PM Surya Ghar Muft Bijli Yojana Gujarat: ભારત સરકાર આ યોજનામાં રૂપિયા 78,000 સુધીની સહાય આપી રહી છે

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • PM Surya Ghar Muft Bijli Yojana Gujarat: ભારત સરકાર આ યોજનામાં રૂપિયા 78,000 સુધીની સહાય આપી રહી છે, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી
    PM Surya Ghar Muft Bijli Yojana Gujarat: ભારત સરકાર આ યોજનામાં રૂપિયા 78,000 સુધીની સહાય આપી રહી છે, જાણો યોજનાની સંપૂર્ણ માહિતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2024માં શરૂ કરવામાં આવેલી “PM સૂર્ય ઘર મફત વીજળી યોજના”નો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં મફત વીજળી પૂરી પાડવાનો છે. આ યોજના એવા વિસ્તારો પર ફોકસ કરે છે જ્યાં વીજળીની ઉપલબ્ધતા ઓછી છે. આ યોજના હેઠળ, લોકો તેમની છત પર સોલર પેનલ્સ ઇન્સ્ટોલ કરી શકે છે, જે તેમને 300 યુનિટ સુધી મફત વીજળી આપશે. તેનાથી તેમને ભારે વીજળી બિલમાંથી રાહત મળશે. આ યોજનાનો બીજો મોટો ફાયદો એ છે કે તે સ્વચ્છ અને હરિયાળી ઉર્જાને પ્રોત્સાહન આપે છે, જેનાથી પર્યાવરણનું રક્ષણ થાય છે અને દેશને ઉર્જા આત્મનિર્ભર બનવામાં મદદ મળે છે.
    પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં સસ્તી અને સતત વીજળી પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ, લોકો તેમની છત પર સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરી શકે છે અને 300 યુનિટ સુધી મફત વીજળીનો ઉપયોગ કરી શકે છે.
    આ યોજનાથી પરિવારોને ભારે વીજળી બિલમાંથી રાહત મળશે. 300 યુનિટથી વધુ વીજળીના વપરાશ માટે માત્ર નજીવા ચાર્જ ચૂકવવાના રહેશે. વધુમાં, આ યોજના સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપે છે, જે પર્યાવરણનું પણ રક્ષણ કરશે. સૌર ઉર્જાનો ઉપયોગ અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડશે, જે દેશને ઉર્જા આત્મનિર્ભર બનવામાં મદદ કરશે.
    યોજનાની ઓફિશ્યિયલ વેબસાઈટ દ્વારા જાણવા મળેલ માહિતી અનુસાર, આ યોજના માત્ર ભારતીય નાગરિકો માટે છે. અરજદારની આવક રૂ. 6 લાખથી ઓછી હોવી જોઈએ અને સરકારી પગારદાર કે પેન્શનધારકો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી.

КОМЕНТАРІ •