ઓખા અનિરુદ્ધ ના વિવાહ (કીર્તન લખેલું છે) Okhaharan|ઓખાહરણ નું કીર્તન |bhavika gondaliya

Поділитися
Вставка
  • Опубліковано 17 кві 2024
  • ઓખા અનિરુદ્ધ ના વિવાહ (કીર્તન લખેલું છે) Okhaharan|ઓખાહરણ નું કીર્તન |bhavika gondaliya
    🔹 • ઓખા ને અનિરુદ્ધ પરણે (...
    🔹 • ઓખાહરણ નું કીર્તન 👇લખે...
    🔹કીર્તન🔹
    શોણિતપુરનો માંડવોને જાદવકુળની જાન જો
    અનુરૂદ્ધ એવું બોલિયાં તમે સાંભળો મારા દાદા જો
    જાણી જોઈને નો વરિયે દાદા નાતને કજાત જો
    અસુરની કન્યા નઈ પરણું તમે સાંભળો મારા દાદા જો
    ત્યારે ઓખાબાઈ એવું બોલ્યા સાંભળો અનિરુદ્ધરાય જો
    આપણા મુખથી નવ કરીયે આપણા વખાણ જો
    કેવું તમારું નામ છે ને કેવી તમારી જાત છે
    કેવું તમારું કામ છે ને કેવી તમારી જાત છે
    અમથી નવ બોલાવો તમે સાંભળો અનિરુદ્ધરાય જો
    દાદા અમારા જગજીવન છે પ્રદ્યુમનનો બાળક છું
    ઉંચી અમારી જાત છે તમે સાંભળો ઓખાબાઈ જો
    દાદા અમારા કૃષ્ણ છેને રૂક્ષ્મણી દાદી છે
    ઉંચી અમારી જાત છે તમે સાંભળો ઓખાબાઈ જો
    હળધારી મોટા દાદા છેને રેવતી મોટા દાદી છે
    એવી અમારી જાત છે તમે સાંભળો ઓખાબાઈ જો
    અમથી નો રેવાય અનિરુદ્ધ અમથી નો કેવાય જો
    કેવી તમારી જાત છે તમે સાંભળો અનિરુદ્ધરાય જો
    દાદા તમારા જેલમાં જન્મ્યા ગોકુળમાં જય મોટા થયા
    નંદબાવાની ધેનુ ચારી ગાયુંના ગોવાળ છે
    ગોપીયુની સાથે રમતાંતા ને માખણ મિશ્રી ચોરતાંતા
    ગોપીના મટકા લુંટતાતાને એવા તમારા દાદા છે
    મથુરામાં જયારે ભીડ પડી ત્યારે દ્વારકામાં ભાગ્યા તા
    એવા તમારા દાદા છે તમે સાંભળો અનિરુદ્ધરાય જો
    તમારા દાદાને સોળસોરાણી એકેય નથી પરણીને આવી
    રુક્ષ્મણીનું હરણ કર્યું એવા તમારા દાદા છે
    સત્યભામાને ભોળવી લાવ્યા
    કુબ્જા સાથે કામણ કર્યું એવા તમારા દાદા છે
    જાંબુવંતીને છેતરી લાવ્યા વનિતાને વીનવીને લાવ્યા
    લલિતાને લલચાવી છે એવા તમારા દાદા છે
    શંખાસુરને મારી નાખ્યો સોળસોને છોડાવી લાવ્યા
    ઘરમાં સૌને બેસાડી રાખી નથી નાતભાતની
    જશોદાનો ખોળો છોડ્યો રાધાજીને વનમાં મેલ્યા
    ગોપીયુંને રડતી મેલી એવા તમારા દાદા છે
    પિતા મારા અસુર છેને દાદા મારા શંકર છે
    પાર્વતીની બેટડી ઓખા મારુ નામ છે
    ગણેશ કાર્તિકેય વીરા છે ને રિદ્ધિસિદ્ધિની નણંદ છું
    ઓખા મારુ નામ છે તમે સાંભળો અનિરુદ્ધરાય જો
    ઓખાબાઈના વિવાહ ગાશે રોગ એના ભાગી જાશે
    અંતે તો એ કૈલાશ જાશે સાંભળો અનિરુદ્ધરાય જો
    શોણિતપુરનો માંડવોને જાદવકુળની જાન જો
    અનુરૂદ્ધ એવું બોલિયાં તમે સાંભળો મારા દાદા જો
    #ઓખાહરણ_નું_કીર્તન#bhavikagondaliya#okhaharan #viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #raghav #ram #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #ramayan #ramanand_sagar #gujaratisong #sitaram #lanka #hanuman #aayodhya #aayodhyarammandir #vanarsena #sitaram #meerabai #krishna #god #govind #gopal

КОМЕНТАРІ • 24

  • @કૃષ્ણમંડળ
    @કૃષ્ણમંડળ 3 місяці тому +2

    જય ભોળાનાથ ખૂબ સરસ ઓખાહરણ ચૈત્ર મહિનો પવિત્ર દિવસ ઓખાબાઈ ના વિવાહ ખૂબ તંદુરસ્ત રાખે તમારું જીવન ખૂબ સુખમય બનાવે ખુબ સરસ કીર્તન ગાયું છે આજે મને મજા પડી ગઈ ખૂબ આનંદ થયો સાંભળીને ખૂબ આગળ વધો એવા કૃષ્ણ મંડળ ના આશીર્વાદ ખૂબ ગાવામાં તેજ વધે વાહ વાહ ખુબ સરસ છે સખી ખૂબ સરસ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  3 місяці тому

      જય ભોલેનાથ જય શ્રી કૃષ્ણ કૃષ્ણ મંડળ...આપ જેવી સખી ના આશીર્વાદ સાથે હોય સાથ સહકાર હોય...કૉમેન્ટ વાંચી ને ખૂબ રાજીપો થયો..આમ જ આશીર્વાદ આપતા રહેજો 🙏🙏🙏

  • @dineshahirofficial7638
    @dineshahirofficial7638 3 місяці тому +3

    વાહ..ખૂબ સરસ કિતૅન 🙏જય શ્રીકૃષ્ણ 🙏🎤👌👌👌👍

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર 🙏🙏🙏

  • @umralasatsangmandal
    @umralasatsangmandal 3 місяці тому +1

    ખુબ સરસ દીદી 👌👌👍👍🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ 🙏

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ જય સીયારામ ખુબ ખુબ આભાર

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 3 місяці тому +2

    જય ભોળાનાથ ભાવીકાબેન ગોડલીયા ખુબખુબ ધન્યવાદ સરસ કીર્તન બેન ગાયુ કંઠપણ સરસ છે બેન

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  3 місяці тому +1

      જય ભોળાનાથ જય સીયારામ ખુબ ખુબ આભાર દાદા 🙏🙏

  • @bhartibenjada
    @bhartibenjada 3 місяці тому +1

    ઓખા અનિરુદ્ધના વિવાહ સુંદર વર્ણન કર્યું 👌👌👌

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ ભારતી માશી ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 3 місяці тому +1

    જય ઓખાબાય જય અનીરુધ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  3 місяці тому

      જય ભોળાનાથ જય સીયારામ ખુબ ખુબ આભાર

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 3 місяці тому +1

    જય ભોળાનાથ ખૂબ સરસ કિર્તન ગાયેલું છે સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  3 місяці тому

      જય ભોલેનાથ માશી..કેમ છો..ખૂબ ખૂબ આભાર ચેનલ ની મુલાકાત લેતા રહેજો 🙏🙏🙏

  • @user-uh2op4sz5n
    @user-uh2op4sz5n 3 місяці тому +1

    ખુબ સરસ ગાયું બેન કીર્તન મજા આવી ગઈ

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ..ખૂબ ખૂબ આભાર..આમ જ કૉમેન્ટ રૂપી આશીર્વાદ આપતા રહેજો અને ચેનલ ની મુલાકાત લેતા રહેજો 🙏🙏🙏

  • @VK_OK_VLOGS19
    @VK_OK_VLOGS19 3 місяці тому +1

    ખુબ સરસ ભજન છે સરસ ગાયું છે🙏🌺🙏🌺🙏🌺🙏🙏🌺

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  3 місяці тому

      જય સીયારામ ભાઈ ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏

  • @ashokandkat5184
    @ashokandkat5184 3 місяці тому +1

    🎉બાપાસીતારામ 🎉

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  3 місяці тому

      બાપા સીતારામ ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏

  • @Alkabenkotak
    @Alkabenkotak 3 місяці тому +1

    જયહો🎉😢😮😅

  • @ashokandkat5184
    @ashokandkat5184 3 місяці тому +1

    🎉બાપાસીતારામ 🎉

    • @Gondaliya.Bhavika
      @Gondaliya.Bhavika  3 місяці тому

      બાપા સીતારામ ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏