II SHRIMAD BHAGWAT KATHA II PU.VIVEKSAGAR SWAMI PART-24

Поділитися
Вставка
  • Опубліковано 8 кві 2022
  • II SHRIMAD BHAGWAT KATHA II PU.VIVEKSAGAR SWAMI PART-24 #baps #bhagvatkatha #viveksagarswami
    આપણી સંસ્કૃતિ ના આધાર સ્થંભ એવા શાસ્ત્ર,મંદિર અને સંત માં આપણાં હિન્દૂ ધર્મ ના પૌરાણિક ગ્રંથો નું બહુ અનેરૂ યોગદાન છે, તેમાં પણ અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત નું વર્ણન પણ અનેક શાસ્ત્રો માં છુપાયેલું પડ્યું છે,
    મનુષ્ય જીવન માં જીવન જીવવાની કળા આપણને જો કોઈ પૌરાણિક ગ્રંથ શીખવતું હોય તેમજ જે ગ્રંથમાં અક્ષરપુરુષોત્તમ નો સિદ્ધાંત સમાયેલો છે તે છે શ્રીમદ ભાગવત ગ્રંથ,
    આ ગ્રંથ માં આદર્શ ભક્તો ના ચરિત્રો વર્ણવવામાં આવ્યા છે, પછી તેમાં બાળ ભક્ત ધ્રુવ હોય કે પ્રહલાદ, નારી રત્નો માં માતા કુંતાજી હોય કે દ્રૌપદી જી, અંબરીશ મહારાજ અદિક તમામ હિન્દૂ ધર્મો ના આદર્શો ની કથા આ ગ્રંથ માં આવે છે, આ ગ્રંથ ની વિશેષતા એ છે કે આ ગ્રંથમાં આધ્યાત્મિક ઊંચાય સુધી એટલે કે એકાંતિક ધર્મ સિદ્ધ કરવા માટે નું માર્ગદર્શન કે જેમાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ ની યથાર્થ સમજણ આ ગ્રંથ માંથી પ્રાપ્ત થાય છે,
    લૌકિક જીવન માં ઉપયોગી એવા મોક્ષ પ્રાપ્તિ, અર્થ પ્રાપ્તિ, ધન પ્રાપ્તિ તેમજ પુત્ર પ્રાપ્તિ આદિક અનેક પ્રાપ્તિ માટે ની રીત પણ બતાવવામાં આવી છે,
    જો કોઈ વસ્તુ નો અતિરેક થાય , ધર્મ ને બાજુ માં મૂકી અધર્મ નું આચરણ કરવામાં આવે તો ઇન્દ્ર તો શું પણ ભગવાન ના પુત્ર ની પણ સદગતિ થતી નથી તે વાત ને પણ સ્પષ્ટ રીતે આ ગ્રંથ માં જણાવવામાં આવી છે..
    ગ્રંથ ની નીં ઉત્પત્તિ નું કારણ પણ વિશેષ છે, ભગવાન વ્યાસ જી એ અનેક શાસ્ત્રો અને પુરાણો લખ્યા પણ અંતર માં શાંતિ ના થાય એટલે નારદજી ના કહેવાથી ભગવાન અને ભક્તો ના આખ્યાન રૂપી શાસ્ત્ર ની રચના કરી અને તેમને શાંતિ થઈ,
    એવા આ ગ્રંથ માં કુલ ૧૨ અધ્યાય છે અને કુલ ૧૮૦૦૦ શ્લોકો નો વિશાળ આ ગ્રંથ છે, આપણને આ ગ્રંથ વાંચવાનો સમય પણ કદાચ ના મળે પરંતુ આ ગ્રંથ ના ઊંડા અભ્યાસી અને વાચસ્પતિ ની ડીગ્રી પ્રાપ્ત કરીને તે ગ્રંથ ના નિચોડ રૂપ અમૃત સમાન પ્રગટ ભગવાન ને ઓળખીને એમની સેવા નો અને રાજીપા નો અઢળક રાજીપો પ્રાપ્ત કર્યો છે તેવા સદગુરૂ વર્ય પૂજ્ય વિવેકસાગર સ્વામી ના શ્રી મુખે, એમની અસ્ખલિત વાણી નો લાભ શ્રીમદ ભાગવત પારાયણ વિષયક પારાયણ દ્વારા પ્રાપ્ત કરીયે અને એમાંથી પ્રેરણા લઈ આપણા જીવન ને પણ પ્રગટ ભગવાન અને સંત ના ચરણ માં અર્પણ કરી ઉચ્ચતમ જીવન જીવવાની પ્રેરણા પ્રાપ્ત કરીયે....

КОМЕНТАРІ •