શ્રદ્ધાંજલિ ભજન|srdhanjali bhajan|તેળાં આવ્યાં રે મારા કૃષ્ણ ના

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • #bhajan #bhakti #gujrati #satsang #gamdu #kirtan #like #lokdayro #youtuber #mahadev #શ્રદ્ધાંજલિ #sradhanjalibhajan#
    તેળાં આવ્યાં રે મારા કૃષ્ણ ના #
    તેળાં આવ્યાં રે મારા કૃષ્ણ ના
    નાવડુ મારું હાલક ડોલક થાય રે કાયા ના રાજા તેળાં આવ્યાં રે મારા કૃષ્ણ ના
    આકુળવ્યાકુળ થાય જીવળો
    મનડું એને માયા માં ખેંચી જાય રે કાયા ના રાજા તેળાં આવ્યાં રે મારા કૃષ્ણ ના
    વાલા રે સગા નો આવ્યો મેળલો ડાટુ મુક્યું પુછવા લાગ્યાં સહુ રે કાયા ના રાજા તેળાં આવ્યાં રે મારા કૃષ્ણ ના
    છેલ્લી રે ઘડી ની ધમાણ ચાલતી
    છુપું છુપું દુઃખળુ થાતું બવ રે કાયા ના રાજા તેળાં આવ્યાં રે મારા કૃષ્ણ ના
    કોપયો વાયુ ને કપીત કોપીયાં
    રોકી દીધાં કઈ શ્વાસ નળી દ્વારા રે કાયા ના રાજા તેળાં આવ્યાં રે મારા કૃષ્ણ ના
    કાયા રાણી કહે છે જીવ ને
    આમ શું છોડી હાલ્યા મારાં પ્રાણ રે કાયા ના રાજા તેળાં આવ્યાં રે મારા કૃષ્ણ ના
    કાયા શુંણો રે જીવ બોલીયો
    તારે ને મારે પુરા થયા કરાર રે કાયા ના રાજા તેળાં આવ્યાં રે મારા કૃષ્ણ ના
    ખાધુ પીધું ને ખુબ વાપર્યું
    પેરી ઓઢી ખુબ મે લીધી લાવ રે કાયા ના રાજા તેળાં આવ્યાં રે મારા કૃષ્ણ ના
    એવું રે બોલી ને જીવ ઉપડીયો
    આવી ભરાણો કંઠ નળી ની પાસ રે કાયા ના રાજા તેળાં આવ્યાં રે મારા કૃષ્ણ ના
    હીતા નળી તો લાગી હાલવા
    તુટવા લાગ્યાં માંડવળા નાં બંધ રે કાયા ના રાજા તેળાં આવ્યાં રે મારા કૃષ્ણ ના
    હંસલો હાલ્યો રે મુકી પીંજરું
    છુટી પડ્યા કંઈ કાયા ના સંબંધ રે કાયા ના રાજા તેળાં આવ્યાં રે મારા કૃષ્ણ ના
    આવ્યો એવો રે જીવ ચાલીયો
    એક ઘડી પણ ભજ્યા નહીં ભગવાન રે કાયા ના રાજા તેળાં આવ્યાં રે મારા કૃષ્ણ ના
    ગોવીન્દ ના નાથ રુઠયા તે ઘળી
    નાખ્યો એને લાખ ચોરાશી ખાંણ રે કાયા ના રાજા તેળાં આવ્યાં રે મારા કૃષ્ણ ના
    🙏જય શ્રી કૃષ્ણ 🙏
    ‪@Lilubentukadiya‬ 👈
    ‪@nivanivan1610‬ 👈
    લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો 🙏

КОМЕНТАРІ • 42