જીવનનો સાર સમજવા તમે આવો સત્સંગ દ્વારે (ભજન નીચે લખેલ છે ) JIVANNO SAR SAMJVA TME AVO SATSANG DVARE

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • ગીતાનું જ્ઞાન લેવા તમે આવો સત્સંગ દ્વારે
    જીવનનો સાર સમજવા તમે આવો સત્સંગ દ્વારે
    મમતા ને માન મેલી જગના સૌબંધન તોડી
    અમૃતનું પીણું પીવા .... તમે આવો
    બધા ભવના બંધન તુટસે , માયાથી છેડા છુટસે
    ત્રણ તાપને ઓલવવા ....તમે આવો
    ધન લાખ કરોડ કમાણા , અંતે તો મુકાશે પાણા
    એ ધન શક્તિ કેળવવા .....તમે આવો
    અર્જુનનો મોહ મટાડ્યો અને ધર્મને માર્ગ વાળ્યો
    એ ધર્મનો ધર્મ સમજવા ....તમે આવો
    હિન્દૂ હોય મુસ્લિમ હો , ગ્રંથી હોય પંથી હો
    એ પંથનો પૂળો મુકવા ....તમે આવો
    એ કરવા છતાં એ કર્મા , ન બાંધે એના ધર્મા
    એ કર્મનો મર્મ સમજવા .....તમે આવો
    ગીતાને ગાતાગાતા , જનજીવન પાવન પાતા
    મનડાને નિર્મળ કરવા ....તમે આવો
    પ્રભુની ભક્તિ છે સાચી , સંસારની પ્રીતડી કાચી
    પ્રભુના શરણાગત થવા ......તમે આવો
    તું કોણને કોણ છે તારું , તું ક્યાંનો ક્યાં જવાનો
    જીવન સમજવા ......તમે આવો .

КОМЕНТАРІ • 3

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm Місяць тому

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌

  • @nochannel1902
    @nochannel1902 Місяць тому

    જય શ્રી કૃષ્ણ મારી વાલી વાલી બધી બહેનોની જલારામ ઉધના મંડળના ખૂબ આગળ વધો દ્વારકાધીશને પ્રાર્થના ભગવાન આપણું જીવન સત્સંગમાં તરબોળ રાખે એવી દ્વારકાધીશ ની પ્રાર્થના ખુબ જ સરસ ભજન ની રજૂઆત કરી 🙏🙏🙏🙏🙏

  • @bhavnabenmunjani6716
    @bhavnabenmunjani6716 Місяць тому

    જય સ્વામિનારાયણ સરસ કીર્તન છે બધા બહેનો ને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ આગળ વધો અને આવા ને આવા કીર્તન ગાય ને મુકો ને અમને કીર્તન સાંભળીને ઘણો આનંદ થાય છે