નાવમાં બેઠા લખમણ રામ | ગંગાજી તમે ધીરે હાલો | Navama Betha Lakhaman Ram | ભજન નીચે લખ્યું છે

Поділитися
Вставка
  • Опубліковано 11 чер 2024
  • નાવમાં બેઠા લખમણ રામ | ગંગાજી તમે ધીરે હાલો | Navama Betha Lakhaman Ram | ભજન નીચે લખ્યું છે
    --------------------------------------------------
    ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો
    નાવમાં બેઠા છે લક્ષ્મણ રામ
    ગંગાજી તમે ધીરા હાલો ...
    ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો
    તમે ગૌતમ ઋષિના હાથ ઝાલ્યા હતા
    તમે અહલ્યાનો ઉદ્ધાર કર્યો હતો
    ધન્ય ધન્ય અહલ્યા ના ભાગ્ય
    ગંગાજી તમે ધીરા હાલો
    ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
    તમે જનકપુરીમાં આવ્યા હતા
    તમે શિવજીનું ધનુષ ભાંગ્યું હતું
    ધન્ય ધન્ય સીતાજી ના ભાગ્ય
    ગંગાજી તમે ધીરા હાલો
    ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
    તમે ગંગા કિનારે આવ્યા હતા
    તમે કેવટ ની નાવ માં બેઠા હતા
    ધન્ય ધન્ય કેવટ ના ભાગ્ય
    ગંગાજી તમે ધીરા હાલો
    ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
    તમે શબરી બાઈના આશ્રમે આવ્યા હતા
    તમે શબરીબાઈના એઠા બોર ચાખ્યા હતા
    ધન્ય ધન્ય શબરી ના ભાગ્ય
    ગંગાજી તમે ધીરા હાલો
    ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો
    તમે કીષકીંધામાં આવ્યા હતા
    તમે વાલી વાનરને માર્યો હતો
    ધન્ય ધન્ય સુગ્રીવ ના ભાગ્ય
    ગંગાજી તમે ધીરા હાલો
    ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
    તમે લંકા તે ગઢમાં આવ્યા હતા
    તમે રાજા રાવણને માર્યો હતો
    ધન્ય ધન્ય વિભીષણ ના ભાગ્ય
    ગંગાજી તમે ધીરા હાલો
    ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...
    તમે ભક્તોને દર્શન દીધા હતા
    ધન્ય ધન્ય ભક્તોના ભાગ્ય
    ગંગાજી તમે ધીરા હાલો
    નાવમાં બેઠા છે લક્ષ્મણ રામ
    ગંગાજી તમે ધીરા હાલો
    ધીરે ધીરે ગંગાજી તમે ધીરા હાલો ...

КОМЕНТАРІ • 2

  • @balyaraghubhai6120
    @balyaraghubhai6120 Місяць тому +2

    ખુબ સરસ ગીત ગાયુ ❤🎉