King of Dang લખેલા રાજા શું કામ ઝુંપડામાં રહે છે?।Linga Rajaનો પરિવાર મજૂરી કરે છે! | Jamawat

Поділитися
Вставка
  • Опубліковано 7 жов 2024
  • અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - / jamawatbydev. .
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    #devanshijoshi #devanshijoshilive #jamawat #gujaratelection2022 #gujaratpolitics #AAP #BJP #Congress

КОМЕНТАРІ • 522

  • @anilgamit2466
    @anilgamit2466 Рік тому +604

    ભલે હવેલી કે મહેલ નથી પણ કદી પણ અંગ્રેજો ની ગુલામી નથી કરી.. એનું ગર્વ છે. જો તેઓ પણ બીજા રાજા ઓ ની જેમ અંગ્રેજો ની ગુલામી સ્વીકારી લીધું હોત તો આજે કદાચ ડાંગ જિલ્લાના સોથી વધુ અમીર વ્યક્તિ હોત. પણ ગર્વ છે... જય આદિવાસી જય પ્રકૃતિ

  • @AamuAdivasi
    @AamuAdivasi Рік тому +221

    આદિવાસી સમાજમાં રાજા અને પ્રજા સરખા જ હોય છે, કોઈ ઊંચ નીચ જેવું નથી હોતું.

  • @vishnurana4365
    @vishnurana4365 Рік тому +136

    કદાચ આ વસ્તુ કોઈ બીજા ન્યૂઝ વાળા કે સરકાર ક્યારે બાર ના આવાદેત સલામ છે બેન તમને આવા સાચા લોકો ની સચાઇ સામે લાવા માટે જય આદીવાસી 🙏🏻🙏🏻

  • @kiranvaza9831
    @kiranvaza9831 Рік тому +82

    દેવાંશીબેને ઘર માં પ્રવેશતા પહેલા ચપ્પલ ઉતાર્યા... ખુબ મોટી વાત. ખુબ સરસ.🙏

  • @bipinparmar1955
    @bipinparmar1955 Рік тому +74

    મારી ગલકુંડ રેન્જનું ગામ......લિંગા.......
    ખુબ જ સરળ સ્વભાવના રજા છે.....એમનો પરીવાર પણ ખુબ જ સરસ છે🙏🏻

  • @vimsmenga1290
    @vimsmenga1290 Рік тому +61

    કોઈ દિવસ આ વાસ્તવિકતા કોઈ લોકલ ન્યૂઝ ચેનલ વાળા એ પણ નથી બતાવી. ધન્ય છે.

  • @mehulkumarthakor2823
    @mehulkumarthakor2823 Рік тому +70

    ખરેખર જેટલું સાદું જીવન તેટલી જ જીવનમાં શાંતિ ને સંતોષ મળે છે.

    • @12MK123
      @12MK123 10 місяців тому

      પણ લોકો સમજી શકતા નથી

  • @pravinaraniya7386
    @pravinaraniya7386 Рік тому +35

    બહેન ત્યાં લોકો નુ એકદમ સાદગી વારુ જીવન છે ખુબ આનંદ ની વાત છે. જય શ્રી કૃષ્ણ

  • @vasavachandu1791
    @vasavachandu1791 Рік тому +46

    આદિવાસી મા રાજા અને પ્રજા સહુ સમાન હતાં એટલે મારા આદીવાસી સમાજ પર ગર્વ છે મને. જય આદીવાસી

  • @rajnikantchauhan11
    @rajnikantchauhan11 Рік тому +28

    ખૂબ જ સરસ બીજા રાજાઓના પણ ઘર પરિવાર ની મુલાકાત લો અને ગુજરાતની જનતા ને એમના વિશે જણાવો.સાચે આદિવાસી પ્રકૃતિપ્રેમી અને ધર્મપ્રેમી લોકો છે આજે પણ પોતાનો ધર્મ જાળવી રાખ્યો છે.🙏🙏

  • @naimeshbhagora7997
    @naimeshbhagora7997 Рік тому +25

    ખુબ ખુબ ધન્યવાદ દેવાંશી બેન આદિવાસી સંસ્કૃતિ નો ઇતિહાસ ઉજાગર કરવા માટે,અને વાસ્તવિકતા નો અનુભવ કરાવવા માટે.
    જય જોહાર🙏🌳⛰️🌽🏹

  • @manilalvasava4708
    @manilalvasava4708 Рік тому +66

    લીંગા રાજા ડાંગ વિસ્તારના મુખ્ય રાજા ગણાય છે
    આદિવાસી પરંપરા મુજબ વારસાગત રાજગાદી પર બેસનાર તમામ રાજા લીંગા રાજા તરીકે જ ઓળખાય છે
    જે ટોપલી મા દેવી દેવતાઓની મૂર્તિઓ છે તે ધાર્મિક પરંપરા પ્રમાણે ઘરની બહાર એટલા માટે રાખવામાં આવે છે કે રાત્રિ ના સમયે દેવો ફરવા જાય છે જેથી ઘરની બહાર રાખવામાં આવે છે અહીં માન્યતા પ્રમાણે દેવી દેવતાઓની મૂર્તિઓ ની કોઈ ચોરી કરી શકતા નથી અને ભૂલેચૂકે કોઈ ચોરી કરી લય જાય તો તેને નુકશાન થાય છે અને મૂર્તિઓ પાછી એની જગ્યાએ પાછી આવી જાય છે

  • @kalpeshpatel9555
    @kalpeshpatel9555 Рік тому +33

    ખૂબ સરસ વાતો અને ઇતિહાસ જે ત્યાં ના રાજા વિશે જાણવા મળ્યું

  • @mr.nareshratangadh
    @mr.nareshratangadh Рік тому +51

    મીઠી વાણી સાથે સચ્ચાઈ, વાહ બેન વાહ

  • @umeshchaudhari1548
    @umeshchaudhari1548 Рік тому +74

    Khub j Sundar devanshiben joshi .amara Dang na રાજવી પરિવાર ની વાસ્તવિકતા બતાવવા માટે અને અંતરિયાળ ગામોમાં કવરેજ કરવા માટે ખુબ ખુબ અભિનંદન..
    રાજવી પરિવાર ની વાસ્તવિકતા આ સત્ય અને હકીકત છે.

  • @parshotamndhapa6802
    @parshotamndhapa6802 Рік тому +34

    ખૂબ જ સુંદર.
    આદિવાસી અને પ્રાચીન રાજા ઓનો ઈતિહાસ જાણીને જ્ઞાન મા વધારો કરવા બદલ દેવાશીબેન જો ષી ખૂબ ખૂબ આભાર....
    કયારેક સૌરાષ્ટ્ર ના ભાવનગર ના અંતરીયાળ ગામડાઓ ખૂદી ઈતિહાસ વાગોળશો તો આનંદ આવશે.

  • @milindpratapthaker6162
    @milindpratapthaker6162 Рік тому +24

    અહીં સ્વાભિમાન છે કે જે છે એમાં સંતોષ છે સ્વતંત્ર જીવન છે અને કોઈ ચિંતા વગર ની પ્રકૃતિ માં મોજ છે અહીં કોઈ ડિપ્રેશન માં નથી જતું કેમ કે બધા ને સરખું જ મહત્વ છે અને ખૂબ જ ઓછી અપેક્ષાઓ સાથે સુંદર જીવન છે આવનારા સમય માં આ સંસ્કૃતિ લુપ્ત થતી જશે
    તમારું કામ ખુબ જ સારૂ છે સલામ છે તમારી હિમ્મત ને અહીં માથું ઊંચું રાખી ને જીવવા વાળા પણ સાચું નથી બોલી શકતા ને તમે નિખાલસ પણે સાચું બોલો છો એ ખૂબ જ સારી વાત છે 🙏🙏

  • @pritpatel8015
    @pritpatel8015 Рік тому +14

    ખુબ જ સરસ માહિતી અમારા સુધી પોંહચાડવા બદલ ખુબ ખુબ આભાર દેવાંશી બેન...

  • @chaudhariyogesh5871
    @chaudhariyogesh5871 Рік тому +13

    ખુબ સરસ મેડમ
    જ્યાં સુરજના કિરણો એ ન જાય.
    ત્યાં કવિ નુ મન જાય....
    જ્યાં ની માહીતી મિડીયા દ્વારા લાવવા બદલ જે હજુ સરકાર ને ન ખબર હોય એવી માહિતી.
    ખુબ ખુબ અભિનંદન.....

  • @25dargahi
    @25dargahi Рік тому +18

    ખુબજ સારી કામગીરી સાથે સારા માં સારું નોલેજ અને પરંપરાઓને ઉજાગર કરી સમાજ અને દેશ ની જનતા સામે લાવવા બદલ ખૂબ ખૂબ આભાર, અને આવી સારી કામગીરી કરતાં રહો અને ઉતારોત્તર તરક્કી કરતાં રહો તેવી શુભેચ્છા સાથે અલ્લાહ થી દુવા છે.

  • @rjpatel332
    @rjpatel332 Місяць тому +1

    આહવા માં શ્રી લાલુભાઇ રહે છૅ તેઓ એ આ અંગે ખુબ અભ્યાસ કર્યો છૅ. તેઓને મળવા જેવું છૅ. તેઓના વિવિધ પ્રશ્નો અંગે અમોએ સરકાર માં રજૂ રાખેલા. ખબર નથી શો નિકાલ થયો. આ લોકો ખુબ નિર્દોષ છૅ જે અનુભવ્યું હશે તેઓ ને સાથે રાખીને વનોનું સંવર્ધન કરવું જોઈએ. જુઓ વીજળી પણ નથી. તેઓના પરિવારનું જીવન જુઓ. આ જંગલ આ રાજાઓને આભારી છૅ. ભલી ભોળી પ્રજા રાજાની વાતો માને છૅ તેથી તેઓને પણ સાથે રાખીને વિકાસ ના કામો કરવા જોઈએ. સરકારે આ રાજાઓ અને ડાંગ અંગે એક કમિશન નિમવું જોઈએ . આ મિત્રોને મળવાનો ઘણી વાર મોકો મળ્યો છૅ. દેવાંશી બેન અને તેઓની ટીમ ને ખુબ જોહાર 👃આર જે પટેલ ias પૂર્વ કલેકટર તાપી

  • @rajeshdamor6466
    @rajeshdamor6466 Рік тому +19

    ડાંગ દરબાર ઊજવવો a બૌ સારી વાત છે પણ એમને સારી વ્યવસ્થા કરી આપો તો બૌ સારું

  • @solankinikulsinh7473
    @solankinikulsinh7473 Рік тому +12

    ખૂબ જ સારા અને ભોડા માણસો એટલે આદિવાસી 👍🏻🙏

  • @abharamvikyani4151
    @abharamvikyani4151 Рік тому +6

    લીગા રાજા નો વૈભવ દેખાડવા બદલ દેવાંશી ખુબ ખુબ આભાર

  • @selludamordamor1648
    @selludamordamor1648 Рік тому +14

    દેવાંશી મેમ ખુબજ પ્રગતિ કરો એવી પ્રાર્થના તમે બહુ પ્રયાસ કરી રહ્યાં છો કે ક્યાંક મોટા માણસો ખૂબ કઠિન પરિસ્થિતિ સહન કરી રહ્યાં છે એમને સરકાર મદદ કરે અને સરસ મકાન બનાવી આપે🙏

  • @kanubhaipatel2631
    @kanubhaipatel2631 Рік тому +16

    ખૂબજ સુંદર વિડિયો બનાવ્યો છે , ધન્યવાદ

  • @nareshsinhchavda9286
    @nareshsinhchavda9286 Рік тому +5

    જય આદિવાસી. જય શ્રી રામ.સાચા રામ ભક્ત અને હનુમાન ને માનનારા આદિવાસી ભાઈ.

  • @arvindoad3542
    @arvindoad3542 Рік тому +16

    મેડમ તમારો સારો પ્રસાય સે તમારી મહેનત તમારી આદિવાસી આલુપ્ત જાતિ ની જાણકારી આપી તમારી દયનિય તમારી આપેલી જાણકારી બહુ સારું લાગ્યું જાણીને નવાઈ પણ લાગી મેડમ પણ તમને ભોળીયો માણસ મળ્યો કોઈ સારોં રિસ્પોન્સ nhi મળ્યો 🙏ગુડ પ્રયાસ

  • @mukeshchaudhari6035
    @mukeshchaudhari6035 20 днів тому

    Devanshiben
    We Aadivasi thankful to U
    That
    U are going to understand
    Our Adivasi culture and Life

  • @travelvlogs6329
    @travelvlogs6329 Рік тому +58

    હું ભારત ના રાજકારણ થી કંટાળી ને મીડિયા ની જોબ છોડી ને કાયમ માટે અમેરિકા આવી ગયો છું. અહી આવો તો જરૂર મુલાકાત લેજો.

    • @vasrammanyavasrammanya4838
      @vasrammanyavasrammanya4838 Рік тому +5

      તમારી પર્સનલ વાત કરવા બદલ ધન્યવાદ મારા ભાઈ

    • @vanaj.s.vadhali3477
      @vanaj.s.vadhali3477 Рік тому

      👍👍

    • @ajebogareeb
      @ajebogareeb Рік тому

      જાણે કેમ અમેરિકા માં કોઈ રાજકારણ વાળા નથી અને કોઈ ગોટાળા નથી. કાગડા બધે કાળા જ હોય. Enjoy.

    • @travelvlogs6329
      @travelvlogs6329 Рік тому +3

      @@ajebogareeb જે અહી રહેતો હોય એને વધુ ખબર હોય.. માટે એના માટે અહી આવવું પડે ભાઈ.. અને હા લોકો અમથા અહી આવવા નથી મથતા.. કારણ કે અહી પૈસા તો છેજ પણ સાથે વાતાવરણ અને ઓછી મહેનત માં વધુ આવક પણ છે અને લોકશાહી નંબર 1 છે.

    • @harsh-jz4jy
      @harsh-jz4jy Рік тому

      સરસ ભાઈ

  • @vmbandhiya9944
    @vmbandhiya9944 Рік тому +12

    જનક એ કોઈ નામ નથી પણ એક પદવી છે.સીતાજી ના પિતા નું નામ જનક ન હતું પણ જનક એક પદવી છે.જેમ કે જામનગર ના રાજા ને જામ અને પોરબંદર ના રાજા ને રાણા કહેવાય છે.

  • @panchabhaichavda5
    @panchabhaichavda5 Рік тому +117

    શિક્ષણનો અભાવ ખુબ ખૂંચે છે અને વિકાસનો અભાવ પણ 😔

    • @promathews
      @promathews Рік тому +4

      Nature kadi nahi khute AA area ma.. 😍😍

    • @HiteshPatel-ox9ng
      @HiteshPatel-ox9ng Рік тому +1

      Siksan to che j ni. Pan transleter lay jawu pade

    • @dipakbhaivyas4083
      @dipakbhaivyas4083 Рік тому +1

      સાલિયાણા ની રકમ વધારી આપવી જોઈએ.

    • @pradip__kharadi
      @pradip__kharadi Рік тому

      ​@@HiteshPatel-ox9ngતમને એમની ભાષા નથી આવડતી એ તમારી ભૂલ છે એમની નહિ

    • @varshaparmar8252
      @varshaparmar8252 Рік тому

      શિક્ષણ વગર પણ કેટલા ભોળા લોકો છે તે સારું નઈ?

  • @buvalindradev2827
    @buvalindradev2827 Рік тому +2

    સાદું જીવન ઉચ્ચ વિચાર એજ આદિવાસી સંસ્કૃતિ છે જય જોહાર

  • @jaydeeprathod2057
    @jaydeeprathod2057 Рік тому +3

    ખુબ સરસ,રસપ્રદ
    અને વધુમાં આજ વિડીયો લિંગાનાં રાજા અને રાણી સાથે વાર્તાલાપમાં હોય તો ઘણુબધું જાણવા મળત જે વાતો એમના છોકરાને ખબર નથી.

  • @dhavalrankja7111
    @dhavalrankja7111 Рік тому +6

    ખૂબ સુંદર દેવાંસી મેમ તમે ખૂબ પ્રગતિ કરો એવી ભગવાન પાસે અમે તમારા સારા કાર્ય માટે પ્રાર્થના કરીશુ

  • @Educationonly123
    @Educationonly123 4 місяці тому +2

    બેન શ્રી માટે બોલવા માટે મારી પાસે શબ્દો નથી!અદ્ભૂત કામ.....

  • @governmentjobscurrenaffairs
    @governmentjobscurrenaffairs Рік тому +4

    @8:06 એ ની આપે....સરળતા થી ભળી ગયા દેવાંશીબેન..ખૂબ સરસ

  • @bhaveshthakordiyodar6339
    @bhaveshthakordiyodar6339 Рік тому +8

    મજા આવી ગઈ દેવાંશી બેન 🙏🙏🙏👍👍👍

  • @dineshparikh2933
    @dineshparikh2933 Рік тому +8

    Fantastic, I was watching in US at the middle of the night. Amazing . Thanks to all .

  • @ramanbhairathva4610
    @ramanbhairathva4610 Рік тому +4

    જમાવટ તો ખરેખર જમાવટ કરી છે. ખુબ સારુ કલેકશન કરી રહ્યા છો.

  • @mksedit3625
    @mksedit3625 Рік тому +3

    હા..મને ગર્વ છે...હું પણ આજ લિંગા સ્ટેટ ની અંદર આવતું એક ગામ નો નિવાસી છું....

  • @Loinofgir
    @Loinofgir Рік тому +7

    ગેસ ની બોટલ આપવો... સાચા જરૂરિયાત મંદ તો આ જ છે

  • @jaychuhan.1111
    @jaychuhan.1111 Рік тому +22

    ખુબજ સરસ વિડિયો હતો. પણ બેન તેમને education નથી મળિયું અથવા તો તે પાછળ રહી ગયા હસે એટલે આદિવાસી સમાજ ના રાજા હાલ ખુબજ વિકટ પરિસ્થિતિમાં જીવે છે બાકી રાજસ્થાન નાં રાજા હોય કે આપડા ગોંડલ ના રાજા હોય તેમને પાસે હાલ પણ ખુબજ જમીન જાગીર છે તેનું કારણ education છે સમય સાથે કદમ મિલાવી ને ચાલિયા છે. એટલે બાકી આપડા આદિવાસી સમાજ મા education નાં મળવા ના કારણે તેમની આવિ હાલત છે..

    • @pradip__kharadi
      @pradip__kharadi Рік тому

      તમે શિક્ષણ ની વાત કરી એ ખૂબ સારી વાત છે પણ તમને એકલવ્યની વાત તો ખબર જ હશે શિક્ષણ કઈ રીતે લેવું પડ્યું તું એમ.

    • @sanjaybhil5763
      @sanjaybhil5763 Рік тому +2

      @@pradip__kharadi એજ મોટી વાત છે ભાઈ બાકી આપણો સમાજ આજે પાછળ નહિ હોત.

    • @pradip__kharadi
      @pradip__kharadi Рік тому +1

      @@sanjaybhil5763 હા અને હાલ ની પરિસ્થિતિમાં પણ આદિવાસી વિસ્તારની શાળાઓની હાલત જોઈને ખબર પડી જસે કે એનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ ની ગુણવત્તા કેવી હસે એમ બાકી ખાનગી શાળાઓની ફીસ એટલી છે કે એમાં મોટાભાગના આદિવાસી લોકો ના પરિવારો ના બાળકો ને પરવડી શકે તેમ નથી એટલે એમની જોડે મજૂરી કરીને કમાવા સિવાય બીજો કોઈ રસ્તો હાલ પણ ઉપલબ્ધ નથી.

  • @zalabhratsinh2024
    @zalabhratsinh2024 Рік тому +1

    બહુજ સરસ ઇન્ટરવ્યુ લીધો દેવાંશી બેન
    જય માતાજી.ઝીંઝુવાડા.

  • @hajamodhavadiya2367
    @hajamodhavadiya2367 Рік тому +5

    આ બાબતે આપની ચેનલ દ્વારા જાણકારી પ્રદાન કરવા બાબત ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ દેવાશીં બેન

  • @manubhaivankar7164
    @manubhaivankar7164 5 місяців тому

    દેવાંશી શ્રી પહેલા તો આ ઇતિહાસ જાણી ને જીવનની સાદગી જોઈ માણસાઈ સમજાય છે,,, તમારી પત્રકારિતા ધન્યવાદ ને પાત્ર છે,,,,,

  • @ShilaeshVaghela
    @ShilaeshVaghela Рік тому

    ખુબ સરસ સામાન્ય જીવન જીવી રહ્યા છે આદિવાસી દિવ્યાંશી બેન તમારું રિપોર્ટિંગ ખુબ સરસ

  • @jnkatara9751
    @jnkatara9751 Рік тому +2

    Jay Johar 🙏🏹
    Jay ho
    Dang's King 5
    14 Nayaks
    Salute to all

  • @vipulbagul497
    @vipulbagul497 Рік тому +2

    ડાંગ જિલ્લાની મુલાકાત બદલ ખૂબખૂબ આભાર મેમ

  • @narendramakwana8429
    @narendramakwana8429 Рік тому +8

    આપણે કંઈ નથી કરી શકતા ne હવે ખ્રિસ્તી ધર્મ ની સ્કૂલ ને ધર્માંતર ની પ્રવૃતિ જોરદાર ચાલે છે.i visited Last year

  • @sanjivupadhyay5110
    @sanjivupadhyay5110 Рік тому +10

    દેવાંશી.!
    નાના નાના રજવાડા પણ આપણાં ગુજરાતમાં ઘણા છે, એમના વિશે પણ જાણકારી મેળવી ને લોકોને બતાવો

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 Місяць тому

    Khub saras devanshi ben tame khub sundar mahiti aapi devanshi ben atayar sudhi koi aadivasi Raja ni information aapi nthi tamane khub khub abhinandan Jay Johar Jay aadivasi

  • @vvishnubhabhor2288
    @vvishnubhabhor2288 Рік тому +1

    Dhanya ho

  • @ashishlahri5225
    @ashishlahri5225 Рік тому +1

    Tamaro khub khub abhar. Amara. Dang na Rajvio na Jivan vise janavta so

  • @sandipkumarpatel9374
    @sandipkumarpatel9374 Рік тому +3

    Beautiful News Anchor..loves ur voice, gestures and expression..fall in love with those qualities

  • @LaxmanbhaiDevshibhai
    @LaxmanbhaiDevshibhai Місяць тому +1

    જય દ્વારકાધીશ

  • @rajeshdamor6466
    @rajeshdamor6466 Рік тому +23

    એમને સરકાર સારું ઘર બનાવી આપે તો બૌ સારું

  • @yogeshthakre276
    @yogeshthakre276 Рік тому +10

    The Real Life of Indigenous people who lives life as a traditional, I hope that you must focus on education of Dang. They must need education. Most of the boarders villages of Dang there children do not get education. Thank you🙏🙏🙏.

  • @nareshdabhadia4139
    @nareshdabhadia4139 5 місяців тому

    વાહ, તમારી કામગીરી ને ધન્યવાદ, દેશ દુનિયા ની ત્રીજી મહાશક્તિ બનવા જઈ રહ્યો છે ત્યા રાજા ની આવી સ્થિતિ છે તો પ્રજા ક્યા છે ? કદાચ આદિમાનવ ની જેમ તો નહી રહેતી હોય.

  • @milkdistrictfarmer
    @milkdistrictfarmer Рік тому

    ઘણીજ સરસ માહિતી મેળવી જે જનતા સમક્ષ મૂકવા બદલ ધન્યવાદ આપની મહેનત ને ખુબ ખુબ ધન્યવાદ

  • @vikramrajgor1197
    @vikramrajgor1197 Рік тому +2

    જય શ્રી સ્વામિનારાયણ ભગવાન

  • @kavirajgadhaviofficial7505
    @kavirajgadhaviofficial7505 Рік тому +3

    વા જય હો ઘણી ખમ્મા બાપ જય હો યુવરાજ ઓલા ક્રોસ વાળા થી ચેતી ને રેજો તમે ને પ્રજા ને પણ ચેતવ જો બાપ......

  • @kumadraharibhai1123
    @kumadraharibhai1123 Місяць тому

    અદ્ભુત વર્ણન કર્યું બેન સરસ રીતે કવરેજ કરવા માટે અભિનંદન પાઠવું છું બેન

  • @virajvankar832
    @virajvankar832 4 місяці тому +1

    6:48 my heart was broken :(

  • @patelyogeshs932
    @patelyogeshs932 Рік тому +4

    સચ્ચાઈથી ભરપૂર ખૂબ જ સરસ માહિતી

  • @sardarsinhsolanki3164
    @sardarsinhsolanki3164 Рік тому +1

    ખુબજ સરસ વિડીયો બનાવ્યો છે દેવાશીબેન આદિવાસી સમાજ વિશે સરસ માહિતી આપી તમારો વિડીયો હંમેશા અમે જોઇએ છીએ આભાર બેન

  • @jyotish-1395
    @jyotish-1395 Рік тому +6

    अभिनंदन आज आपने राजा की हिस्ट्री दिखाई

  • @sunilmvkgujaratsunilmvkguj2927
    @sunilmvkgujaratsunilmvkguj2927 11 днів тому +1

    Good good very good videos and Daang darbar 👍👍👌👌👍👍👌👌💚💜💗💓💖❤💛🖐🖐🖐🙏🙏🙏

  • @SanjayParmar-it2bx
    @SanjayParmar-it2bx Рік тому

    Bahuj sarash dhany chea tamari janetanea🙏🙏🙏🙏🌷

  • @Harshivshambh
    @Harshivshambh Рік тому +4

    This people still pure souls ❤ God keep them happy always ❤

  • @bhaveshvasava743
    @bhaveshvasava743 Рік тому +4

    જય જોહાર.. જય આદિવાસી 🙏🏿

  • @travelvlogs6329
    @travelvlogs6329 Рік тому +4

    ખૂબ સરસ બેન...માંડલ ના માંડલિક રાજા અને તેના મહેલ અને તે ગામ ના ફરતે જે દરવાજાઓ આવેલા છે તે બધા પર એપિસોડ બનાવો. માંડલ, વિરમગામ પાસે આવેલ છે. અને અમેરિકા આવો ત્યારે અમારા ત્યાં ખાસ આવજો.

    • @NARESHKUMAR-pq4fu
      @NARESHKUMAR-pq4fu 6 місяців тому

      Mare avu che hu ahiya politics thi kntadyo chu

  • @jayeshkavithia1223
    @jayeshkavithia1223 Рік тому +2

    બેન ને ખુબજ ધન્યવાદ🙏

  • @vandanagamit3784
    @vandanagamit3784 6 місяців тому +1

    જુઓ જે આદિવાસી નેતા હોવા છતા તેમની પરિસ્થિતિ આવી છે હજુ ધણા આદિવાસી ની પ રિસ્થિતી.આવી જ છે તેથી જ આરક્ષણની જરૂરછે

  • @nileshjamod4775
    @nileshjamod4775 Рік тому

    ખુબ સરસ, god bless you - Jamawat
    -Botad

  • @AbcXyz-qh6eh
    @AbcXyz-qh6eh Місяць тому

    ખુબ સરસ

  • @manubhaivankar7164
    @manubhaivankar7164 5 місяців тому

    ગરીબી છે ,સાથે શાંતિ અને સંતોષ નો અહેસાસ થાય છે,,આ માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ અભિનંદન

  • @N_e_h_a_l..
    @N_e_h_a_l.. Рік тому +2

    Welcome to the dang devanshiben🙏

  • @mahavirdancharan9206
    @mahavirdancharan9206 Рік тому +2

    રજવાડું ભલે ના હોય પણ સ્પિરીટ રાજા ને હોવી જોઈએ બેન રાજા વારસાઈ માં નઈ પણ પ્રજહિત માં હોય છે

  • @popatgalaji4981
    @popatgalaji4981 Місяць тому

    I am proud my trible society because the king and the people were iqual

  • @morimukesh6735
    @morimukesh6735 Рік тому +2

    Khub j sras batavyu ben tme....koi ground level pr jaine kai rite aabu batavi ske a tme aaj badhane example puru pado cho....thank you...❣️🙏

  • @kalariyadignesh5476
    @kalariyadignesh5476 5 місяців тому

    તમે ખુબ સરસ રિયલ પત્રકારત્વ નિભાવી રહ્યા છો 🙏. તમને નમન

  • @manishrathod1511
    @manishrathod1511 Рік тому +1

    Mari Ben nice information 🙏🙏🙏
    Hu tya jaay ne ayvochu.
    Love you sister 🙂🙂🙂

  • @ambedkarvadi.....3092
    @ambedkarvadi.....3092 6 місяців тому +1

    આજ ના નેતા રાજા જેમ પોતાના ઘર નથી ભર્યા નહીંતર આજ અલગ મહેલ હોય...

  • @monikasingh-pq9vk
    @monikasingh-pq9vk 7 місяців тому

    ખુબ ખુબ ધન્યવાદ દેવાંશીબેન

  • @fxakaxgkv7332
    @fxakaxgkv7332 5 місяців тому

    દેવાંશી બહેન તમારો વિડિયો યુટ્બ બહુ જોવાની મજા આવે

  • @vasavamitesh6685
    @vasavamitesh6685 Рік тому +3

    🇮🇳 jai hind 🚩 jay aadivasi 🏹⚔️

  • @kiritmodhavadiya7475
    @kiritmodhavadiya7475 Місяць тому

    દેવાંશી બેન સુપર વિડિયો 🎉🎉🎉

  • @gamitjignesh3074
    @gamitjignesh3074 Рік тому +2

    Media nu Kam jamavat kare j chhe..sarkar dhyan nathi apti e j batave chhe...thanks devanshi ben

  • @rinkudodha2117
    @rinkudodha2117 Рік тому +1

    Jay johar Jay Aadivasi 🌾🏹❤️

  • @katodiyanajabhai8687
    @katodiyanajabhai8687 Рік тому +1

    jay ho lingaraja jay ho janakraja

  • @ashishbhatt001
    @ashishbhatt001 Рік тому +1

    Jai swaminarayan ban

  • @Ahir_V.K.
    @Ahir_V.K. 6 місяців тому

    ખુબ સરસ, ખુબ સરસ જાણવા જેવું છે.❤

  • @lashugamit5916
    @lashugamit5916 7 місяців тому +1

    સુન્દર વિડીયો બનાવવા બદલ ધન્યવાદ

  • @patilyogesh4341
    @patilyogesh4341 Рік тому +5

    Gas no labh medam economy weaker section (ews) jevo che ...... Dekhay tene malto nathi ane jena Na malvo joiye tene male che

  • @sanatanipandit.
    @sanatanipandit. Рік тому +1

    वाह દેવાંશી....
    ❤❤

  • @mohannaik8421
    @mohannaik8421 5 місяців тому

    Respected Madam God Bless You

  • @satishpatel8990
    @satishpatel8990 6 місяців тому +1

    આ રાજા ખુબ ઈમાનદાર હશે

  • @GDvlogs738
    @GDvlogs738 Рік тому +2

    જય હો ડાંગ કે દરબાર કી

  • @Truthsoul2152
    @Truthsoul2152 Рік тому +2

    O bahen , Kamal chho tame , salute to you.