જીવ શાને ફરે છે ગુમાન માં તારે રેવું ભાડા ના મકાન મા || ભજન નીચે લખેલું છે|| Ghanshyam Kapopara||
Вставка
- Опубліковано 11 січ 2025
- જીવ શાને ફરે છે ગુમાન માં તારે રેવું ભાડા ના મકાન મા || ધૂન મંડળી Ghanshyam Kapopara||
તારે રેવું ભાડાના મકાન માં
જીવ શાને ફરેછે ગુમાન માં તારે રેવું ભાડાં ના મકાન માં
સ્વારથ કાજે તુ કાયમ ફરતો, પરમાંરથ ના કામ નથી કરતો
તને રસ નથી ધણીજીના ધ્યાન માં ...તારે રેવું ભાડાના મકાન માં
ખોળિયું એકદી ખાલી કરવું પડશે,સગા ને વાલા તારી પોક મૂકી રડશ
તને જમડાં કહી જશે કાનમાં ...તારે રેવું ભાડાના મકાનમાં
કાચી માટીની કાયા આ તારી,આખરે ધૂળમાં ધૂળ થવાની
તોયે રસ તને રંગ ને રોગાન માં..તારે રેવું ભાડાના મકાન માં
બંગલા ને મોટર ભલે હોય તારે,માલ ખજાના તારા હરે નહીં આવે
તારે આખર જાવું શમશાન માં..તારે રેવું ભાડાના મકાન માં
ધામ ધણી કહે ચેતી જા જીવડાં,જાવાના દિવસો આવી ગયા ઢુંકડા
તને ધણી જી સમજાવે છે શાનમાં.. તારે રેવું ભાડાના મકાન માં
સુંદર સાથજી ના ચરણોમાં પ્રણામ