વલસાડ પાલિકાનો એન્ક્રોચમેન્ટ ઈન્સ્પેક્ટરનો લાંચ માંગતો ઓડિયો ક્લીપ વાયરલ મુદ્દો આમને-સામને હકીકત

Поділитися
Вставка
  • Опубліковано 22 бер 2022
  • વલસાડ પાલિકાનો એન્ક્રોચમેન્ટ ઈન્સ્પેક્ટરનો લાંચ માંગતો ઓડિયો ક્લીપ વાયરલ
    નગરપાલિકાના એન્ક્રોન્સમેન્ટ ઈન્સ્પેક્ટર પોલીસ અને પાલિકામાં આપવાના નામે લારીવાળા પાસેથી ૨૦૦૦ રૂપિયાની લાંચની રકમ માંગતો ઓડિયો કલીપ વાયરલ થતા નગરપાલિકા સભ્યો , કર્મચારીઓ તથા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે . હાલ લાંચ પ્રકરણે વલસાડ નગરપાલિકાના સભ્યએ જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી છે
    નગરપાલિકા એન્ક્રોચમેન્ટ ઇન્સ્પેક્ટર મહેશ ઉર્ફે મુન્ના ચૌહાણ શહેરની ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે તમામ શહેરી વિસ્તારમાંથી દબાણો દુર કર્યા હતા . ત્યારે એન્ક્રોચમેન્ટ ઈન્સ્પેક્ટર મુન્ના ચૌહાણે એક લારીવાળાને ફોન કરી જણાવ્યું કે તારે દર મહિને ૩ હજાર રૂપિયા હપ્તો આપવો પડશે . જો લારી ઉંચકવા ના હોય તો અમે આગલા દિવસે જાણ કરી દેવામાં આવે છે . તમે મિત્ર હોવાથી ૨ હજાર રૂપિયાનો હપ્તો મોક્લી આપજો તમારી લારી ઉઠાવી જાય તો તમારે ૩૦૦૦ થી ૩૫૦૦ રૂપિયા સુધીનો ખર્ચો થતો હોય છે , જેથી ૨૦૦૦ રૂપિયાની રકમ મોકલી આપજે . મારે પોલીસ અને પાલિકામાં આપવા બાબતનો ઓડિયો ક્લીપ વાયરલ થતા પાલિકા કર્મચારી તેમજ સભ્યો સહિત સમગ્ર વલસાડ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે

КОМЕНТАРІ •