હૈદરાબાદની કોટી બજાર || koti Market of Hyderabad

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2023
  • હૈદરાબાદની કોટી બજાર, મિત્રો અત્યારે હું આવી ગયો છું આંધ્રપ્રદેશ અને તેલંગાણાની રાજધાની એવા હૈદરાબાદની કોટી બજારમાં.. મિત્રો આ વિસ્તાર કોટી તરીકે ઓળખતો ખુબ પોષ એરિયા છે. ખાસ તો અહીં આ કોટી બજાર ખુબ જ ફેમસ છે. અહીં દુરદૂરથી લોકો ખરીદી કરવા માટે આવે છે. ખાસ આ માર્કેટ લેડિઝને લગતા કપડા, હોઝઈરી, પર્સ, જ્વેલરી, ફુટવેર વગેરે જેવી વસ્તુઓ માટે ફેમસ છે. આ ઉપરાંત અહીં બાળકો માટેના કપડા. રમકડા, પણ મળી જશે. પુરૂષો માટે પણ ટોપી ચશ્મા, જીન્સ, શર્ટી,ટીશર્ટ પણની પણ ઘણી દુકાનો છે. આ ઉપરાંત ગૃહસુશોભનની પણ વસ્તુઓ આપને મળી જશે. હાલ કોટી બજારમાં દશેરાની ધુમ જોવા મળી રહી છે. ઘણી દુકાનો પર સેલ અને સ્પેશિયલ ડિસ્કાઉન્ટની ઓફરો ચાલી રહી છે.
    કોટી માર્કેટના મેઈન રોડ ઉપર આપ આવો એટલે આપને ઘણા બધા પુસ્તકોની શોપ દેખાશે, કેટલાંક શોપ પર આપને કેજી થી લઈને પીજી, નીટ, અને કોમ્પેટિટ એક્ઝામની પણ બુકો નવી અને સેકેન્ડ હેન્ડ ખુબ વ્યાજબી ભાવમાં મળી જશે. બીજી આ શહેરના ખાસ વાત એ છે કે, અહીં જે પણ ફ્રૂટ મળે છે તે નંગના હિસાબે મળે છે. બહુ ઓછા વેપારીઓ પાસે વજનકાંટો જોયો છે,મોટાભાગના વેપારીઓ નંગના હિસાબે ફ્રૂટ આપે છે. જેમ કે સંતરા આપને લેવા છે તો તેમની પાસે બોર્ડ લગાવેલું હશે જેમાં એક સતરાં, એપલ વગેરેનો ભાવ લખેલો હશે. જેમાં 5 કે 10, 25 એટલે કે આપ જેટલાં લેશો તે હિસાબે પૈસા આપી દેવાના.
    કોટી માર્કેટમાં મેઈન રોડ ઉપર જ આપને ગોકૂલ ચાટ નામની ખાણીપીણી માટે ખુબ જ ફેમસ શોપ મળશે. 25 ઓગસ્ટ 2007માં આ જ ગોકુલ ચાટમાં બોમ્બ વિસ્ફોટ થયાં હતાં, ત્યાર બાદથી આ શોપ ખુબ ફેમસ થઈ હતી અને ખુબ હાઈ સિક્યુરિટી રહે છે. આજે તો ન માત્ર હૈદરાબાદ પરંતુ દેશ આખામાં ગોકુલ ચાટનું નામ ફેમસ છે. આ પ્રકારનું ગોકુલ ચાટનું પ્રાઈઝ સાથેનું મેનું છે. અને બધી જ ડીશની અહીં ખુબ ડિમાન્ડ રહે છે. મે પણ અહીં સ્વાદની લિજ્જત માણી હતી.
    મિત્રો ફરવાના હિસાબે હૈદરાબાદ ખુબ જ સુંદર અને વિશાળ શહેર છે. હૈદરાબાદ ભારતનું ચોથું સૌથી મોટું શહેર છે.
    આશા છે કે આપને મારો આ વીડિયો અને વીડિયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે, જો વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરવાનું શેર કરવાનું ન ભુલતા અને બીજુ કે જો હજી સુધી આપે અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઈકન દબાવી દેજો જેથી આપને અમારા દરેક નવા વીડિયોના નોટીફીકેશન સૌથી પહેલાં મળી જાય, તો અત્યારે બસ આટલું ફરીથી મળીશું નવા વીડિયો અને નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો, જય ગરવી ગુજરાત, જય ભારત જય હિન્દ
    #koti #hyderabad #sultanbazar #telangana #bestshoppingvlog #traningvideo #youtubetrandingvideos #glittergujarat

КОМЕНТАРІ • 1