Indira Ekadashi Vratkatha, Mahima, Upay || ઇંદિરા એકાદશી વ્રતકથા, મુહૂર્ત || 10 ઓક્ટોબર 2023

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2023
  • જય સ્વામિનારાયણ, જય શ્રીકૃષ્ણ વ્હાલા ભક્તોને....
    ✨️✨️તારીખ:- ૧૦-૧૦-૨૦૨૩ અને મંગળવાર ના રોજ થનારી શ્રાદ્ધ પક્ષની ઇંદિરા એકાદશી ની દરેક ભક્તોને ખુબ ખુબ શુભકામનાઓ. આ એકાદશી પિતૃઓ ને ગતિ દેનારી છે. આ ઈન્દિરા એકાદશીનો પાઠ કરવાથી અને શ્રવણ કરવાથી મનુષ્ય સર્વ પાપોમાંથી મુકત થાય છે. વળી આ લોકમાંનાં સર્વ સુખો ભોગવીને ઘણાં કાળ સુધી વિષ્ણુના લોકમાં વસે છે.
    આ એકાદશી પિતૃ પક્ષમાં આવે છે, તેથી તેનું મહત્વ વધુ વધી જાય છે. આ એકાદશી પર ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામની પૂજા કરવામાં આવે છે. આ એકાદશી ની વ્રતકથા, ઉપાય, શુભ સમય, પારણા નો સમય આદીક બધી માહિતી આપણે આ વીડીઓ ના માધ્યમ થી સાંભળીશું. ✨️✨️
    ✨️✨️હિંદુ કેલેન્ડર મુજબ, ઈન્દિરા એકાદશી, સોમવાર, 9 ઓક્ટોબરે બપોરે 12:36 વાગ્યે શરૂ થશે અને મંગળવાર, 10 ઓક્ટોબરે બપોરે 3:08 વાગ્યે સમાપ્ત થશે. ઉદયાતિથિ અનુસાર ઈન્દિરા એકાદશીનું વ્રત 10 ઓક્ટોબરે જ રાખવામાં આવશે. ઈન્દિરા એકાદશી વ્રતના પારણા નો સમય બીજા દિવસે એટલે કે 11 ઓક્ટોબરના રોજ સવારે 06:19 થી 08:39 વચ્ચેનો છે, આ સમયે તમે ભગવાન નારાયણ નું સ્મરણ કરી વ્રત તોડી શકો છો. ✨️✨️
    ✨️✨️આ વર્ષની ઈન્દિરા એકાદશી સાધ્ય અને શુભ યોગમાં છે. વ્રતના દિવસે વહેલી સવારથી 07.47 સુધીનો સાધ્યયોગ છે. તે પછી શુભ યોગ શરૂ થશે, જે આખો દિવસ ચાલે છે. આ બંને યોગને શુભ કાર્યો અને પૂજા માટે શુભ માનવામાં આવે છે. ઈન્દિરા એકાદશીના દિવસે તમે વહેલી સવારથી ભગવાન વિષ્ણુની પૂજા કરી શકો છો. આ સિવાય તમે ઈચ્છો તો ઈન્દિરા એકાદશી વ્રતની પૂજા સવારે 09:13 થી બપોરે 01:35 વચ્ચે કોઈપણ સમયે કરી શકો છો. આમાં લાભ-ઉન્નતિ મુહૂર્ત સવારે 10:41 થી 12:08 વાગ્યા સુધી છે, જ્યારે અમૃત-સર્વોત્તમ મુહૂર્ત બપોરે 12:08 થી 01:35 વાગ્યા સુધી છે.✨️✨️
    #swaminarayansampraday #swaminarayancharitra #aavosatsangma #newkatha #astrologer #swaminarayansampraday #ekadashi #ekadashi2023 #ekadashimahima #ekadashimahatva #indiraekadashi #indiraekadashivratkathamahima #indiraekadashioctober2023 #ekadashiupay #swaminarayandhun #ekadashisignificance #ekadashikathagujarati #ekadashivarta #hindu #sanatandharma #agiyarash #ekadashiparnatime #ekadashirecipe #kalupurmandir #jigneshdadaradheradhe #spiritual #baps #motivation

КОМЕНТАРІ • 25