કાના જેલમાં જનમ ના લઈએ રે || નીચે લખેલું છે કિર્તન || જન્માષ્ટમી સ્પેશિયલ કિર્તન || કષ્ટભંજન કિર્તન

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
    _______________ કિર્તન _________________
    કાના જેલમાં જનમ ના લઈએ રે
    હે પેલો મામો તે કંસ તને મારશે રે કાના જેલમાં જનમ ના લઈએ રે
    હે કાના પારણીયે એકલા ના પોઢીયે રે
    હે તને માસી તે પૂતના મારશે રે કાના જેલમાં જનમ ના લઈએ રે
    હે કાના ગેડી દડે રમવા ના જઈએ રે
    હે પેલો દડો યમુનાજી મા પડશે રે કાના જેલમાં જનમ ના લઈએ રે
    હે કાના દડો લેવા એકલા ના જઈએ રે
    પેલો કાળીનાગ ફુંફાડા મારશે રે કાના જેલમાં જનમ ના લઈએ રે
    હે કાના ગોકુળમાં ગાયો ના ચારીએ રે
    હે પેલી ગોપીઓ તને રાસે રમાડશે રે કાના જેલમાં જનમ ના લઈએ રે
    હે કાના રાધા સાથે પ્રીતડી ના કરીએ રે
    હે તને ચપટી માખણ મા નચાવશે રે કાના જેલમાં જનમ ના લઈએ
    રે
    હે રાધા કાના સાથે પ્રીતડી ના કરીએ રે
    હે તને મેલી મથુરા મા વહી જશે રે કાના જેલમાં જનમ ના લઈએ રે
    હે અમે મથુરા મા એકલા જઈશું રે
    હે અમે મામા તે કંસ ને મારશુ રે અમે જેલ મા જનમ લઇશું રે
    હે અમે ઉગ્રસેન દાદા ને છોડાવશુ રે
    હે અમે ગંગા જમુના ઝીલશુ રે અમે જેલ મા જનમ લઇશું રે
    હે અમે માતા પિતા ને છોડાવશુ રે
    હે અમે મથુરા ના રાજ પાછા લઈશું રે અમે જેલ મા જનમ લઇશું રે
    કાના જેલમાં જનમ ના લઈએ રે
    હે પેલો મામો તે કંસ તને મારશે રે કાના જેલમાં જનમ ના લઈએ રે

КОМЕНТАРІ • 47