Matari Mata Ni Arati, Kalol

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • કલોલ માતરી માતાના મંદિરે વગાડવામાં આવતી આરતી.. ઘણા લોકોને સ્તુતિનાં શબ્દો ખબર નથી તો તે ભક્તો માટે નીચે સ્તુતિનાં શબ્દો આપ્યા છે.
    જય માતરી માં 🙏🏻
    અંબા આરાસુરની રાણી અંબા ચાર જુગમાં જાણી,
    માં તું શંખલપુરની રાણી બહુચર ચાર જુગમાં જાણી,
    લીલા ચરણા પહેરવા માં જમવા સુંદર થાળ જો,
    પરભાતે દર્શનની વેળા દીઠા નાના બાળ,
    અંબા આરાસુરની રાણી અંબા ચાર જુગમાં જાણી,
    માં તું શંખલપુરની રાણી બહુચર ચાર જુગમાં જાણી,
    સોના કેરુ છત્ર બિરાજે દશે આંગળીએ વેઢ જો,
    મધ્યાને દર્શનની વેળા દીઠા જોબન વેશ,
    અંબા આરાસુરની રાણી અંબા ચાર જુગમાં જાણી,
    માં તું શંખલપુરની રાણી બહુચર ચાર જુગમાં જાણી,
    સાંજ પડે માં આરતી ને આગળ વાગે ઘંટ જો,
    સંધ્યાએ દર્શનની વેળા દીઠા ઘરડા કંથ,
    અંબા આરાસુરની રાણી અંબા ચાર જુગમાં જાણી,
    માં તું શંખલપુરની રાણી બહુચર ચાર જુગમાં જાણી,
    આરાસુરમાં અંબા વીરાજે પાવાગઢ મહાકાળી જો દક્ષિણમાં તુળજા ભવાની ચુવાળ બહુચર બાળી,
    અંબા આરાસુરની રાણી અંબા ચાર જુગમાં જાણી,
    માં તું શંખલપુરની રાણી બહુચર ચાર જુગમાં જાણી,
    પૃથ્વી જન પાવન કર્યા માં પૂર્યા મનના કોડજો કર જોડીને નમન કરે છે દાસ તણો રણછોડ🙏🏻,
    અંબા આરાસુરની રાણી અંબા ચાર જુગમાં જાણી,
    માં તું શંખલપુરની રાણી બહુચર ચાર જુગમાં જાણી..

КОМЕНТАРІ • 12