આંબુડું જાંબુડું વીડીઓ | સ્ટુડીઓમાં બાળકોએ ગાયુ | Ambudu Jambudu | Studio Recording Video

Поділитися
Вставка
  • Опубліковано 3 сер 2023
  • #purushottammaas2023 #purushottammaas
    #AmbuduJambudu #purushottammaas2023 #gujaratibhajanlyric #lyricvideo #purushottammaas
    #gujaratikirtanlyric
    નમસ્કાર બાલમિત્રો ,
    આંબુડું જાંબુડું ના ગાયકો પરીબેન પાટડીયા અને ખુશીબેન જાડેજા સ્ટુડીઓ માં કઈ રીતે ગાય છે તેનો વિડીયો જુઓ અને આનંદ લો . આંબુડુ જાંબુડુ ના લિરિક્સ માં પણ મેં શબ્દો વાક્ય રચનાઓમાં ફેરફાર કરી નવા શબ્દો ઉમેર્યા છે જે આપને ગમશે જ.
    Information
    આંબુડું જાંબુડું વીડીઓ | સ્ટુડીઓમાં બાળકોએ ગાયુ | Ambudu Jambudu | Studio Recording Video
    ♪ Song : Ambudu Jambudu Studio Recording Video
    ♪ Producer: Aditya Multimedia & Entertainment
    ♪ Lyrics: Traditional/Utpal Jivrajani
    ♪ Music: Utpal Jivrajani
    ♪ Singer: Pari Patadia, Khushi Jadeja
    ♪ Recorded At Aum Music, Arranged By @aumdave2926
    ♪ Graphic Design Ravi Prajapati
    ♪ Digital Partner : Aditya Multimedia & Entertainment-Rajkot®
    ♪ Editing-Compilation: Utpal Jivrajani
    © All Copyrights Reserved to Aditya Multimedia & Entertainment-Rajkot
    -------------------------------------------------------------------------------
    આંબુડું જાંબુડું હવે તમારા મોબાઈલ ની કોલર ટ્યુન માં પણ રાખી શકો છો
    🎶 JioSaavn ( With Hello Tune ): shorturl.at/dkIL3
    🎶Apple Music: shorturl.at/cWZ56
    🎶 Spotify: open.spotify.com/track/1n8EfP...
    🎶 Wynk ( With Hello Tune ): shorturl.at/dmvKN
    🎶 Amazon Music:shorturl.at/jqzEM
    ---------------------------------------------------------------------------------
    👇આંબુડું જાંબુડું સંપાદન અને વધારાની શબ્દ રચનાઓ: ડૉ. ઉત્પલ જીવરાજાની-Ambudu Jambudu Lyrics 👇
    ---------------------------------------------------------------------------------
    આમ્બુડું જાંબુડું, કેરીને કોઠીમડું, રાય દામોદર નોતર્યા, વાડી રાજા રામની,
    વચમાં બેઠા ગોરમાં, ફરતી બેઠી ગોપીયું, રાજા પૂજે મંદિરમાં, રાણી પૂજે રાજમાં,
    હું પુજુ મારા કાજમાં, વાણિયો પૂજે હાટમાં, શંકર ને ઘેર પારવતી , બ્રહ્મા ને ઘેર બ્રહ્માણી,
    વિષ્ણુ ને ઘેર લક્ષ્મીજી ,રામ ને ઘેર સીતાજી,કૃષ્ણ ને ઘેર રાધાજી,ગોર ને ઘેર ગોરાણી ,
    જાત્રા કરવા નિસર્યા, જાતા ન્હાયા જમનાજી, વળતા ન્હાયા ગંગાજી,
    નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા ,નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે ઠેલાણા
    ડાળીએ બેઠા દામોદર
    પાળે બેઠા પુરુષોત્તમ, કાંઠે બેઠા કાંઠાગોર,ત્રાજવે બેઠા ત્રિકામરાય,વાડીએ બેઠા વાસુદેવ,
    સુદામાની ઝુંપડી, ખાવા આપો સુખડી, ભવની ભાંગો ભૂખડી, સુખડાં લ્યો શ્રી રામના
    ------------------------------------------------------------------------------------------------------------------
    આમ્બુડું જાંબુડું, કેરી ને કોઠીમડું, રાય દામોદર નોતર્યા, ગણપતિ,ગજાનન, ઈશ્વર ને ઘેર પારવતી ,
    રાણી પૂજે રાજમાં, હું પુજુ મારા કાજમાં, વાણિયો પૂજે આડે દહાડે , હું પુજુ મારે ભર્યે ભાણે,
    સવારમાં શામળિયાજી,બપોરે બળદેવજી,ત્રીજા પહોરે ત્રિકમજી,સાંજ પડે શ્રીનાથજી,
    રાત પડે રણછોડજી,અધરાતે ઓધવજી,મધરાતે માધવજી,પરોઢિયે પુરુષોત્તમજી,
    વાણુ વાયે વિઠ્ઠલજી,અમૃત પાન પીધાજી ,આટલા નામ લીધાજી,
    જાત્રા કરવા નિસર્યા ,જાતા ન્હાયા ગંગાજી, વળતા ન્હાયા જમુનાજી
    નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા ,નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે ઠેલાણા
    રાજાને રાજ દયો, અમને સૌભાગ્ય દયો, ઓધવરાય, માધવરાય, કેશવરાય, ત્રિકમરાય, પૂરણ પુરુષોત્તમરાય ,સુખડાં લ્યો શ્રી રામના
    --------------------------------------------------------------------------------------------------------------------
    આમ્બુડું જાંબુડું, કેરીને કોઠીમડું, રાય દામોદર નોતર્યા, જાત્રા કરવા નિસર્યા, જાતા ન્હાયા ગંગાજી, વળતા ન્હાયા જમુનાજી,
    નાહી ધોઈને નીસર્યા , પાપ સર્વે વીસર્યા ,નાહયા ધોયા રેલાણાં, પાપ સર્વે ઠેલાણા
    ગાય રે ગાય, તું મોરી માય,
    નિત નિત ડુંગરે ચરવા જાય, ચરતી ચરતી પાછી વળી,
    ગંગાજળ પાણી પીવા જાય, પાણી પી ને પાછી વળી,
    સામા મળ્યા વાઘ ને સિંહ, વાઘ કયે હું ગાય ને ખાઉં,
    સિંહ કયે ખવાય નઈ, ગાયના દૂધ મહાદેવને ચડે,
    ગાયના ઘીનો દીવો બળે, ગાયના છાણનો ચોકો થાય,
    સોનાની શીંગડી, રૂપાની ખરી, ગાયની પૂંછળી હીરલે જડી,
    ઓધવરાય, માધવરાય, કેશવરાય, ત્રિકામરાય, પૂરણ પુરુષોત્તમરાય, સુખડા લ્યો શ્રી રામના.

КОМЕНТАРІ •