર ગુરુવર પ્રમુખજી પ્યારા ... પ્રમુખ તણી (૫)
    Lyrics Based on : Jeva Me Nirakhya Re - Part 4 (written by HH Mahant Swami Maharaj & published by BAPS)
    Poetic Arrangement of Lyrics & Composition : Shri Pragadh Gokani
    Vocals : Shri Juket Patel & Shri Pragadh Gokani
    Chorus : Shri Mehul Trivedi, Shri Yagnesh Patel, Shri Vatsal Chhaya, Shri Harsh Patel, Shri Pankaj Rathwa, Shri Manish Maru, Shri Pranshu Patel, Shri Kavit Thakkar, Shri Meet Barot, Shri Ritansh Thakkar, Shri Pranav Shah
    Music Arrangement : Shri Juket Patel
    Flute : Shri Sandeep Kulkarni & Shri Prasad Sathe
    Sitar : Shri Bhagirath Bhatt
    Keys : Shri Rahil Bhatt
    Guitars : Shri Mayank Kapadiya
    Mandolins : Shri Bhargav Raval
    Rhythm : Shri Vasant Patel, Shri Jatin Patel, Shri Daxesh Patel, Shri Henish Patel
    Mixed & Mastered by :
    Shri Pranav Mahant @ wave lab studio
    Special thanks : Saints & Volunteers (BAPS Mandir, Neasden), Shri Bhavesh Chauhan, Shri Jaymin Vaidhya, Shri Gunjan Ekbote, Shri Hemang Mistry
    Paintings : Pujya Krushnaswarup Swami
    Video : Shri Hiralkumar Sadariya (ELEVEN GATES)
    Listen to audio on :
    Gaana :
    gaana.com/song...
    You Tube Music :
    • Pramukh Swami Chhe Par...
    Jio Saavn :
    www.jiosaavn.c...
    Wynk Music :
    wynk.in/u/aKV2...
    Apple Music :
    / pramukh-swami-chhe-par...
    Amazon Music :
    music.amazon.i...
    Spotify :
    open.spotify.c...
    .
    .
    #baps #bapskirtan #newkirtan #newkirtan2023 #psm #psm100yrs #pramukhswamimaharaj #mahantswami #mahantswamimaharaj #bapsbhajan #kirtan #bhajan #newbhajan #bapsvideo #music #baps #mahantswamimaharaj #kirtan #baps_nonstop_kirtan #baps_new_kirtan #baps_latest_kirtan #mahant_swami_maharaj #baps #swaminarayan #pramukhswamimaharaj #bapsabudhabi #pramukhswamimaharajstatus #psm #msm #mahantswami #bapsabudhabi #akshardhamusa #neasdentemple

КОМЕНТАРІ •