Samvad _Sauna Re Pran_APC Atladara 2020
Вставка
- Опубліковано 24 гру 2024
- બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે.
-----------------------------------------------------------------------------------
સંવાદ : "સૌના રે પ્રાણ..."
----------------------------------
સંસ્કાર, સદાચાર, સત્સંગ, સંપ, ક્ષમા જેવા સદ્દગુણોથી આજનો આ આધુનિક સમાજ પ્રાણ વિહોણો થઈ રહ્યો છે, ત્યારે વિશ્વવંદનીય યુગવિભૂતિ બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે પ્રાણ પૂર્યા છે....
• પાયમાલ થતી યુવાનીમાં પ્રાણ પૂર્યા છે સંસ્કારના.
• ગુન્હાખોરીમાં મૃતપ્રાય થતા સમાજમાં પ્રાણ પૂર્યા છે સદાચારના.
• કુસંગના માર્ગે ઘોર ખોદાઈ ગયેલા કુટુંબમાં પ્રાણ પૂર્યા છે સત્સંગના.
• વ્યક્તિના હૃદયમાંથી વેરઝેરના વિષ કાઢી પ્રાણ પૂર્યા છે સુહ્રદયભાવના.
• સમાજને કુસંપના કુવાની ગૂંગળામણમાંથી બહાર કાઢી પ્રાણ પૂર્યા છે સંપના.
સાચે જ, આપણાં સૌનું હૈયું કબૂલે છે કે બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ખરા અર્થમાં "સૌના રે પ્રાણ..." હતા.
સમાજ પ્રત્યેના તેઓના આ ઉપકારને સંવાદના માધ્યમથી રજૂ કરી ઋણ ચૂકવવાનો નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે.