#હવેથી

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2024
  • #બળદિયા ગામે ગ્રામ સભા યોજાઈ...
    #હવેથી સર્વાનુમતે દર બુધવારે બળદિયા ખાતે બુધવારે બજાર ચાલુ રહેશે...
    #Budhwari market will continue every Wednesday at Baldia from now: Unanimously approved...
    #Kutchkanoonandcrime #kkcnews #youtube #news #kutchnews
    #youtubenews #newschannel #politicnews #crime_news #newschannel #samachar #newstoday #newsheadlines
    #Social #media #gujratnews
    #Breakingnews #dailynews
    #dailynewsupdate #dailynewstelevision
    #ખાસ અહેવાલ કલ્યાણ જેશાણી અને દેવચંદ્ર મકવાણા દ્વારા બળદિયા ગામ ખાસ કરીને નાના મોટા વેપારીઓ તેમજ તંત્ર સાથે રહીને કોઈને અન્યાય ન થાય તે હેતુ સાથે પ્રકાશિત કરવામાં આવ્યું છે...
    #ભૂજ તાલુકાના બળદિયા ખાતે પંચાયતના ચોકમાં વહીવટદાર શ્રી વાઘેલાસાહેબના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હતું. જેનો મુખ્ય વિષય હતો કે દર બુધવારે બળદિયા ગામ મધે હનુમાનજીના મંદિર પાસે હનુમાન ચોકમાં બુધવારી તરીકે ગુર્જરી બજાર ભરાય છે જેમાં નાના મોટા વેપારીઓ દ્વારા ધંધા હેતુસર વસ્તુઓનું વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવતું હોય છે પરંતુ ગામના જ અમુક વેપારીઓ તથા ગ્રામજનો દ્વારા આ બજાર બંધ કરવા માટે પંચાયતમાં અરજી આપવામાં આવેલ હતી જ્યારે અમુક ગ્રામજનો દ્વારા આ બજાર ચાલુ રાખવા માટે માંગણી કરવામાં આવેલ હતી જેથી ગામમાં જ મતભેદ થવાના કારણે ગ્રામ પંચાયત વહીવટદાર શ્રી વાઘેલા સાહેબ દ્વારા બજાર ચાલુ રાખવી કે બંધ કરાવવી એ હેતુ સાથે લોકોનો અભિપ્રાય જાણવા માટે આ ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ હતું. જે સભામાં લોકો દ્વારા થયેલ ચર્ચાઓ અને દલીલો મુજબ બજાર ચાલુ રાખવા માટેની લોક માંગણી વધારે હોય તેમજ બજાર ચાલુ રાખવા બહુમતી થઈ જવાના કારણે દર બુધવારે આ બજાર ચાલુ રહેશે તેવો ઠરાવ વહીવટ દાર પંચાયત દ્વારા પાસ કરવામાં આવેલ હતો. તથા આ બજારમાં આવતા વેપારી દીઠ રૂપિયા 50 ભાડા તેમજ સફાઈ વેરા માટે પંચાયત દ્વારા વસૂલ કરવામાં આવશે તેમજ હનુમાન ચોકમાં કાયમી શાકભાજીના વેપારીઓ કે અન્ય ધંધાર્થીઓને દર મહિને રૂપિયા 500 ભાડા તેમજ સફાઈ વેરા પંચાયત દ્વારા વસૂલવામાં આવશે તેવું નક્કી કરવામાં આવેલ છે. ગ્રામ સભામાં મહિલા તથા પુરુષો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા પામેલ હતા જેમાં શ્રી કરસન વેલજી મેપાણી, દિનેશ હરજી રાગવાણી, અમરતલાલ જે. ગોહિલ, રામજી હિરજી બળીયા, અહમદભાઈ લુહાર, ગુલામભાઈ ચાકી, કમાભાઈ વલ્લુભાઈ મકવાણા, કિશોરભાઈ ગૂસાઇ તેમજ શ્રીમતી જશુબેન નારાયણ વેકરીયા, મંજુલાબેન એ. ગોહિલ, કમળાબેન લાલજી રાઘવાણી, મંજુલાબેન વાલાણી વિગેરે ઉપસ્થિત રહેલ હતા. આમ દરેક લોકોની હાજરીમાં બુધવારે બજાર ચાલુ રહેશે તેઓ નિર્ણય સર્વાનુમતે લેવામાં આવેલ હતો. આ ગ્રામ સભાનું સંચાલન ગ્રામ પંચાયતના વહીવટદાર શ્રી વાઘેલા સાહેબ દ્વારા કરવામાં આવેલ હતું તથા તલાટી કૃપાબેન જાની તેમજ અન્ય સ્ટાફ દ્વારા સહકાર આપી આયોજન સફળ બનાવવામાં આવેલ હતું.

КОМЕНТАРІ • 1

  • @dhvanivalani7985
    @dhvanivalani7985 18 днів тому

    Bajar nu to kari lidhu . Gatar nu su krvanu che? Baladia aa ma j che.