આઈ શ્રી વરૂડીમાં નો ઈતિહાસ || varudi ma history in gujarati || varudi maa no itihas || jay varudi ma

Поділитися
Вставка
  • Опубліковано 6 січ 2022
  • #varudimanoitihas
    #varudimaa
    #aonegujarati
    #matajinivarta
    #gujaratistatus
    ધુડસીયા ગામની વરુડી માં નો ઇતિહાસ
    નમસ્કાર મિત્રો,
    આજે આપણે વરુડી માં ના ઇતિહાસ ની વાત કરીશું. જે રા'નવઘણ ની વ્હારે ચડ્યા હતા. જામનગર ના કાલાવડથી 12 km ના અંતરે ધુડસીયા ગામમાં જગત જનની આઈ શ્રી વરુડી માતા નું સુંદર મંદિર આવેલું છે.
    કહેવાય છે કે કચ્છ માં ખોડાસર ગામ માં સોખડા નરા નામે એક ચારણ રહેતા હતા. સિંધપ્રદેશ એટલે કે હાલના પાકિસ્તાન માં આવેલા હિંગળાજ માતાજી સોખડા ચારણના કુળદેવી હતા. એટલે તેને દર વર્ષે ત્યાં મંદિરે પગપાળા દર્શને જવાની ટેક હતી. તે વખતે માં હિંગળાજ ના પગપાળા દર્શન કરવા જવા માટે ત્રણેક મહિના નો સમય લાગતો હતો. આમ એક વખત સોખડા ચારણ ચાલતા ચાલતા હિંગળાજ માં ના મંદિરે પોહ્ચે છે. માં ના દર્શન કરીને શ્રીફળ ધરાવવા પૂજારી ના હાથ માં આપે છે. પૂજારી જેવું શ્રીફળ વધેરવા જાય છે તેવાજ શ્રીફળ ના બે ટુકડા થઇ ગયા .ત્યારે સોખડાજી બીજું શ્રીફળ આપે છે, તેના પણ બે ટુકડા થઇ ગયા. ત્યારે તેઓ સમજી ગયા કે નક્કી નેસડા માં કંઈક અઘટિત ઘટના બની છે. નહીંતર આવું થાય નહિ. આમ મનોમન માં ને પ્રાર્થના કરી પૂછવા લાગ્યા કે હે મારી માં જગદંબા, હે હિંગળાજમાં રખોપા કરજે માવડી.
    એમ કરતા કરતા રાત પડી,ત્યાં રાતના સોખડા ચારણને સપનામાં માં આઈ આવ્યા. તે બોલ્યા કે " બાપ હું તમારે ત્યાં દીકરી રૂપે જન્મી છું. અને જન્મતાજ મારુ કદરૂપું અને વરવું રૂપ જોઈ મને દાટી દીધી છે, તો હે બાપુ તમે મને 7 દિવસ માં આવીને બહાર કાઢો. હું સૌનુ કલ્યાણ કરવા આવી છું. જો જો બાપુ મોડું ના થાય. 7 દિવસમાં નહિ આવો તો આઠમે દિવસે હું મારી લીલા સંકેલી લઈશ."
    ચારણ તો ઊંઘમાંથી સફાળા બેઠા થયા અને વિચારે છે કે સિંધ થી મારા ઘરે પહોંચતા ત્રણ મહિના જેટલો સમય થાય છે, તો હું 7 દિવસ માં ઘરે કેવી રીતે પહોંચીશ. આંખે આંસુડાં ની ધાર વહે છે. માં ને કરગરી ને વિનંતી કરે છે અને કહે છે કે "હે માં આ તારી કેવી કસોટી છે. માડી મને આમાં મારગ બતાવો" આ સાંભળી પૂજારી જાગી ગયા અને પુછ્યું કે શું થયું ચારણ, ત્યારે સોખડાજીએ બધી વાત કરી, ત્યારે પૂજારી આશ્વાસન આપતા કહે છે કે"ચિંતા ના કરો, જગદંબા હિંગળાજ માં તમારી વ્હારે આવશે. તમતમારે માં નું નામ લઇ તમે ઘેર જવા નીકળો. માતાજી ના નામનું રટણ કરતા કરતા ત્યાંથી હાલત થયા.રાત્રે ના કપાય એટલો મારગ દિવસે કાપે ને દિવસે ના કપાય એટલે મારગ રાત્રે કાપતા કાપતા ચાલતાંજ જાય છે. માતાજીએ સહાય કરી છે, એટલે બરાબર સાતમા દિવસે ગામને પાદર પહોંચી ગયા. ઘરે પહોંચતાજ બધાને પૂછ્યું કે " મારી દીકરી ને ક્યાં દાટી છે, તે જગ્યા મને બતાવો." ઘરના વિચારે છે કે આમને ક્યાંથી ખબર પડી કે દીકરી ને જન્મતાંજ દાટી દીધી છે. લોકો એને જણાવે છે કે દીકરીનું જન્મતાંજ વરવું કદરૂપું રૂપ હતું. અને આગળના બે દાંત લોઢા જેવા કાળા અને મોઢું બિહામણું હતું. તેને જોઈ બધા એને ડાકણ સમજી ગામના પાદર ના વડ નીચે છ દિવસ પહેલા જ દાટી દીધી છે. અને હવે તો તે જીવતી પણ નહિ હોય. સોખડાજી ઝડપથી તે વડ ની નીચે જઈને ત્યાં ખોદવા લાગ્યા. અને ત્યાંતો આતો ચમત્કાર થઇ ગયો, દીકરી જીવતી હતી. લોકો આ જોઈ વિચારે છે કે છ દિવસ સુધી હવા પાણી કે ધાવણ વગર આ બાળકી કેવી રીતે જીવતી રહી. નક્કી આ કોઈ દેવી કે જગદંબા નો અવતાર છે.
    બાપે આવીને જીવતી ખોદી કાઢેલી કદરૂપી, વરવી દીકરી એટલે તેનું નામ વરુડી પાડ્યું. બધાએ ભેગાં થઇ આઈ શ્રી વરુડી માં ની જાય બોલાવી.
    સમય જતા વાર લગતી નથી. આમ એક વખતે કચ્છ માં ભયંકર દુકાળ પડ્યો. પાણી અને ઘાસચારો સુકાવા લાગ્યા.માલ-ઢોર પાણી અને ઘાસચારા વગર મારવા લાગ્યા. એટલે સોખડાજી બધા લોકોને ભેગા કરીને કહે છે કે આ કપરા દુકાળ માં આપણા ઢોર-ઢાંખર ને જીવતા રાખવા માટે આપણે હવે આ મલક છોડવો પડશે. સૌ વરુડી માં ને પૂછે છે. ત્યારે વરુડી માંએ કહ્યું કે દક્ષિણ દિશા ની ધરતી હરીભરી છે. ત્યાં પાણી અને ઘાસચારો પુસ્કળ છે.પછી માં વરુડી ની જય બોલાવી બધાય ચાલી નીકળ્યા. ચાલતા ચાલતા એક ફુલઝર નદીને કાંઠે ધૂડસીયા ગામ માં આવી પહોંચ્યા અને ત્યાં રહેવા લાગ્યા.
    ......................................................બોલો વરુડી માતકી જય........................................................................
    varudi ma no itihas
    varudi ma history in gujarati
    varudi ma temple dhudasiya
    varudi ma na Bhuva
    varudi ma na dakala
    varudi ma na garaba
    varudi ma ni pragatya katha
    varudi ma ni varta
    varudi ma status in gujarati
    વરૂડી માં નો ઈતિહાસ
    વરૂડી માતા મંદીર ધુડસીયા
    વરૂડી માતા સ્ટેટસ
    વરૂડી માં ના ડાકલા
    વરૂડી માં ના ગરબા
    વરૂડી માં ની વાર્તા
    gujarati
    mataji na itihas
    mataji ni varta
    mataji na status
    mataji na garba
    mataji na parcha
    mataji na dakla
    mataji ni regadi
    a one gujarati youtube channel
    meladi maa ni varta
    meladi maa no itihas
    vihat ma no itihas
    varudi ma Mandir
    dhudasiya village in varudi maa
    ra navghan Raja varudi maa
    ai shree varudi maa no itihas
  • Розваги

КОМЕНТАРІ • 85