પાકે તોય મીઠા નો થાય|| કીર્તન નીચે લખેલ છે|| satsang na sur

Поділитися
Вставка
  • Опубліковано 16 вер 2024
  • ભોલા ભાઇ ધૂન વાળા
    મો. 6353313973
    * કીર્તન *
    આતો કડવા વેલા ના કડવા તુંબડા,
    એતો પાકે તોય મીઠા નો થાય આ મનના મેલા તુંબડા,
    ભલે ચાર ચાર ધામની જાત્રા કરો,
    એના મન પવિત્ર નો થાય, આ મનના મેલા તુંબડા
    ભલે ગંગા ને જમના માં ડુબકી મારો,
    તોય મનડા નો મેલ નો ધોવાય, આ મનના મેલા તુંબડા
    ભલે ટીલા ને ટપકાં ભાલે રે કરે,
    એના કપાળે થી કલંક નો જાય, આ મનના મેલા તુંબડા
    ભલે સાધુ જમાડે ભલે સંત જમાડે,
    એના ભૂખ્યા ટળવળે માં બાપ, આ મનના મેલા તુંબડા
    ભલે સાંભળે કથા ને સાંભળે રામાયણ,
    એતો સાંભળે નઈ માં બાપ ની વાત, આ મનના મેલા તુંબડા
    આતો કડવા વેલા ના કડવા તુંબડા

КОМЕНТАРІ • 17