શત્રુઓ ને હણનાર શ્રી શત્રુહણી માતાજીનું મંદિર || SHREE SATTRUGGNI MATAJI NU MANDIR || Lachhanpura ||

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • શત્રુઓ ને હણનાર શ્રી શત્રુહણી માતાજી નું મંદિર || SHREE SATTRUGGNI MATAJI NU MANDIR || Lachhanpura ||
    શ્રી શત્રુહણી માતાજી નું મંદિર,
    SHREE SATTRUGGNI MATAJI NU MANDIR,
    SHREE SATTRUHANI MATAJI NU MANDIR,
    Lachhanpura Mandir,
    Rasalpur Shatruhani Mataji Mandir,
    #શ્રી_શત્રુહણી_માતાજીનું_મંદિર,
    #SHREE_SATTRUGGNI_MATAJI
    _NU_MANDIR,
    #SHREE_SATTRUHANI_MATAJI_NU_MANDIR,
    #Lachhanpura_Mandir,
    #Rasalpur_Shatruhani_Mataji_Mandir,
    #hindutemple
    શત્રુઓ ને હણનાર શત્રુહણી માતાજીનું એક માત્ર મંદિર ના દર્શન
    શત્રુહની માતાજી આ નામ સાંભળવામાં જ અજુગતું લાગે છે અને નવા માતાજીનું નામ હોઈ એવું પણ લાગે છે પણ કદાચ આખા ગુજરાત માં એક માત્ર શત્રુહની માતાજી નું મંદિર મહીસાગર નદી ના કિનારે અને વડોદરા જિલ્લા ના સાવલી તાલુકા લછાણપુર ગમે નદીકિનારે એક ટેકરા પણ આવેલ છે. આ મંદિર લાછનપુર થઈ નદી તટ તરફ જતા એક ટેકરા પર આવેલું છે. શત્રુહની માતાજી નું આ મંદિર પૌરાણિક અને પાંડોવાના સમય નું બનાવેલ.છે એમ કહેવાય છે. આ મંદિર ની બાજુમાં એક શિવજી ભગવાનું પણ મંદિર છે જ્યાં એક સાથે 2 સ્વયં ભૂ શિવલિંગ અત્યારે પણ છે. આવું ક્યાંક જ જોવા મળતું હોય છે. માતાજી ના નામ પ્રમાણે માતાજીની માનતા રાખવાથી શત્રુઓ નો નાશ થાય છે અથવા ઓછા થાય છે. જેને વધારે શત્રુઓ હોઈ એ આ મંદિરે માતાજીની માનતા રાખે છે અને માંનતા પુરી થતા જ અહીં માનતા પુરી કરવા આવે છે. માનતા માં શ્રીફળ, સુખડી અને પેંડા ચઢાવવામા આવે છે. અહીં સરસ મજાનું મોટું ચોગાન છે અને બેસવા માટે બોકડા પણ છે.
    અહીં પીવાના અને હાથપગ ધોવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. મંદિર ની નજીક માં જ મહીસાગર નદીનો એક સરસ મજાનો તટ આવેલ છે જે મિત્રો અને ફેમિલી સાથે ફરવા માટેનું સુંદર સ્થળ છે.
    માતાજી ના મંદિરના ઇતિહાસ વિશે પૂછતાં સ્થાનિક પાસેથી મળેલી માહિતી મુજબ. જે તે સમયે એક રાજા રહેતા હતા અને એ રાજા ના ઘણા બધા દુષમનો હતા. અને રાજા ના રાજ્ય નો ઘણો વિસ્તાર આજુબાજુના રાજાઓ એ પચાવી પાડ્યો હતો. જ્યારે પણ યુદ્ધ માં જય ત્યારે રાજા નો હંમેશા પરાજય થતો હતો. આમ રાજા અને રાની બંને ઉદાસ રહેતા હતા. એ સમયે માતાજી ની ઉપાસના કરતા માતાજી એ રાણી ને દર્શન આપ્યા હતા અને હવે પછીના યુદ્ધમાં વિજય થશે એમ કહ્યું હતું. ત્યાર પછી બધા યુદ્ધ રાજા જીત્યા હતા અને આજુબાજુના દુશ્મનો રાજ્યો પણ મિત્રતા દાખવી હતી. આમ માતાજી ના આશીર્વાદ થી રાજા ના મોટા ભાગ ના શત્રુઓ હણાયા હતા. આમ આ માતાજી નું નામ શત્રુ હની સાર્થક સાબિત થાય છે.
    આ મંદિર ના રહસ્યની જો વેટ કરીયે તો.. અહીં દર અખાત્રીજ ના દિવસે સુંદલપુરા ગામ ના લોકો એક ચૂંદડી લઈને આવે છે જે પરંપરાગત છે જેના ઇતિહાસ વિશે સંપૂર્ણ માહિતી મળેલ નથી. તેમજ માતાજીનો કમર થી ઉપર નો એટલે કે ધડ નો ભાગ લાછન પુર ગમે અને પગ નો ભાગ ગોગંબા નજીક પાલી ગામે ગામે પૂંજાય છે એ વિશે ના ઇતિહાસ ની પણ ચોક્કસ માહિતી મળેલ નથી જો આપ કોઈ મિત્ર ને આ વિશે માહિતી મળે તો કોમેન્ટ માં જરૂર જણાવજો.

КОМЕНТАРІ • 6