લખાણ સાથે - રામે રૂડો ગરબો કોરાવ્યો || નવું ભજન

Поділитися
Вставка
  • Опубліковано 25 кві 2024
  • @SitaramMandalDevaliya
    .....................lyrics............................
    રામે રૂડો ગરબો કોરાવ્યો
    સીતા રમવાને જાય
    શ્રી રામ જય રામ જય જય રામ
    રમતા રમતા રોવે સીતાજી
    શ્રી રામ જય રામ જય જય રામ
    આવે અવધ યાદ
    શ્રી રામ જય રામ જય જય રામ
    કોણ સીતાને કાંસડી સીવડાવે
    શ્રી રામ જય રામ જય જય રામ
    કોણ લડાવે લાડ
    શ્રી રામ જય રામ જય જય રામ
    રામ સીતાને કાંસડી સીવડાવે
    લક્ષમણ લડાવે લાડ
    શ્રી રામ જય રામ જય જય રામ
    પંચવટીમાં રામે મઢુલી બનાવી
    ત્યાં કર્યો છે વાસ
    શ્રી રામ જય રામ જય જય રામ
    મૃગલો મારવા રામચંદ્ર ચાલ્યા
    સીતાએ લીધી છે હઠ
    શ્રી રામ જય રામ જય જય રામ
    મૃગલો બનીને મારીચ્છ આવ્યો
    દોડજો લક્ષમણ વીર
    શ્રી રામ જય રામ જય જય રામ
    રેખા દોરી ને લક્ષમણ દોડ્યા
    દોડ્યા રામની પાસ
    શ્રી રામ જય રામ જય જય રામ
    સાધુ ના વેશે રાવણ આવ્યો
    ભિક્ષા આપોને સીતા નાર
    શ્રી રામ જય રામ જય જય રામ
    થાળ ભરીને સીતા વન ફળ આવ્યા
    લ્યો લ્યો જાગી રાય
    શ્રી રામ જય રામ જય જય રામ
    છેટે થી ભિક્ષા અમે નથી લેતા
    બેસે મારાં ગુરુજીને કાળ
    શ્રી રામ જય રામ જય જય રામ
    રેખા ઓળંગી ને સીતાજી આવ્યા
    ભિક્ષા દેવાને કાજ
    શ્રી રામ જય રામ જય જય રામ
    પહેલો પગ પાવડીએ મેલ્યો(મુક્યો)
    બીજો મેલ્યો(મુક્યો) મઢુલી ને બાર
    શ્રી રામ જય રામ જય જય રામ
    ખંભે બેસાડીને રાવણ લઇ ગ્યો(ગયો)
    લઇ ગયો લંકા ગઢ
    શ્રી રામ જય રામ જય જય રામ
    મૃગલો મારીને રામચંદ્ર આવ્યા
    નો(ના) જોયા સીતા નાર
    શ્રી રામ જય રામ જય જય રામ
    રામ રુએ ને લક્ષમણ રીઝવે
    રૂદન કરો નઈ(નહિ) મોટા ભાઈ
    શ્રી રામ જય રામ જય જય રામ
    સીતા સરીખી અનેરી પરણાવું
    સીતા ધરાવીશું (રાખીશું) નામ
    શ્રી રામ જય રામ જય જય રામ
    ઘેલા લક્ષમણ ધેલું ન બોલો
    ઘેર ઘેર સીતા ન હોય
    શ્રી રામ જય રામ જય જય રામ
    ભરી સભામાં રામે બિડલું ફેરવ્યું
    બિડલું લ્યો કોઈ હાથ
    શ્રી રામ જય રામ જય જય રામ
    અંજની નો જાયો વીરો હનુમાન આવ્યો
    બીડલુ લીધું હાથ
    શ્રી રામ જય રામ જય જય રામ
    રામનું નામ લઇ ને હનુમાન ચાલ્યા
    ચાલ્યા લંકા ગઢ
    શ્રી રામ જય રામ જય જય રામ
    ચોરા જોયા ને ચૌઠા જોયા
    જોઈ વળ્યો બાવરી બજાર
    શ્રી રામ જય રામ જય જય રામ
    મેડી જોઈ ને માળીયા જોયા
    જોયો રાવણ નો બાગ
    શ્રી રામ જય રામ જય જય રામ
    આસોપાલવના ઝાડવા નીચે
    ત્યાં બેઠા સીતા નાર
    શ્રી રામ જય રામ જય જય રામ
    ઉપરથી વાલે વીંટી ફેંકી
    પડી સીતાજી ને હાથ
    શ્રી રામ જય રામ જય જય રામ
    આતો વીંટી દિનાનાથ ની
    પક્ષી લાવ્યું કે કોણ
    શ્રી રામ જય રામ જય જય રામ
    ઉપર જુએ તો વીરો વાંદરો
    લળી લળી લાગ્યા પાય
    શ્રી રામ જય રામ જય જય રામ
    વાનર વીરા તું અહીંયા ક્યાંથી આવ્યો
    શું છે તારું નામ ?
    શ્રી રામ જય રામ જય જય રામ
    પંચવટી થી માતા હું આવીયો
    હનુમાન મારું નામ
    શ્રી રામ જય રામ જય જય રામ
    હનુમાન વીરા તને કોણે મોકલ્યો
    કોણે દીધા એંધાણ
    શ્રી રામ જય રામ જય જય રામ
    માતાજી મને રામે મોકલ્યો
    લક્ષમણે દીધા એંધાણ
    શ્રી રામ જય રામ જય જય રામ
    માતાજી મને ભૂખ બહુ લાગી
    કયો(કહો) તો તોડી ને ફળ ખાવ
    પાકાં પાકાં વનફળ જમજો
    કાચાંનો વાળશો નહીં દાટ
    શ્રી રામ જય રામ જય જય રામ
    જડમુળ થી વાલે ઝાડ ઉખાડ્યા
    તોડી નાખ્યાં બધા વન ફળ
    શ્રી રામ જય રામ જય જય રામ
    રાજાનો માળી ત્યાં તો આવ્યો
    ઝાલ્યું (પકડિયું) હનુમાનનું પૂછ
    શ્રી રામ જય રામ જય જય રામ
    પૂછડું ઝાલીને(પકડીને) આગ લગાવી
    ફેરવ્યું લંકા ગઢ
    શ્રી રામ જય રામ જય જય રામ
    ઘુમાવ્યું રાવણના રાજ
    શ્રી રામ જય રામ જય જય રામ
    લંકા સળગાવી ને હનુમાન ચાલ્યા
    ચાલ્યા રામની પાસ
    શ્રી રામ જય રામ જય જય રામ
    સીતાનો સંદેશો લઇ હનુમાન ચાલ્યા
    આવ્યા રામની પાસ
    શ્રી રામ જય રામ જય જય રામ
    રામ લક્ષમણ ને હનુમાન વીરા
    વાનર સેના સાથ
    શ્રી રામ જય રામ જય જય રામ
    રામે સેતુબાંધ બનાવ્યો
    આવ્યા લંકા ગઢ
    શ્રી રામ જય રામ જય જય રામ
    લંકામાં આવી રામે રાવણ માર્યો
    લાવ્યા સીતા નાર
    શ્રી રામ જય રામ જય જય રામ
    રામ સીતા ને લક્ષમણ વીરા
    આવ્યા અવધ ધામ
    શ્રી રામ જય રામ જય જય રામ
    રામ સીતાજી ગાદીએ બિરાજે
    હનુમાન લાગે પાય
    શ્રી રામ જય રામ જય જય રામ
    ગણપતિ દાદા ના ભજન
    • માં મારે કાલે ગણેશચોથ ...
    • આટલડી અરજી રે ગણપતિ દા...
    શ્રી કૃષ્ણ ભગવાન ના કીર્તન/ભજન
    1) • રમતો રમતો જાય આજ મારો ...
    2) • હારે પેલો દ્વારિકાનો ઠ...
    3) • ભાઈ ભાઈ ગોકુળ ગામનુ ધણ...
    4) • જાવું છે ડાકોર જાવું છ...
    5) • લાડ લાડવો લાલા ને || ...
    6) • ચોગઠી રે પડે સીધી મારા...
    7) • એક વાર શ્યામ તમે આવજો ...
    8) • યુદ્ધમાં અર્જુનજી ને એ...
    9) • હારે મને કૃષ્ણ વિના નો...
    10) • વાગે છે વાંસળી ને બોલે...
    11) • દ્રૌપદી કરે રે પોકાર ,...
    12) • હારે હૂતો પૂછું પૂછું...
    13) • પૃથ્વીમાં કાનુડો મોટો ...
    14) • સમુંદ્ર વલોણું મારા વા...
    ---------------------------------------------------------
    શ્રી રામ ભગવાન ના કીર્તન/ભજન
    1) • તારા રુદિયા માં બેઠા છ...
    2) • રામે વેલડી શણગારી રામન...
    3) • સુતા સપનું મંદોદરી ને ...
    4) • જેવું વિશ્વપતિ નું નામ...
    👉🏻 • (લખાણ સાથે ) SitaRam D...
    👉🏻 • લખાણ સાથે // શ્રી રામ ...
    👉🏻 • આવી રૂડી અયોધ્યાની શેર...
    👉🏻 • જાગો રામ જાગો સીતા ના ...
    👉🏻 • અયોધ્યા થી આમંત્રણ આવિ...
    👉🏻 • સીતા વિયોગે રામ વનમાં ...
    👉🏻 • કરી તો જુઓ કોઈ કરી તો ...
    ---------------------------------------------------------
    ભોળાનાથ(મહાદેવ) ભગવાન ના કીર્તન/ભજન
    1) • એવા ભગવાધારી ને યાદ કર...
    2) • મારા ભોલા મહાદેવ હોંશ...
    3) • હું તો લેરીયુ રે ઓઢી પ...
    ---------------------------------------------------------
    થાળ
    • કુમ કુમ પગલાં પાડો શ્ર...
    • Video
    • કૃષ્ણ કનૈયાલાલ જમવાને ...
    --------------------------------------------------------
    1) • ઘોડા ગાડી રીક્ષા || Gh...
    2) • ભુલા પડો ભગવાન || Bhul...
    3) • તને સત્સંગ થી સુખ થાય ...
    4) • જેના ઘરે મા-બાપ ના છે ...
    5) • લખાણ સાથે || આજનો લાહ...

КОМЕНТАРІ • 14