Ranghotra 4 All Drama Poster | રંગહોત્ર-૪ | World Theatre Day 27 March 2022

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • રંગમંચનો જય હો..મંચ રંગનો જય હો..
    ૨૭ માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિન.. ભગવત ગો મંડળ ગ્રંથના આધારે પૂર્વ ૧૨૮૦ માં ગુજરાતી નાટક લખાયેલ ત્યારબાદ નર્મદે ૧૮૫૧ માં બુદ્ધિવર્ધક સંસ્થા સ્થાપી આ જ સમયમાં મુંબઈમાં શેક્સપીયર ક્લબ પણ સ્થપાઈ. રંગ કલાના મૂળ વેદ ઉપનીષદમાં પણ જોવા મળે છે. વ્રુક્ષ ના લીલા પાન એ પ્રભુએ લખેલી પ્રથમ સ્ક્રીપ્ટ. અને પવન ધ્વારા એની ભજવણી થઇ એ સૃષ્ટિનું પ્રથમ નાટક. વિશ્વ રંગ ભૂમિ દિનની ઉજવણી ૧૯૬૧ થી શરુ થયેલી. આ વાત ચં.ચી. મહેતા એ ગુજરાતમાં પ્રચલિત કરીને એમના પ્રયાસો થકી ૨૭ માર્ચને વિશ્વ રંગ ભૂમિ દિન નું બિરુદ મળ્યું. સુરત ના લાડકા રંગ ઋષિ શ્રી યઝદી કરંજિયાને ગુજરાતી પારસી રંગભૂમિની સેવા માટે ભારત સરકારે પદ્મશ્રી ની નવાઝીશ આપી. આ દિવસે સમગ્ર વિશ્વના કળાકારો એક મંચ થઇ એકજુટ થઇ આ દિવસની ઉજવણી કરે છે. તો સુરત શહેર પણ આ ઉજવણી માંથી કેવી રીતે બાકાત રહે. સુરત પરફોર્મિંગ આર્ટીસ્ટ એસોસિએશન “સ્પા” એ રંગહોત્ર-૪ ની તૈયારી જોરશોરથી શરુ કરી દીધી છે. આ નાટ્ય હોત્ર ત્રિદિવસ બિલ્વપત્ર સમાન ત્રણ દિવસ ઉજવીને રંગ દેવતા નટરાજનની આરાધના સમગ્ર કલાકારો સુરત શહેરના કરશે. આ ત્રણ દિવસમાં સુરત પરફોર્મિંગ આર્ટસ સેન્ટર,પાલ મુકામે ત્રણ દિવસમાં ૭૦ નાટકો ભજવીને પ્રેક્ષકોને સાચા અર્થમાં રંગભીના કરશે. આ રંગહોત્ર ૪ ના સફળતા ના સાચા શિલ્પીઓ છે , સર્વશ્રી કપિલદેવ શુક્લ, પંકજ પાઠકજી, મેહુલ શર્મા, વિપુલ ભટ્ટ ,નિલય જોખાકર, જીતેન્દ્ર જી સાહેબ, દેવાંગ જાગીરદાર, સલીલ ઉપાધ્યાય, સોનલ વૈદ્ય કુલકર્ણી, શાંતિલાલ મિસ્ત્રી, હેમા શુક્લ . આમની આગેવાની અને માર્ગદર્શન હેઠળ રંગહોત્ર ૪ ઉજવાશે.
    કોરોના કાળ બાદ ફરી એકવાર નાટ્ય જગતના તખ્તાના તોખારો રંગમંચને ગજાવવા તૈયાર છે. આ અગાઉ ૨૦૧૮માં આની શરૂઆત કરેલી. સતત ચોવીસ કલાક પરદો પાડ્યા વગર નાટકો કર્યા અને ૨૦૧૯માં ૪૮ કલાક સતત નાટક કરીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો હતો. ૨૦૨૦માં ઓન લાઈન ઉજવણી કરી અને કોરોના લીધે ગત વર્ષે બ્રેક લીધો અને આ વર્ષે ત્રણ દિવસ ઉજવીને ગયા વર્ષનું સાટું વાળશે આ ખેલંદાઓ. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, મરાઠી એમ ચતુષ ભાષામાં નાટકો ભજવશે આ દમદારનાટ્ય કર્મીઓ. આઝાદીના અમૃત મહોત્સવની થીમ પર પણ નાટકો અને એકોક્તી ભજવાશે. આ પ્રસંગે જેમણે રંગભૂમિ માટે વિશિષ્ટ કામ કર્યું છે તેવા વડીલ વંદનીય રંગ કર્મીઓ શ્રીમતી મીના રમેશ સેવક, ભારતી ત્રિવેદી, અને શ્રી શાંતિલાલ મિસ્ત્રીનું સન્માન પણ થશે. આ રંગહોત્ર-૪ માં તમામ કલાકાર કસબી નિ:શુલ્ક સેવા આપે છે. તમામ નાટકોના પોસ્ટરો બનાવવાની સેવા ડો. વિદુર ગોટાવાળા આપે છે. અને સુરતના તમામ કલાકારોના મેકઅપ મીની સોમૈયા ખડે પગે ઊભી રહીને કરી આપે છે જે સરાહનીય છે. આ ઉપરાંત સંગીત સંચાલન માટે ચેતન પટેલ, જી સાહેબ, તેજસ ટેલર સેવા આપે છે. અને પ્રકાશ સંચાલન અને આયોજન માટે વૈભવ દેસાઈ અને મિતુલ હરીશ લુહાર સેવા આપે છે. અને સમગ્ર હોલ અને માહોલ સજ્જાની જવાબદારી સેતુ ઉપાધ્યાય એ સરસ રીતે બજાવી છે. આ ઉપરાંત ચા અને ભોજન વ્યવસ્થાની જવાબદારી હિમાંશુ ભટ્ટ અને અશ્વિન માંડલિયા સુપેરે નિભાવે છે.
    રંગહોત્ર ૪ ના તમામ નાટકો લોકોને પણ નિ:શુલ્ક ન માણવા મળશે. દર્શકોની ભીડ નિવારવા સ્ક્રીન પણ મુકવામાં આવશે. નાટ્ય જગતના તમામ કલાકારોના હોઠે આ ગીત અત્યારથી જ ગણગણવા માંડ્યું છે. ડૉ. મુકુલ ચોકસી લિખિત આ ગીત સૌ કલાકારોનું જાણે રાષ્ટ્રગીત બની ગયું છે એવું લાગે છે. આ ગીતને સ્વરબદ્ધ અને સ્વર આપ્યો શ્રી શૌનક પંડ્યા એ. આ ગીતના પ્રત્યેક શબ્દ રંગ મંચનો ધબકાર ઝીલે છે. રંગમંચનો જય હો, મંચ રંગનો જય હો, કાયમ એની ઉપર નાટય પ્રચુર હૃદય હો, લાખો વર્ષ પછી પણ કુમળી એની વય હો, વહાલ, વિરહ, વિસ્મય સહ હર ભાવ મહીં એક લય હો, લોકોને માટે એ જીવતરનો પરિચય હો, સંવાદમાં પ્રણય હો, મૌનમાં અનુનય હો, કલાકારને માટે એ ઉચ્ચ સમ અભિનય હો, ભલે શરૂમાં દુઃખ હો, અંત મંગલમયી હો, બેઉ તરફ પરદાની તાળીઓ અક્ષય હો,. જય હો રંગ મંચ નો..
    રંગમંચને ઇન્તજાર છે કલાકાર અને પ્રેક્ષકોનો...!!

КОМЕНТАРІ • 3