Bhojalram Dham Fatepur part 2 | Bhojalram bapa | Bhagatni jgayaItihas | Bhojo bhagat | in gujarati |

Поділитися
Вставка
  • Опубліковано 3 жов 2024
  • ભોજા અથવા ભોજોનો જન્મ ૧૭૮૫માં લેઉઆ પટેલ જ્ઞાતિમાં ફતેહપુર અથવા દેવકીગલોળ ગામમાં જેતપુર નજીક સૌરાષ્ટ્રમાં થયો હતો. તેમનાં પિતાનું નામ કરસનદાસ અને માતાનું નામ ગંગાબાઇ હતું. તેમની કૌટુંબિક અટક સાવલિયા હતી. ૧૨ વર્ષની ઉંમરે તેઓ તેમનાં ગુરૂને મળ્યાં જેઓ ગિરનારના સંન્યાસી હતી. જ્યારે તેઓ ૨૪ વર્ષના થયા ત્યારે તેમનું કુટુંબ અમરેલી નજીક ફતેપુર ગામમાં સ્થાયી થયું. તેઓ પછીથી ભોજા ભગત અને ત્યારબાદ ભોજલરામ તરીકે જાણીતા થયા.
    વ્યવસાયે તેઓ ખેડૂત હતા. નિરીક્ષર પણ સાક્ષર કહી શકાય. અભણ હોવા છતાં તેમનાં ગિરનારી ગુરૂના આશીર્વાદથી તેમણે કવિતાઓ અને ગીતો લખ્યા જેમાં સામાજિક દૂષણો પરનો વિરોધ હતો, તે ભોજા ભગતના ચાબખાઓ તરીકે પ્રખ્યાત છે. ગાયકવાડ સરકારના અમરેલી ખાતેના સુબા વિઠ્ઠલરાવ દ્વારા ભોજલ રામ ભગત ની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ સત્ય સમજાતા વિઠ્ઠલરાવે ભોજલ રામને ગુરુ તરીકે સ્થાન આપ્યું..
    ભોજલ રામના બે શિષ્યો જલારામ અને વાલમરામ. આ બે શિષ્યોએ પણ બાપા ના આશીર્વાદ થી લોકોની ખુબ સેવા કરી.
    ૧૮૫૦માં વીરપુર મુકામે ૬૫ વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું, જ્યાં તેઓ તેમના શિષ્ય જલારામ બાપાની મુલાકાતે ગયા હતા. તેમનું સ્મારક મંદિર (ઓતા તરીકે જાણીતું) વીરપુરમાં આવેલું છે.
    આગામી બાપાની 239 જન્મ જયંતિ નિમિતે 2100 કિલોગ્રામની પંચધાતુની મૂર્તિ પધરાવવાની છે.

КОМЕНТАРІ •