સૂર્ય તે વંશમાં દીવો રે પ્રગટ્યો 🪔||લખેલું આપેલ છે||Surya te vansh maa divo Pragatiyo

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • સૂર્ય તે વંશમાં દીવો રે પ્રગટ્યો 🪔||લખેલું આપેલ છે||Surya te vansh maa divo Pragatiyo
    સૂર્ય તે વંશમાં દીવો રે પ્રગટ્યો અવધમાં અંજવાળા થાય
    વાલો મારો અવધમાં આવ્યા
    રાજા દશરથ ને ઘેર રામ પ્રગટ્યા ચાર ચાર ભાઈની સંગાથ વાલો મારો અવધમાં આવ્યા...
    ચારે ભાઈ સંગાથે આંગણિયે ખેલે દશરથજી જોઈ હરખાય વાલો મારો અવધમાં આવ્યા
    કૈલાશમાં શિવજીને સમાધિ નો લાગે અવધમાં રામજી દેખાય વાલો મારો અવધમાં આવ્યા...
    મદારી રૂપે આવ્યા મહાદેવજી સાથે હનુમાન નાનું બાળ
    વાલો મારો અવધમાં આવ્યા
    અવધમાં આવીને ખેલ જ નાખીયો ડમરું વગાડે મહાદેવ
    વાલો મારો અવધમાં આવ્યા...
    ચારેય ભાઈ સંગાથે દશરથ નીસર્યા શેરીએ રમવાને જાય
    વાલો મારો અવધમાં આવ્યા
    માતા કૌશલ્યા જમવા બોલાવે જમવા આવો ને ચારેય ભાઈ
    વાલો મારો અવધમાં આવ્યા...
    માસ બે માસ માતા મદારીને રોકો તો જ હું જમવા બેસું
    વાલો મારો અવધમાં આવ્યા
    માસ બે માસ માતાએ મદારીને રોક્યા સાંભર્યું કૈલાશધામ
    વાલો મારો અવધમાં આવ્યા...
    કૈલાશમાં આવ્યા ત્યારે પાર્વતીએ પૂછ્યું ક્યાં હતા માસ બે માસ?
    વાલો મારો અવધમાં આવ્યા
    અવધમાં મારા પરિબ્રહ્મ પ્રગટ્યા ત્યાં હતા માસ બે માસ
    વાલો મારો અવધમાં આવ્યા...
    માથે લીધો ટોપલો ને ચાલ્યા પારવતી માથે રમકડા સોહાય
    વાલો મારો અવધમાં આવ્યા
    અવધની શેરીએ સાદ પડાવે રમકડા લ્યો ને નાના બાળ
    વાલો મારો અવધમાં આવ્યા...
    માતા કૌશલ્યા રમકડા જોવે રામ લાગ્યા લળી લળી પાય
    વાલો મારો અવધમાં આવ્યા
    સૂર્યવંશમાં દીવો રે પ્રગટ્યો અવધમાં અંજવાળા થાય
    વાલો મારો અવધમાં આવ્યા...
    #prakriyavoice
    #સૂર્યતેવંશમાંદીવોરેપ્રગટ્યો
    #રામ નું પ્રાગટ્ય
    #રામનવમીસ્પેશિયલ
    #ઓખાહરણ
    #શિવભજન
    #દ્વારકાધીશજોરદારભજન
    #હેમંતચૌહાણનાભજન
    #કૃષ્ણભજન
    #રામભજન
    #ભક્તિગીત
    #સત્સંગ
    #ભજનસંતવાણી
    #ભજન
    #gujaratibhajan
    #bhaktigeet
    #bhajan-kirtan-satsang
    #kirtan
    #bhavnabhajan
    #bhaktiaahir
    #કીર્તન
    #Vasantben_Nimavat
    #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet
    #Satsang_Kirtan
    #Bhajan_Kirtan
    #વસંતબેન_નિમાવત
    #ગુજરાતી_કીર્તન
    #ભક્તિ_સંગીત

КОМЕНТАРІ • 2

  • @user-jy2qw7vr8i
    @user-jy2qw7vr8i 4 місяці тому +4

    ખુબ સરસ ગાયુ બેનો જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @Visu-ef9ij
    @Visu-ef9ij 4 місяці тому

    ખુબ સરસ ભજન ગાયું તમે બહેનો❤❤❤