ટ્રમ્પના પ્રેસિડેન્ટ બન્યા તો વર્ક પરમિટ અને સોશિયલ સિક્યોરિટી ધરાવતા ઈમિગ્રન્ટ્સ પણ ડિપોર્ટ થશે?

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • ગુજરાતીઓમાં એવી માનસિકતા છે કે એકવાર પણ જો કોઈ ઈલીગલી તો ઈલીગલી પણ અમેરિકા પહોંચી જાય તો પછી તેને ભાગ્યે જ ઈન્ડિયા પાછા આવવાની નોબત આવે છે. બાઈડનના કાર્યકાળ દરમિયાન યુએસ ગયેલા હજારો ગુજરાતીઓએ ત્યાં જઈને અસાયલમ માગી લીધું છે અને મોટાભાગના લોકોને હાલ વર્ક પરમિટ તેમજ સોશિયલ સિક્યોરિટી નંબર પણ મળી ગયા છે, શક્ય છે કે આ તમામ લોકોને કદાચ એવું લાગતું હશે કે હવે તેમને અમેરિકા ડિપોર્ટ નહીં કરી શકે, પરંતુ જો ટ્રમ્પને સત્તા મળી તો આ પિક્ચર બદલાઈ જવાના પૂરેપૂરા ચાન્સ છે. એક અંદાજ અનુસાર ઈલીગલી અમેરિકા આવ્યા બાદ પેરોલ પર છૂટેલા ઈમિગ્રન્ટ્સની સંખ્યા લાખોમાં થાય છે, જેમાંના મોટાભાગના બાઈડનના સત્તામાં આવ્યા બાદ યુએસમાં મેક્સિકો કે પછી કેનેડાની બોર્ડર ઈલીગલી ક્રોસ કરીને આવ્યા છે.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

КОМЕНТАРІ • 1