Jahu Maa Ni Aarti | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Aarti |

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • ‪@meshwalyrical‬
    Presenting :Jahu Maa Ni Aarti | Lyrical | Ruchita Prajapati | Gujarati Devotional Aarti |
    #jahumaa #aarti #lyrical
    Audio Song : Jahu Maa Ni Aarti
    Singer : Ruchita Prajapati
    Lyrics : Rajesh Chauhan
    Music : Jayesh Sadhu
    Genre : Gujarati Devotional Aarti
    Deity : Jahu Maa
    Festival : Navratri
    Label : Meshwa Electronics
    ૐ જય જય જહુ માતા, ૐ જય જય જહુ માતા
    આરતી તારી મંગલકારી, ભક્તો માઁ ગાતા
    ૐ જય જય જહુ માતા
    ધાયણોજ ની ધણિયાણી તું માઁ, પરગટ પરચાળી
    માઁ પરગટ પરચાળી
    સ્વરૂપ તારું મંગળકારી,આશા પુરનારી
    ૐ જય જય જહુ માતા
    મદ અને મોહ થી અમે છકેલા માઁ, સદબુધ્ધિ આપો
    માઁ સદબુધ્ધી આપો
    ત્રિવિધ તાપથી તપેલા, અમને છોડાવો
    ૐ જય જય જહુ માતા
    શશી સૂર્ય માઁ તેજ છે તારો, જળ વાયુમાં સમાણી
    માઁ જળ વાયુમાં સમાણી
    અણુ અણુ વાસ તારો, જહુ માઁ જોરાળી
    ૐ જય જય જહુ માતા
    જશ ગાવે માઁ વેદ પુરાણો, મહિમા તારો મોટો
    માઁ મહિમા તારો મોટો
    ધરતી અંબર માઁ વ્યાપી, જડે ના તારો જોટો
    ૐ જય જય જહુ માતા
    બ્રહ્મા વિષ્ણુ મહેશ ગાવે, નારદ શરદ આરાધ્યે
    માઁ નારદ શારદ આરાધ્યે
    જહુ જહુ જે કોઈ પોકારે, આવે માઁ એની વારે
    ૐ જય જય જહુ માતા
    પરમ પરમેશ્વરી મહામહેશ્વરી,યુગે યુગે અવતારી
    માઁ યુગે યુગે અવતારી
    અધર્મ નો નાશ કરનારી, જહુ માઁ જોરાળી
    ૐ જય જય જહુ માતા
    અજબ ગજબ ની આંટી તારી, કોણ ઉકેલી શકે
    માઁ કોણ ઉકેલી શકે
    ચરણે જેને જહુ માઁ રાખે, તેજ વર્ણવી શકે
    ૐ જય જય જહુ માતા
    દિવડે દિવડે માઁ ના દર્શન,જહુ માઁ સ્વરુપે થાતા
    માઁ જહુ માઁ સ્વરૂપે થાતા
    આરતી ની શોભા સારી, ભક્તો ગુણ ગાતા
    ૐ જય જય જહુ માતા
    જગમગ જગમગ દિવડા થાતા, પ્રકાશ પથરાતો
    માઁ પ્રકાશ પથરાતો
    ગુલાલ ઉડે આકાશે, આનંદ લહેરાતો
    ૐ જય જય જહુ માતા
    જહુ માઁ ની આરતી જે કોઈ, પ્રેમ થકી ગાશે
    માઁ પ્રેમ થકી ગાશે
    જહુ માઁ છે દિન દયાળી, સઘડા દુઃખ હરશે
    ૐ જય જય જહુ માતા
    ૐ જય જય જહુ માતા, ૐ જય જય જહુ માતા
    આરતી તારી મંગળકારી, ભક્તો માઁ ગાતા
    ૐ જય જય જહુ માતા
    ૐ જય જય જહુ માતા
    ૐ જય જય જહુ માતા
    ૐ જય જય જહુ માતા
    ૐ જય જય જહુ માતા
    બોલ શ્રી જહુ માતા ની જય

КОМЕНТАРІ • 32