દિકરા ની ખોટે રે માડી નદિએ નાવા ગ્યાતા કિર્તન નીચે લખેલું છે જય ફક્કડાનાથ મંડળ ભાવનગર.. માં....

Поділитися
Вставка
  • Опубліковано 2 гру 2024
  • દિકરા ની ખોટે રે માંડી નદિએ નાવા ગયાતા.....
    આરે નાયા નદિએ નાયા.....
    નાઈ ધોઈ ને બહાર આવ્યા.....
    પીપળે પાણી રેડયા રે માંડી નદિએ નાવા ગયાતા.....
    રણછોડ રાયના મંદિર આવ્યા.....
    પાય પડીને એવું માગયુ.....
    દેવ જેવો દિકરો દેજો માંડી નદિએ નાવા ગયાતા.....
    રસ્તા મા તો સત મળ્યા.....
    દેવ જેવો દિકરો આપ્યો......
    માડી તો હરખાણા રે માડી નદિએ નાવા ગયાતા.....
    પાળી પોસી ને મોટો કરો.....
    ભીના માથી કોરો કરો......
    દિકરો મોટો થયો રે માંડી નદિએ નાવા ગયાતા......
    માડી એ તો બાધા લીધી....
    માનતાં એને માની લીધી.....
    દિકરા ને ભણાવો રે માંડી નદિએ નાવા ગયાતા.....
    પાડોસણ ના કામ કરા.....
    વાલા ને તો વેરી કરા.....
    દિકરા ને પરણા વો રે માડી નદિએ નાવા ગયાતા.....
    મોટાં ઘર ની વોવ આવી....
    કરીયા વરમા કાઈ નો લાવી.....
    ફેશન ની ભરેલી રે માડી નદિએ નાવા ગયાતા.....
    સાસુ જી મંદિર થી આવ્યા.....
    વોવ બેટા પાણી લાવો.....
    હુ નથી નવરી રે માડી નદિએ નાવા ગયાતા.....
    જાતે તમે પાણી પીવો.....
    વોવ જી તો ધણુ બોલ્યા.....
    સાસુ જી તો કાઈ નો બોલ્યા....
    તણખલા ના તોલે રે માડી નદિએ નાવા ગયાતા.....
    માંડી નો તો દિલ દુભાણુ......
    મનમાં આધાત લાગ્યો.....
    માડી દુખી થયા રે માડી નદિએ નાવા ગયાતા.....
    દેવ નો દિધેલો દિકરો.....
    વોવ નુ સાંભળવા લાગ્યો.....
    અમને જુદા કરો રે માડી નદિએ નાવા ગયાતા.....
    માને લૈઈ ને દિકરો ચાલ્યો.....
    વૃદ્ધાશ્રમા મુકી આવ્યો ....
    માને મેલી આવ્યો રે માડી નદિએ નાવા ગયાતા.....
    બંધી સાસુને એવું કૈવ છુ.....
    ભેટ વાળી ભજન કર જો.....
    ભાવ રાખી ને કિર્તન કર જો......
    ધોયા લુગડે જાશો રે માંડી નદિએ નાવા ગયાતા.....
    બંધી વોવ ને એવું કૈવ છુ....
    સાસુ ની તમે સેવા કરજો.....
    વારા પછી વારો રે માંડી નદિએ નાવા ગયાતા.....
    🌹🙏🙏🌹જય શ્રીકૃષ્ણ 🌹🙏🙏🌹

КОМЕНТАРІ •