ગોકુળમાં કોણ હતી રાધા II Gokul Ma Kon Hati Radha I Krishna Song I Padma Sri Hemant Chauhan

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • દ્વારકામાં કોઇ તને પૂછશે કે,
    કાન, ગોકુળમાં કોણ હતી રાધા?
    તો શું જવાબ દઈશ, માધા?
    તારું તે નામ તને યાદે નો’તું તે દિ’ રાધાનું નામ હતું હોઠે,
    ઠકરાણાં પટરાણાં કેટલાંય હતાં, તોય રાધા રમતી’તી સાત કોઠે.
    રાધા વિણ વાંસળીનાં વેણ નહીં વાગે આવા તે સોગન શીદ ખાધા?
    તો શું જવાબ દઈશ, માધા?
    રાધાના પગલામાં વાયું વનરાવન, તું કાજળ બનીને શીદ ઝૂલ્યો?
    રાધાના એક એક શ્વાસ તણે ટોડલે તું આષાઢી મોર બની ફૂલ્યો,
    ઇ રાધા ને વાંસળી આઘાં પડી ગયાં, આવાં તે શું પડ્યાં વાંધા?
    તો શું જવાબ દઈશ, માધા?
    ઘડીકમાં ગોકુળ, ઘડીકમાં વનરાવન, ઘડીકમાં મથુરાના મ્હેલ,
    ઘડીકમાં રાધા ને ઘડીકમાં ગોપીયું, ઘડીકમાં કુબજાના ખેલ,
    હેતપ્રીતમાં ન હોય ખટપટના ખેલ, કાન, સ્નેહમાં તે હોય આવા સાંધા?
    તો શું જવાબ દઈશ, માધા?
    (માધવનો જવાબ)
    ગોકુળ, વનરાવન, મથુરા ને દ્વારકા, ઇ તો મારા અંગ ઉપર પેરવાના વાઘા,
    રાજીપો હોય તો અંગ ઉપર રાખીએ, નહીંતર રાખું આઘા.
    સઘળો સંસાર મારો સોળે શણગાર, મારા અંતરનો આતમ છે રાધા.
    કોઇ મને પૂછશો મા, કોણ હતી રાધા?
    - ઈશુદાન ગઢવી
    Copyright Warning :
    This Audio/Visual Work of “ Studio Ektaro “is registered and protected.
    ♪ Producer : Studio Ektaro
    ♪ Song : Gokul Ma Kon Hati Radha
    ♪ Singer : Hemant Chauhan
    ♪ Compose : Hemant chauhan
    ♪ Lyrics : Ishubhai Gadhavi
    ♪ Music : Krunal Parmar
    ♪ recording studio : studio ektaro
    ♪ sarangi : arpit mandaviya
    ♪ flute : shreyas trivedi
    ♪ song mix & master : shrey kotecha
    ♪ video edit : mahir films
    ♪ © All Copyrights Reserved to Studio Ektaro - Mayur Hemant Chauhan
    Welcome to "STUDIO EKTARO "
    "EKTARO" represents a thread/note that connects the soul with the Almighty. Similarly, Music known as the fifth Veda becomes a medium for internal joy and releases stress.
    " એકતારો " એ જીવ અને શિવને જોડતા તાર કે પછી સાધક અને સાધના વચ્ચેના સેતુને દર્શાવે છે આ ચેનલ ભક્તિ સંગીતના પ્રચાર પ્રસારને સમર્પિત છે
    ---------------------------------------------------------------------------------------------------------
    LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
    ---------------------------------------------------------------------------------------------------------

КОМЕНТАРІ • 83

  • @harirampatidar3941
    @harirampatidar3941 20 днів тому +3

    ખૂબ સરસ રજૂઆત. રાધા ના વિષય મા પદ્મ શ્રી હેમંત ભાઇ ચૌહાણ સાહેબ ની સુંદર પ્રસ્તુતિ 🙏🙏

  • @harirasswadhyay2120
    @harirasswadhyay2120 20 днів тому +4

    વિશ્વ ભજન રત્ન પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @dineshmakvana9097
    @dineshmakvana9097 20 днів тому +3

    ખૂબજ પ્રચલિત ભાવ રચના, શ્રી હેમંતભાઈ ના મધુર કંઠે સુંદર રજુઆત થઈ.🙏 [ પ્રણામ ]

  • @rameshhariom7554
    @rameshhariom7554 19 днів тому +1

    ભજન સમ્રાટ પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ સાહેબને લાખો જીવાયું.....
    વ્હાલી વધાયું.......
    તુમ જીઓ હજારો સાલ....
    શબ્દે શબ્દે ચિત્રાવલી તાદ્રશ થાય એવી ગાન...
    ખૂબ અભિનંદન પ્રભુ.....

  • @bavalrabarip8652
    @bavalrabarip8652 20 днів тому +2

    વાહ બહુ અદ્ભુત ગાયુ છે હેંમત ભાઈ જય હો જય દ્વારકાધીશ

  • @dhyangadhavi1360
    @dhyangadhavi1360 20 днів тому +2

    ગીત જેટલું સારું લખાયું તેનાથી સવાયું સારું ગવાયું. હેમંત ભાઈના સૂરમાં રાધા ભાવ પ્રગટ્યો. મારા શબ્દો ધન્ય થયા. મારો અંતરનો રાજીપો. બીજાં કૃષ્ણ ગીતો તમારા કંઠમાં માળો કરવા રાધાની જેમ તલખે છે.
    ઈસુભાઈ ગઢવી.

  • @pgparghee4224
    @pgparghee4224 20 днів тому +1

    વાહ... ભાઈ.... લાખાભાઇ ગઢવી નાં આ રચના સાંભળેલી.... આજે આપે શબ્દો ને સ્વર આપી ફરી થી સ્મૃતિઓ તાજી કરાવી... બહુજ સરસ ભાઈ ❤

  • @batukbhaibadhiya2219
    @batukbhaibadhiya2219 20 днів тому +1

    અદ્ભુત રચના રાધાના નામની છે માધવ વેદના‌
    શબ્દ સૃષ્ટિનુ મંથન.. " જય શ્રી કૃષ્ણા "

  • @Mehul_kumar.
    @Mehul_kumar. 20 днів тому +2

    વાહ અદભૂદ! ગીત છે હેમંતભાઇ ચૌહાણ સાહેબ 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @madhavdalvaniya4366
    @madhavdalvaniya4366 20 днів тому +2

    જય માધવ પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ જય હો ખુબ સરસ સોંગ જય શ્રી કૃષ્ણ

  • @always_believe_on_truth
    @always_believe_on_truth 20 днів тому +2

    જય ગુરુદેવ❤❤❤ જય હો હેમંત સાહેબ ❤

  • @vasantleuva1969
    @vasantleuva1969 20 днів тому +2

    પદ્મ ભૂષણ હેમંત ભાઈ ચૌહાણ જય રાધે કૃષ્ણ

  • @manubhaigohil9689
    @manubhaigohil9689 20 днів тому +2

    જયહૉ રાધેશામ જયહૉ વાહ હેમતભાઈ વાહ ખુબ ખુબ સરસ મનુગૉહીલ

  • @shekhvashanker708
    @shekhvashanker708 20 днів тому +1

    ❤વાહ ઈશુભાઈ ગઢવી તમારી કલમના શબ્દો.... બહુ સરસ ❤

  • @dashrathmakvana3196
    @dashrathmakvana3196 20 днів тому +2

    Jay ho Maadhav ji🙏

  • @HasmukhPatadiyaOfficial
    @HasmukhPatadiyaOfficial 20 днів тому +1

    સુંદર મેલોડિયસ..🎶ગાયકી મ્યૂઝિક અને શબ્દ રચના અત્યંત સુંદર

  • @user-hk2hx9qs4g
    @user-hk2hx9qs4g 20 днів тому +2

    જય હો પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ જય હો

  • @jashvantlalshukal6928
    @jashvantlalshukal6928 20 днів тому +1

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગોકુળ મા કોન હતી રાધા જય હો જન્માષ્ટમી ના આપને abhindn

  • @pihukidsvideos9698
    @pihukidsvideos9698 14 днів тому +1

    જય દ્રારકા ધીસ અદભૂત સ્વર👌👌

  • @HamirChouhan-ud9rc
    @HamirChouhan-ud9rc 20 днів тому +1

    प्रणाम बापूजी पाए लागु। 🙏 बहुत बढ़िया 👌👌। जय श्री कृष्णा 🙏

  • @bhailalgurjar1143
    @bhailalgurjar1143 20 днів тому +1

    રાધે રાધે... જય શ્રી કૃષ્ણ

  • @MaheshPopat-en8gv
    @MaheshPopat-en8gv 20 днів тому +1

    સઘડો શંસાર મારો સોડેશંઘાર પણ જીવ તર નો જીવ ઍક રાધા જય હો હેમંત ભાઈ

  • @mitikshavagela3296
    @mitikshavagela3296 20 днів тому +1

    જય હો હેમંત કાકા તમારો❤

  • @hemantsolankisurel1491
    @hemantsolankisurel1491 20 днів тому +1

    જય શ્રી કૃષ્ણ જય હો હેમંતભાઈ

  • @JayaGami
    @JayaGami 20 днів тому +1

    🙏સીતારામ🌹જય ગુરૂરામ 🙏

  • @jayeshkumarshrimali4061
    @jayeshkumarshrimali4061 20 днів тому +1

    🌹||🙏🏻જય શ્રી કૃષ્ણ : ||🙏🏻🌹

  • @user-nw6ng9xu8o
    @user-nw6ng9xu8o 20 днів тому +1

    જય. માધવ. હૈમતભાઈ

  • @nareshpurabiya7038
    @nareshpurabiya7038 20 днів тому +1

    વા ભાઈ 👌👌👌

  • @ranjeetmakwana7974
    @ranjeetmakwana7974 20 днів тому +1

    Jai shree krishna 🙏

  • @parmardinesh5035
    @parmardinesh5035 20 днів тому +1

    જય હો.,...🙏🙏🙏🙏🙏🙏

  • @SrimaliPiyush
    @SrimaliPiyush 20 днів тому +1

    જય દ્વારકાધીશ

  • @raghuparmarofficial4165
    @raghuparmarofficial4165 20 днів тому +1

    Bhuj sundar wah.....hay ho baap

  • @user-gt5sh9fu9z
    @user-gt5sh9fu9z 20 днів тому +1

    Jayho

  • @vasramloncha3473
    @vasramloncha3473 21 день тому +1

    રાધે કૃષ્ણ

  • @mohanlalpurani1337
    @mohanlalpurani1337 20 днів тому +1

    ખુબ સરસ, હિંમતભાઈ

  • @garvigujrat4781
    @garvigujrat4781 20 днів тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @Singer3318
    @Singer3318 20 днів тому +1

    ખુબજ સુંદર રચના
    જય ગુરુદેવ 👏

  • @maheshjoshi5315
    @maheshjoshi5315 20 днів тому +1

    સરસ

  • @vaghelasurajbhai637
    @vaghelasurajbhai637 20 днів тому +1

    ખુબ સરસ 👏👏👌👌🙏🙏

  • @kishorsingal8886
    @kishorsingal8886 20 днів тому +1

    ❤ મજા આવી

  • @nirlokparmar239
    @nirlokparmar239 20 днів тому +1

    Waah..khubaj bhavvahi ❤🙏❤️

  • @pandyajaysreeben1740
    @pandyajaysreeben1740 20 днів тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @rameshsolanki1202
    @rameshsolanki1202 20 днів тому +1

    प्रणाम 🙏🏻🚩🙏🏻
    जय श्री कृष्णा

  • @nikitadalvaniya
    @nikitadalvaniya 20 днів тому +1

    ખૂબ સરસ ગીત

  • @harshalmankadheyan
    @harshalmankadheyan 20 днів тому +1

    જોરદાર

  • @shekhvashanker708
    @shekhvashanker708 20 днів тому +1

    Hemant Chauhan is always best..❤❤❤

  • @mitikshavagela3296
    @mitikshavagela3296 20 днів тому +1

    ખુબજ સરસ છે ભજન

  • @socialwelfarehumanprotecti5010
    @socialwelfarehumanprotecti5010 20 днів тому +1

    Jay Dwarkadish Prabhu

  • @powercop2124
    @powercop2124 21 день тому +1

    Jay Dwarikadhish

  • @madhavsoni2598
    @madhavsoni2598 20 днів тому +1

    Jai Siya Ram 👌🙏

  • @dr.dhirendragondalia1445
    @dr.dhirendragondalia1445 20 днів тому +1

    🇮🇳 🙏 👏 💚 *JAY SIYARAM*

  • @kkbharwad7035
    @kkbharwad7035 21 день тому +1

    A.....1..thnkyu bhai hu gana taim thi aa sabadvani icha to hto bav gotiu pan na mdiu aaje tamara thaki mne sabadva mdiu🙏...jay thakar

  • @DamJeet
    @DamJeet 20 днів тому +1

    🙏🙏🙏🙏🙏 jaymataji

  • @mrlaalparmar7454
    @mrlaalparmar7454 12 днів тому

    Khub saras shri hemant bhai chauhan
    Jai shri krishna

  • @neetachauhan3912
    @neetachauhan3912 20 днів тому +1

    Jay dwarkadhish 🙏🙏

  • @pravinbathavar9613
    @pravinbathavar9613 20 днів тому +1

    🙏🙏🙏🙏

  • @nareshsolanki9549
    @nareshsolanki9549 16 днів тому

    Waaaahhhhhhh aato kanji e rubru aavi sambhalavu joie

  • @ranjeetmakwana7974
    @ranjeetmakwana7974 20 днів тому +1

    Very nice sir

  • @kalravchauhan2841
    @kalravchauhan2841 21 день тому +1

    ❤🙏

  • @manhardelvadiya2248
    @manhardelvadiya2248 17 днів тому

    Khubaj saras rachna jay thakar !!

  • @bhartivyas8828
    @bhartivyas8828 18 днів тому

    Wah bhai prnam jayshiyaram

  • @nareshsolanki9549
    @nareshsolanki9549 20 днів тому +1

    Jay ho

  • @khimoiaudioumrala
    @khimoiaudioumrala 13 днів тому

    વા ગાયકી સુપર છે જય કનૈયા લાલકી

  • @jayeshgadhvi5001
    @jayeshgadhvi5001 20 днів тому +1

    શબ્દ ને બ્રહ્મ અમથાં નથી કહેતાં..
    જાણે એક ગોપી કાન્હા ને પુછતી હોય એટલો જ પ્રેમ અને ભાવ આ શબ્દો મા છે... અને આશ્ચર્ય એ વાત નું છે કે પુરુષ કવિ ના હ્રદય મા થી આ ગોપી ગીત રૂપે ઝરણું વહેવા લાગ્યું છે..
    હેમંતભાઈ એ ભાવ ને બરાબર પકડી ને ભાવ સભર ગાયું છે અને સંગીત પણ બહુ જ ધીમું અને ભાવોને દબાવી ન દે એ રીતે આપ્યું છે.. એક જોતાં શબ્દ સ્વર અને ભાવનું ત્રિવેણી સંગમ છે આ રચના.. ❤❤❤

  • @ghanshyamthakkarverygood8912
    @ghanshyamthakkarverygood8912 21 день тому +1

    અદભૂત 👌👌

  • @abhisheknigam9331
    @abhisheknigam9331 19 днів тому

    जय श्री कृष्णा 🙏

  • @Two_brather8989
    @Two_brather8989 16 днів тому

    Wah ishubhai Gadhvi Rachna Wah Hemant bhai Chauhan

  • @captvijaykumar4756
    @captvijaykumar4756 20 днів тому +1

    ❤🎉 adbhut . Great voice sir🫡

  • @diliprohit8797
    @diliprohit8797 18 днів тому

    Very nice hemant bhai

  • @prashantvadiwala7643
    @prashantvadiwala7643 16 днів тому

    Cockstudio ma recording thayu hoy tevu lage..jordar❤

  • @Two_brather8989
    @Two_brather8989 16 днів тому

    Wah ❤❤❤❤❤

  • @jyotsnashah9511
    @jyotsnashah9511 20 днів тому +1

    A..db..h..u..t..a..m😢..kon hati Radha?

  • @mohanbhairathod2836
    @mohanbhairathod2836 19 днів тому +1

    Bhuj

  • @kantimeriya9109
    @kantimeriya9109 19 днів тому +1


    વાહ અતિસુંદર રજૂઆત
    હવે દમથુરામાં મા આવો તો મળવુ નથી શ્યામ,
    ગોકુળ મા આવશો તો મળીશુ
    રચના ની યાદ તાજી કરાવી જાય
    જય હો...

  • @shreesukhramgebikrupa943
    @shreesukhramgebikrupa943 20 днів тому +1

    જય હો જય શ્રીકૃષ્ણ રાધેરાધે😊

  • @hasmukhtundiya8914
    @hasmukhtundiya8914 20 днів тому +1

    જય દ્વારકાધીશ

  • @Tamashibhaichauhan
    @Tamashibhaichauhan 20 днів тому +1

    જય શ્રીકૃષ્ણ

  • @user-hk2hx9qs4g
    @user-hk2hx9qs4g 20 днів тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @manishahir6514
    @manishahir6514 17 днів тому

    સીતારામ જય હો પભુ 🙏🏻🙏🏻

  • @ashvinchauhan8686
    @ashvinchauhan8686 21 день тому +2

    Jay dwarkadhish