લખેલુ છે ભજન 🌹 ન્યુ ભજન 🙏એવા અલખ ના આરાધે ગુરુ મારાં આવજો હો જી 🌼યાદવ મીના બા 🌹

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • એવા અલખ ના આરાધે ગુરુ મારાં આવજો હો જી (2)
    આવજો આવજો સંત ને સંગાથ રે હા હા હા
    એવા અલખ ના આરાધે ગુરુ મારાં આવજો હો જી
    એવી ગામને પાછવાદે ગુરુ મારી ઝૂંપડી હો જી
    એ આંગણીયા માં તુલસી કેરા છોડ રે હા હા હા
    એવા અલખ ના આરાધે ગુરુ મારાં......
    એવી ઓઢી રે ઓઢી રે ગુરુ મેતો ચૂંદરી હો જી
    એવી ચૂંદરી ના છેડે સીતા રામ રે હા હા હા
    એવા અલખ ના આરાધે ગુરુ મારાં....
    એવા ગામના લોકો રે કેછે મને બાવરી હો જી
    માથે રાખજો ભક્તિ નો શણગાર રે હા હા હા
    એવા અલખ ના આરાધે ગુરુ મારાં.....
    એવા મધ રે દરિયા માં ડૂબે મારી નાવડી હો જી
    એ નાવડી ને ઉતારો ભવ પાર રે હા હા હા
    એવા અલખ ના આરાધે ગુરુ મારાં.....
    એવા ગુરુ ના ચરણો માં સેવક બોલિયાં હો જી
    અરે દેજો અમને સંત ચરણ માં વાસ રે હા હા હા
    એવા અલખ ના આરાધે ગુરુ મારાં આવજો હોજી
    આવજો આવજો સંત ને સઘાથ રે હા હા હા
    એવા અલખ ના આરાધે ગુરુ મારાં આવજો હો જી

КОМЕНТАРІ • 4