Prabhu Sadbuddhi Tu Deje | Pujya Shree Mota | Hariom Ashram

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • પ્રભુ સદ્‌બુદ્ધિ તું દેજે હૃદયની પ્રાર્થના તુજને,
    અમારું શું થવા બેઠું ! પરસ્પર શાં લડી મરીએ! ...અમેઃ-
    ખુદાની ભાવના પ્યારી ખુદાને પામવા ખાતર,
    મળ્યું જીવન, અમે એને કરીએ સાવ બરબાદ. ...અમેઃ-
    ઊતરજે બાપ આ વેળા કટોકટીની અમારી છે,
    વિના તારા અમારો ના કશો ગજ વાગવાનો છે. ...અમેઃ-
    અરે ! વિશ્વાસ ગુમાવી અમે બેઠાં પરસ્પર શાં !
    હવે તો માત્ર આધાર રહ્યો તારા પરે અમ જ્યાં. ...અમેઃ-
    અમે ઇન્સાન તારાં સૌ ગળાં શાં એકબીજાંનાં,
    અરેરે ! કાપવા બેઠાં ! નજર કરીને નજર કર ત્યાં. ...અમેઃ-
    ખુદાતાલા અમારામાં ખુદાઈ નેક દિલ દેજે,
    પરસ્પર એકબીજામાં વહેવા પ્રેમ તું દેજે. ...અમેઃ-
    ખુદાતાલા તું એક જ છે ખુદા રહેમાન એક જ છે,
    અમે સંતાન તારાં સૌ રહમ કરજે રહમ કરજે. ...અમેઃ-
    પ્રણામ પ્રલાપ પુસ્તકમાંથી
    www.hariommota.org
    9727733400

КОМЕНТАРІ • 6