રામ ધ્યાન ૧૦૮ વાર રામ નામ જાપ by

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • રામ નવમી પર પરમ પૂજ્ય ગુરૂદેવ શ્રી શ્રી રવિ શંકરના અવાજ માં રામ ધ્યાન
    Ram Dhyan Art of Living ‪@artofliving‬ ‪@Gurudev‬
    ગુરુદેવ નો પરિચય:
    ગુરુદેવ શ્રી શ્રી રવિ શંકર એક માનવતા ના પ્રચારક તથા આધ્યાત્મિકતા અને શાંતિદૂત છે. એક તણાવ મુક્ત અને પ્રસન્ન સમાજ ના નિર્માણ માટેની દૂરદર્શિતાથી તેઓના દ્વારા સ્થપાયેલ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા અલગ અલગ સેવાકાર્ય, શિબિરો અને વિવિધ સામાજિક કાર્યો આખી દુનિયામાં કરે છે.
    ગુરુદેવ દ્વારા સ્થપાયેલ આર્ટ ઓફ લિવિંગ સંસ્થા 180 થી પણ વધુ દેશોમાં અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ તથા યોગ અને ધ્યાન શિબીરો અને સામાજિક કાર્યો કરી રહેલ છે. જેનું ઉદેશ્ય છે કે લોકો તણાવ મુક્ત જીવન પસાર કરે અને એક દિવ્ય સમાજનું નિર્માણ થાય.
    આર્ટ ઓફ લિવિંગ ની શિબિરોમાં લોકો ને ગુરુદેવ દ્વારા નિર્મિત શક્તિશાળી સુદર્શન ક્રિયા શીખવવામાં આવે છે જે વ્યક્તિને શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે સ્થિર થવામાં મદદરૂપ થાય છે.
    આ ઉપરાંત જો વિશ્વના કોઈપણ ખૂણે લોકો કુદરતી આપત્તિઓ અથવા તો માનવસર્જિત આપત્તિઓ જેમકે આતંકવાદી હુમલાઓ અને યુદ્ધના કારણે થતી આપત્તિઓ નો ભોગ બન્યાં હોય તો તેવા વિસ્તારોમાં રાહત કાર્યોમાં ગુરુદેવ તથા આર્ટ ઓફ લિવિંગ સંસ્થા અગ્રેસર હોય છે.
    ગુરુદેવે જૂની ભારતીય આધ્યાત્મિક પરંપરાઓ જેમકે યોગ અને ધ્યાનને 21 મી સદીના આધુનિક યુગમાં લોકો સરળતાથી સમજી શકે તે માટે ખાસ વ્યવસ્થાઓ કરેલી છે. આજ દિન સુધીમાં સુદર્શન ક્રિયા દ્વારા લાખો લોકોએ તણાવ મુક્ત તથા સ્ફૂર્તિમય જીવનનો અનુભવ કરેલ છે.
    વિશ્વના કોઈપણ ખૂણે લોકો કુદરતી આપત્તિઓ અથવા તો માનવસર્જિત આપત્તિઓ જેમકે આતંકવાદી હુમલાઓ કે યુદ્ધના કારણે થતી તકલીફોનો નો ભોગ બન્યાં હોય તો તેવા વિસ્તારોમાં રાહત કાર્યોમાં ગુરુદેવ તથા આર્ટ ઓફ લિવિંગ સંસ્થા અગ્રેસર હોય છે.
    આ રીતે ગુરુદેવે માનવીય મૂલ્યો અને સેવાના પુનઃ જાગરણ થી દુનિયાભરના કરોડો લોકોના જીવનને સ્પર્શ કર્યો છે. ધર્મ જાતિ અને રાષ્ટ્રીયતાથી પર જઈને ગુરુદેવે આ વિશ્વ એક પરિવાર છે તે સંદેશને ફળીભૂત કર્યો છે.
    આર્ટ ઓફ લિવિંગ ના હેપીનેસ પ્રોગ્રામ તથા બીજા કાર્યોમાં જોડાવા માટે નીચેની લીંક પર ક્લિક કરો તથા ગુરુદેવને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ફોલો કરો.
    Follow Gurudev Sri Sri Ravi Shankar in Gujarati. aoliv.in/gujra...
    #GurudevGujarati #Gurudev #SriSri #ArtofLiving #ArtofLivingGujarat

КОМЕНТАРІ • 11