ડુંગળી માં બાફીયો , મૂળ ના રોગ ,જમીન જન્ય જીવાત ની નવી પેટન્ટેડ દવા ટ્રીપલ સ્ટાર.

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • સુદર્શન ફાર્મ કેમિકલ્સ ફરી એકવાર આપણા ખેડૂતમિત્રો માટે એક દમદાર પેટન્ટેડ પ્રોડક્ટ ટ્રીપલ સ્ટાર લઇ ને આવી છે.
    ટેકનિકલ ની વાત કરીએ તો તેમાં ટ્રાઇફ્લોક્સીસ્ટ્રોબિન 6% + થાયમેથોક્સમ 24% + થાયોફેનેટ મિથાઈલ 9.5% એફ એસ ફોર્મુલેશન માં આવેલ છે.
    ટ્રીપલસ્ટાર નો ઉપયોગ તમે ધાણા ,ચના ,જીરું,ઘઉં,ડુંગળી ,બટાકા અને શાકભાજી પાકો માં કરી અને મૂળ ના સડો, સુકારો અને જીવાત સામે લાંબુ પરિણામ મેળવી શકો છો.
    ટ્રીપલ સ્ટાર નો ૧ વીઘા દીઠ ખર્ચ માત્ર ૬૦૦ થી ૬૫૦ રૂપિયા થાય છે અને આપણને નવી ટેકનોલોજી ની આધુનિક ફૂગનાશક થી લાંબુ રિજલ્ટ, તંદુરસ્ત મૂળ , અને ઉચ્ચ ગુણવત્તા સભર લીલોછમ તંદુરસ્ત પાક જોવા મળે છે.
    ડુંગળી માં બાફીયા રોગની ઓળખ:
    1) બાફીયાની બહુ સરળ રીતે ઓળખ કરવા માટે ડુંગળીના રોપને ઉપાડીને જોવું ડુંગળી પોચી થઈ જાય છે અને તેમાંથી દુર્ગધ આવે છે.
    2) શરૂઆતમાં બાફીયો કોઈ એક જગ્યા પર ગોળાકાર સ્વરૂપમાં જોવા મળે છે. ત્યાર બાદ ધીર- ધીરે આ રોગનું નુકશાન વધતું જાય છે અને તેના કારણે ડુંગળીનો રોપ જમીન ઉપર ઢળી જાય છે.
    બાફીયો ફેલાવા માટેના મુખ્ય કારણો
    1) જયારે દિવસે ગરમી અને રાત્રીનું તાપમાન જો ઠંડુ હોય અને વધારે પડતા વરસાદી વાતાવરણ હોય ત્યારે આ રોગ ખૂબજ ઝડપથી ફેલાય છે.
    2) ડુંગળીમાં બાફીયો ફેલાવાનું મુખ્ય કારણ વારંવાર એક ને એક જમીનમાં ડુંગળીનું વાવેતર કરવાથી આ રોગ નું પ્રમાણ વધારે જોવા મળે છે.
    3) પાકને જરૂરિયાત કરતા વધારે યુરીયા આપવાથી પણ આ રોગ વધારે ફેલાય છે.
    4) વધુ પડતું પિયત આપવાથી વધારે નુકશાન કરે છે અને રોગનો ફેલાવો જડપી બને છે
    5) થ્રીપ્સ જીવાતનો પાકમાં ઉપદ્રવ હોય તો રોગનો ફેલાવો વધુ થાય છે
    ઉપાય:-
    ૧) સુદર્શન ફાર્મ કેમિકલ નું ટ્રીપલ સ્ટાર એક વીઘા દીઠ ૧૫૦ મીલી ખાતર સાથે મિક્ષ કરી અથવા પાણી સાથે પીવડાવવું.
    અથવા
    ૨) સુદર્શન ફાર્મ કેમિકલ નું ટ્રાયશોટ ૩૦ મીલી સાથે સ્ટ્રેપ્ટોસાયકલીન ૨ ગ્રામ /૧૫ લીટર પાણી માં ભેળવી છંટકાવ કરવો.
    ટ્રીપલસ્ટાર વિશે ની વધુ માહિતી તમે કંપની અધિકારી ના અહી આપેલ નબર પર સંપર્ક કરી ને મેળવી શકો છો
    મોબાઈલ નંબર - ૯૯૭૯૪ - ૬૦૦૦૧

КОМЕНТАРІ •

  • @derpradip3003
    @derpradip3003 28 днів тому +1

    ખુબજ સરસ માહિતી...!!!