Good parents kaise bane
Вставка
- Опубліковано 8 лют 2025
- Good parents kaise bane
પંચમહાલ જિલ્લાના હાલોલ રેલ્વે સ્ટેશન ઉપર આજથી 24 વર્ષ પૂર્વે ભીખ માંગતા બાળકોને આશ્રય આપી ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર આપવાના હેતુથી શરૂ થયેલ સંસ્થાની શાળા જિસસ એન્ડ મેરી ઈંગ્લીશ એન્ડ ગુજરાતી મીડિયમ સ્કૂલ, હાલોલ ખાતે વાલી, વિધાર્થી અને શિક્ષકો માટેના વર્કશોપમાં ભાગ લીધો.પાવાગઢ તીર્થ સ્થળ પાસે આવેલી કુદરતના સાનિધ્યમાં પાંગરેલ શાળામાં એડવાઇઝરી કમિટીના સભ્ય નાતે શિક્ષકો સાથે પણ મન મૂકી સંવાદ કર્યો.
આજે સંસ્થામાં આસપાસના ગ્રામીણ વિસ્તારના મહતમ બાળકો હોસ્ટેલમાં રહી સંસ્કારી શિક્ષણ મેળવી રહ્યા છે. ઓછી ફી માં ઉત્તમ શિક્ષણ આપતી સંસ્થાના આચાર્ય સિસ્ટર મેરીના હૃદયમાં નમ્રતા અને સચ્ચાઈ ભારોભાર ભરેલી છે અને એટલે જ વાલીઓ દૂર દૂરથી અહીં શિક્ષણ માટે બાળકોને મોકલે છે.
આ સેમિનારમાં મને અને પ્રીતિને "હાલોલ -પંચમહાલ પંથકની સ્થાનિક, પારિવારિક સમસ્યાઓ અને વાલીઓ દ્વારા બાળકોનું સંસ્કારી જતન"વિષયને આવરી લઈ અનુંસંધાન સાધવાની તક મળી.
સાચે જ અહીંના બાળકો, વાલીઓ અને શિક્ષકોમાં પરસ્પર નમ્રતા, લાગણી અને પ્રેમ અઢળક છે એટલે ક્યાંય વિવાદ કે અસંતોષ નથી. આર્થિક સંઘર્ષ વચ્ચે ઉચ્ચ કોટીનું શિક્ષણ એ વાલી અને સંસ્થા બન્ને પક્ષે માંગ છે. સંસ્થા પણ આર્થિક સમસ્યા વેઠી રહી છે પણ સમાજના ટેકે વહી રહી છે.કોઈ ઈચ્છે તો સંસ્થાને બળ પૂરું પાડી શકે છે. અહીં સેવારત યુવા વહીવટી નિષ્ણાંત સૂચિત અને અન્ય શિક્ષકોની ટીમ ખભે ખભા મિલાવી શાળા માટે જીવ રેડી રહ્યા છે.અહીં અર્પેલ દાન ઉગી નીકળશે.
#motivation #Good parents kaise bane #halolschool, #viral #shaileshrathod #drpritirathod, #education #parenting ##good parent's, #role of parents #good schools,#education seminar parenting
ખુબજ સચોટ, અસરકારક. જીવન ઉપયોગી ભાથું પીરસ્યું
thank you so much 🙏🏻💐