જેવી ગુલાબના ફૂલની સુગંધ ગમે એવી રાધાકૃષ્ણ ની મને જોડી ગમે
Вставка
- Опубліковано 6 лют 2025
- જેવી ગુલાબના ફૂલની સુગંધ ગમે એવી રાધા કૃષ્ણની જોડી ગમે
રાધા લખી લખી મોકલે ખારેકમાં તમે મળશો કઈ તારીખમાં
રાધા ના લખો હવે ખારેક માં હું મળીશ 1 થી 30 તારીખ
જેવી ગુલાબના ફૂલની સુગંધ ગમે એવી રાધા ક્રુષ્ણ ની જોડી ગમે
રાધા લખી લખી મોકલે કાજુમાં તમે બેસશો કેદી મારી બાજુમાં
રાધા હવે પછીના લખશો કાજુમાં હું સદાય બેસીશ બાજુમાં
જેવી ગુલાબના ફૂલની સુગંધ ગમે એવી રાધા ક્રુષ્ણ ની જોડી ગમે
રાધા લખી લખી મોકલે કેળામાં તમે મળશો કયા મેળામાં
રાધા હવે પછી ના લખશો કેળામાં હું મળીશ માધવપુરના મેળામાં
જેવી ગુલાબના ફૂલની સુગંધ ગમે એવી રાધા કૃષ્ણ ની જોડી ગમે
રાધા લખી લખી મોકલે સાડીમાં તમે મળશો કઈ હવે વાડીમાં
રાધા હવે પછી ના લખશો સાડીમાં હું મળીશ આંબાની વાડીમાં
જેવી ગુલાબના ફૂલાની સુગંધ ગમે એવી રાધા કૃષ્ણની જોડી ગમે
રાધા લખી લખી મોકલે કાગળમાં તમે મળશો કયા સાગરમાં
રાધા હવે પછી ના લખશો કાગળ માં હું મળીશ હદયના સાગરમાં
જેવી ગુલાબના ફૂલની સુગંધ ગમે વીરા રાધાકૃષ્ણ ની જોડી ગમે