#આવો

Поділитися
Вставка
  • Опубліковано 17 чер 2024
  • આવો બેની ઓઢો સત્સંગ ની ચુંદડી,(૨)
    સત્સંગ જેણે કીધા પ્રભુના નામ લીધા,
    કારજ સર્વે સીધા સત્સંગ ની ચુંદડી,
    આવો બેની ઓઢો સત્સંગ ની ચુંદડી,
    ચુંદડી ઓઢી મીરાબાઈ રાણીએ,
    ગિરધર ના નામ લીધા વાટકડે ઝેર પીધા,
    અમૃત વાલે કીધા સત્સંગ ની ચુંદડી,
    આવો બેની ઓઢો સત્સંગ ની ચુંદડી,
    ચુંદડી ઓઢી સંગાવતી રાણી એ,
    ધરમ નવ ચાંડો, અનદાન જગન્ન‌ માંડો,
    ખાંડણી એ પુત્ર ખાંડયો સત્સંગ ની ચુંદડી,
    ચુંદડી ઓઢી રૂપાદે સતી રાણી એ,
    હતા એની જારી પાટે અલખ પોકારી,
    એક મોજડી ઉતારી સત્સંગ ની ચુંદડી,
    આવો બેની ઓટો સત્સંગ ની ચુંદડી,
    ચુંદડી ઓઢી તોરલ સતી રાણી એ,
    અંજારમાં પધાર્યા મેં ત્રણ નર તારીયા,
    અધર્મી ને ઓધાર્યા, સત્સંગની ચુંદડી,
    આવો બેની ઓઢો સત્સંગ ની ચુંદડી,
    ચુંદડી ઓઢી રે ભક્ત શકુબાઈ એ,
    શકુ ગામ ગ્યાતા ઘરે હરી શકું થયાતા,
    વવારુ થઈને રયા હતા સત્સંગ ની ચુંદડી,
    આવો બેની ઓઢો સત્સંગ ની ચુંદડી,
    ચુંદડી ઓઢી લોયણ સતી રાણીએ,
    એને લાખાને જગાડ્યો ભક્તિ નો રંગ લગાડ્યો,
    એના કોઢ ને મટાડો સત્સંગ ની ચુંદડી,
    આવો બેની ઓઢો સત્સંગ ની ચુંદડી,
    ચુંદડી ઓઢી માતા વીરબાઈએ,
    પતિના ભરાયા એ હરી સાથે હાલા,
    કિરતાર ને હરાવ્યા સત્સંગની ચુંદડી,
    આવો બેની ઓઢો સત્સંગ ની ચુંદડી,
    સત્સંગ જેને કીધા પ્રભુના નામ લીધા,
    કારજ સર્વો સીધા સત્સંગ ની ચુંદડી,
    આવો બેની ઓઢો સત્સંગ ની ચુંદડી (૨)
    (અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો)

КОМЕНТАРІ • 8