રામદેવપીરના પાઠનું કીર્તન | Gujarati Kirtan (કીર્તન લખેલું છે) Ramdevpir Kirtan
Вставка
- Опубліковано 6 лют 2025
- ---------------------------- કીર્તન -------------------------------
રામદેવપીરના પાઠ મંડાણા, પાઠે તે સંતો પધારીયા જીરે,
રામદેવપીરના પાઠ પુરાણા, પાઠે તે ભક્તો પધારીયા જીરે,
પહેલુ વાયક તમે અંજાર મોકલાવજો,
જેસલપીર વહેલા આવો જીરે
આવો તો જેસલ તમે એકલા ન આવજો,
સાથે તોરલદેને લાવજો જીરે
અંજારથી જેસલ-તોરલ પધાર્યા
આવીને પાઠ વધાવ્યા જીરે, સાચા મોતીડે વધાવીયા જીરે
તોરલ રાણી તો સતી કહેવાણા,
સતીએ ત્રણ નર તારીયા જીરે ... રામદેવપીરના પાઠ
બીજુ વાયક તમે મેવાડ મોકલાવજો,
માલદે વેલા વેલા આવજો જીરે
આવો તો માલદે એકલા ન આવજો
સાથે રૂપારાણી લાવજો જીરે
મેવાડથી માલદે-રુપાદે પધારીયા
આવીને પાઠ વધાવીયા જીરે, પાઠ તો ફુલડે વધાવીયા જીરે
રૂપારાણી તો સતી કહેવાણા,
આરાધે મોજડી ઉતારી જીરે...રામદેવપીરના પાઠ
ત્રીજુ વાયક પરબ મોકલાવજો
દેવીદાસ વેલા વેલા આવજો જીરે
આવો તો સંત તમે એકલા ન આવજો
સાથે અમરમાં ને લાવજો જીરે
પરબથી અમરમાતા પધાર્યા
આવીને પાઠ વધાવ્યાજી રે, પાઠ તો કંકુથી વધાવીયા જીરે
અમરમાં તો સતી કહેવાણા,
આરાધે નકળંગ પ્રગટ્યા જીરે, ઘેર ઘેર ટુકડો માંગ્યો જીરે ...રામદેવપીરના પાઠ
ચોથું વાયક તમે રણુજા મોકલાવજો
રામદેવ વેલા વેલા આવજો જીરે
આવો રામદેવ એકલા ન આવજો
સાથે ગતગંગાને લાવજો જીરે
ગતગંગા તો સત્યા કહેવાણા
પોળી પાહોળ વરતાણા જીરે ...રામદેવપીરના પાઠ
---------------------------- કીર્તન -------------------------------
New Ramdevpir Kirtan
New Gujarati Kirtan
New Gujarati Kirtan
New Morning Desi Kirtan
New Ramdevpir Bhajan
New Gujarati Kirtan
New Bhajan
New Kirtan
New Satsang Kirtan
New Bhajan Kirtan
New Kirtan Stasnag
New Bhajan Kirtan
New Hari kirtan
#guruvani #song #gurubhajan #ramdevpir #bhaktisong #trending #viralvideo #bhajan #video #newbhajan #new #traditional #god #gujarati #ramdevpir #song #music #musicvideo #trendingvideo #satsang #satsang_bhajan #santvani #santvani #satsangvani #views #ભજન #ramdevji #ram #shiv #gujarat #india #spirituality #satsangbhajan #youtube #youtubevideo #bhajansantvani #parabdham #toral #bhaktimusic #viral_video #ganesha #shiv #harikirtan #god
ગુરુ ભજન કરવા માટે ના ભાવ થી ગુરુવાણી રજુ કરેલ છે પસંદ આવે તો સત્સંગ કરવો.
જય અંલખધણી. 🎉🎉🎉🎉
જય રામાપીર
ઓમજયરમાપીરનીજય
બેન આરાધે મોજડી એટલે સુ બેન
ખૂબ જ સરસ તમે ગાઓ છો તમારા અવાજ ખૂબ જ સરસ છે અને તમારા કીર્તન પણ બહુ સરસ હોય છે તમે લખીને મૂકો તો મજા આવે