Vandu Sahjanand Rasrup | Non - Stop | 5 Path | Lyrical | Jay Swaminarayan |

Поділитися
Вставка
  • Опубліковано 13 бер 2024
  • @jayswaminarayanmeshwa
    Presenting : Vandu Sahjanand Rasrup | Non - Stop | 5 Path | Lyrical | Jay Swaminarayan |
    #lyrical #chesta#swaminarayan
    Song Name : Vandu Sahjanand Rasrup - 5 Path -Non - Stop
    Singer : Dinesh Vaghasiya
    Music : Navnit Shukla
    Lyrics : Premanand Swami
    Genre : Swaminarayan Chesta
    Deity : Swaminarayan Bhagwan
    Temple : Chhapaiya
    Festival : Poonam ,Samaiyo
    Label : Ganesh Digital
    વંદુ સહજાનંદ રસરૂપ, અનુપમ સારને રે લોલ
    જેને ભજતાં છૂટે ફંદ, કરે ભવ પારને રે લોલ
    સમરું પ્રગટ રૂપ સુખધામ, અનુપમ નામને રે લોલ
    જેને ભવબ્રહ્માદિક દેવ, ભજે તજી કામને રે લોલ
    જે હરિ અક્ષરબ્રહ્મ આધાર, કે પાર કોઈ નવ લહે રે લોલ
    જેને શેષ સહસ્ત્ર મુખ ગાય, નિગમ નેતિ કહે રે લોલ
    વર્ણવું સુંદર રૂપ અનુપ, જુગલ ચરણે નમી રે લોલ
    નખશિખ પ્રેમસખીના નાથ, રહો ઉરમાં રમી રે લોલ
    આવો મારા મોહન મીઠડા લાલ, કે જોઉં તારી મૂર્તિ રે લોલ
    જતન કરી રાખું રસિયારાજ, વિસારું નહિ ઉરથી રે લોલ
    મન મારુ મોહ્યું મોહનલાલ, પાઘલડી ની ભાતમાં રે લોલ
    આવો ઓર છોગલા ખોસું છેલ, ખાંતીલા જોઉં ખાંતમાં રે લોલ
    વહાલા તારું ઝળકે સુંદર ભાલ, તિલક રૂડા કર્યા રે લોલ
    વહાલા તારા વામ કરણમાં તિલ, તેણે મનડાં હર્યા રે લોલ
    વહાલા તારી ભ્રકુટીને બાણે શ્યામ, કાળજ મારા કોરિયા રે લોલ
    નેણે તારે પ્રેમસખીના નાથ, કે ચિત્ત મારાં ચોરીયા રે લોલ
    વહાલા મુને વશ કીધી વ્રજરાજ, વાલમ તારા વ્હાલમા રે લોલ
    મન મારુ તલખે જોવા કાજ ટીબકડી છે ગાલમાં રે લોલ
    વહાલા તારી નાસિકા નમણી નાથ, અધરબિંબ લાભ છે રે લોલ
    છેલા મારા પ્રાણ કરું કુરબાન, જોયા જેવી ચાલ છે રે લોલ
    વહાલા તારા દંત દાડમ નાં બીજ, ચતુરાઈ ચાવતાં રે લોલ
    વહાલા મારા પ્રાણ હરો છો નાથ, મીઠું મીઠું ગાવતાં રે લોલ
    વહાલા તારે હસવે હરાણું ચિત્ત, બીજું હવે નવ ગમે રે લોલ
    મન મારુ પ્રેમસુખીના નાથ, કે તમ કેડે ભમે રે લોલ
    રસિયા જોઈ રૂપાળી કોટ, રુડી રેખાવળી રે લોલ
    વહાલા મારુ મનડું મળવા ચહાય, કે જાય ચિતડું ચળી રે લોલ
    વહાલા તારી જમણી ભુજાને પાસ, રૂડા તિલ ચાર છે રે લોલ
    વહાલા તારા કંઠ વચ્ચે તિલ એક, અનુપમ સાર છે રે લોલ
    વહાલા તારા ઉરમાં વિનગુણ હાર, જોઈ નેણાં ઠરે રે લોલ
    વહાલા તે તો જાણે પ્રેમીજન, કે જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ
    રસિયા જોઈ તમારું રૂપ, રસિક જણ ઘેલડા રે લોલ
    આવો વહાલા પ્રેમસખીના નાથ,સુંદરવર છેલડા રે લોલ
    વહાલા તારી ભુજા જુગલ જગદીશ, જોઈને જાવું વારણે રે લોલ
    કરના લટકા કરતા લાલ, આવોને મારે બારણે રે લોલ
    વહાલા તારી આંગળીયોની રેખા, નખમણી જોઈને રે લોલ
    વ્હાલા મારા ચિત્તમાં રાખું ચોરી, કહું નહિ કોઈને રે લોલ
    વહાલા તારા ઉરમાં અનુપમ છાપ, જોવાને જીવ આકળો રે લોલ
    વહાલા મારા હૈડે હરખ ન માય, જાણું જે હમણાં મળો રે લોલ
    વહાલા તારું ઉદર અતિ રસરૂપ, શીતળ સદા નાથજી રે લોલ
    આવો ઓરા પ્રેમસખીના પ્રાણ, મળું ભરી બાથજી રે લોલ
    વહાલા તારી મૂર્તિ અતિ રસરૂપ, રસિક જોઈને જીવે રે લોલ
    વહાલા એ રસના ચાખણહાર, કે છાશ તે નવ પીવે રે લોલ
    વહાલા મારે સુખ સંપત તમે શ્યામ, મોહન મનભાવતા રે લોલ
    આવો મારે મંદિર જીવન પ્રાણ, હસીને બોલાવતા રે લોલ
    વહાલા તારું રૂપ અનુપમ ગૌર, મૂર્તિ મનમાં ગમે રે લોલ
    વહાલા તારું જોબન જોવા કાજ, કે ચિત્ત ચરણે નમે રે લોલ
    આવો મારા રસિયા રાજીવ નેણ, મરમ કરી બોલતા રે લોલ
    આવો વહાલા પ્રેમસખીના સેણ, મંદિર મારે ડોલતા રે લોલ
    વહાલા તારું રૂપ અનુપમ નાથ, ઉદર શોભા ઘણી રે લોલ
    ત્રિવળી જોઉં સુંદર છેલ, આવોને ઓરા અમ ભણી રે લોલ
    વહાલા તારી નાભિ નૌતમરૂપ, ઊંડી અતિ ગોળ છે રે લોલ
    કટિલંક જોઈને જાદવરાય, કે મન રંગચોળ છે રે લોલ
    વહાલા તારી જંઘા જુગલની શોભા, મનમાં જોઈ રહું રે લોલ
    વહાલા નિત્ય નીરખું પીંડી ને પાની, કોઈને નવ કહું રે લોલ
    વહાલા તારા ચરણકમળ નું ધ્યાન, ધરું અતિ હેતમાં રે લોલ
    આવો વહાલા પ્રેમસખીના નાથ, રાખું મારા ચિત્તમાં રે લોલ
    વહાલા તારા જુગલ ચરણ રસરૂપ, વખાણું વ્હાલમાં રે લોલ
    વહાલા અતિ કોમળ અરુણ રસાળ, ચોરે ચિત્ત ચાલમાં રે લોલ
    વહાલા તારે જમણે અંગુઠે તિલ, કે નખમાં ચિહન છે રે લોલ
    વહાલા છેલ્લી આંગળીયે તિલ એક, જોવાને મન દિન છે રે લોલ
    વહાલા તારા નખની અરુણતા જોઈ શશીકળા ક્ષીણ છે રે લોલ
    વહાલા રસચોર ચકોર જે ભક્ત, જોવાને પ્રવીણ છે રે લોલ
    વહાલા તારી ઉર્ધ્વરેખામાં ચિત્ત, રહો કરી વાસને રે લોલ
    માંગે પ્રેમસખી કર જોડી, દેજો દાન દાસને રે લોલ (2)

КОМЕНТАРІ • 3