Shiv Bavani | Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bavani |

Поділитися
Вставка
  • Опубліковано 26 лис 2022
  • ‪@meshwalyrical‬
    Presenting : Shiv Bavani | Shiv |Ruchita Prajapati | Lyrical | Gujarati Devotional Bavani |
    #shiv #bavani #lyrical
    Album : Shiv Bavani
    Singer : Ruchita Prajapati
    Lyrics : Traditional
    Music : Jitu Prajapati
    Genre : Gujarati Devotional Bavani
    Temple :Somnath, Kailash
    Deity : Bhagwan Shiv
    Festival : Shivratri
    Label : Meshwa Electronics
    જય હો, જય હો, જય ભોલેનાથ
    જય હો, જય હો, જય ભોલેનાથ
    હે..શિવ મહિમાનો ના આવે પાર
    અબુધ જનની થાયે હાર,
    સુર બ્રહ્મા પણ કાયમ ગાય
    છતાંય વાણી અટકી જાય.
    હે..જેનામાં જેવું છે જ્ઞાન
    તે જ રીતે ગાયે ગાન,
    હું પણ અલ્પ મતિ અનુસાર
    ગુણલા તારા ગાવું અપાર.
    જય હો, જય હો, જય ભોલેનાથ
    જય હો, જય હો, જય ભોલેનાથ
    હે..કોઈ ના પામે તારો ભેદ
    વર્ણન કરતાં થાકે વેદ,
    બૃહસ્પતિ પણ ભાવે ગાય
    છતાં ન કોઈ વિસ્મિત થાય.
    હે..મંદ મતિ હું તારો બાળ
    પીરસવા ચાહું રસથાળ,
    બ્રહ્મા વિષ્ણુ શિવ સ્વરૂપ
    એ પણ તારું ત્રિગુણ રૂપ.
    જય હો, જય હો, જય ભોલેનાથ
    જય હો, જય હો, જય ભોલેનાથ
    હે..જગનું સર્જન ને સંહાર
    કરતાં તુજને થાય ન વાર
    પાપીજન કોઈ શંકા કરે,
    લક્ષ ચોર્યાશી કાયમ ફરે.
    હે..તારી શક્તિ કેરું માપ
    જે કાઢે તે ખાયે થાપ,
    વળી અજન્મા કહાવો આપ
    સૃષ્ટિ ક્યાંથી રચી અમાપ
    જય હો, જય હો, જય ભોલેનાથ
    જય હો, જય હો, જય ભોલેનાથ
    હે..વારે વારે સંશય થાય
    અક્કલ સૌની અટકી જાય,
    તારી કાયા અદ્ભૂત નાથ
    કોણ કરે તારો સંગાથ.
    હે..ભસ્મ શરીરે પારાવાર
    અદ્ભુત છે તારો શણગાર,
    ફણીધર ફરતા ચારે કોર
    વનચર કરતાં શોરબકોર.
    જય હો, જય હો, જય ભોલેનાથ
    જય હો, જય હો, જય ભોલેનાથ
    હે..નંદી ઉપર થયો સ્વાર
    ભૂતપ્રેતનું સૈન્ય અપાર,
    બીજ ચંદ્ર છે ઠંડો ગાર
    ત્રિશૂળનો જબરો ચમકાર.
    હે..શિર પર વહેતી ગંગાધાર
    ત્રીજુ લોચન શોભે ભાલ,
    સરિતા સાગર માંહી સમાય
    જગત તારામાં લીન થાય.
    જય હો, જય હો, જય ભોલેનાથ
    જય હો, જય હો, જય ભોલેનાથ
    હે..અસ્થિર જગ આ તો કહેવાય
    તેમાં રહેતા સ્થિર સદાય,
    વાત બધી સમજણની બહાર
    હૈયા કેરી થાયે હાર.
    હે..ગગન માંહે બ્રહ્મા જાય
    વિષ્ણુ પાતાળે સંતાય,
    છતાં ન નીકળે શક્તિ માપ
    એવી તારી અદ્ભૂત છાપ.
    જય હો, જય હો, જય ભોલેનાથ
    જય હો, જય હો, જય ભોલેનાથ
    હે..ત્રિભૂવનને પળમાં જીતનાર
    તે પણ આવે તારે દ્વાર,
    રાવણ સ્તુતિ ખુબ કરે
    મસ્તક છેદી ચરણ ઘરે.
    હે..આપ કૃપાથી મળ્યું બળ
    કૈલાસે અજમાવી કળ
    અંગુઠો દાબ્યો તત્કાળ
    રાવણે પાડયો ચિત્કાર.
    જય હો, જય હો, જય ભોલેનાથ
    જય હો, જય હો, જય ભોલેનાથ
    હે..શરણે આવ્યો બાણાસુર
    બળ દીધું તેને ભરપુર,
    સાગર મથતા સુર અસુર
    વિષ નિરખી ભાગ્યા દૂર.
    હે..આપે કીધું તો વિષપાન
    નીલકંઠનું પામ્યા માન,
    ઊભું કરે તમ સામે તૂત
    પળમાં થાયે ભસ્મીભૂત.
    જય હો, જય હો, જય ભોલેનાથ
    જય હો, જય હો, જય ભોલેનાથ
    હે..વિશ્વ સકળનો તું છે સ્તુત્ય
    ધરા ધ્રુજાવે તાંડવ નૃત્ય,
    પૃથ્વી તારો રથ કહેવાય
    સૂર્ય શશી ચક્રે સોહાય.
    હે..હરિ તમારું પૂજન કરે
    સહસ્ત્ર કમળને શિર પર ધરે,
    ચઢાવતાં ખૂટ્યું છે એક
    નયનકમળથી રાખી ટેક.
    જય હો, જય હો, જય ભોલેનાથ
    જય હો, જય હો, જય ભોલેનાથ
    હે..દીધુ સુદર્શન ભાવ ધરી
    સ્નેહ થકી સ્વીકારે હરિ,
    યજ્ઞ થકી જે અર્પે ભાવ
    તેના સાક્ષી આપ જ થાવ.
    હે..ફુલમદન આવ્યો વન માંહ્ય
    કામબાણ મારે છે ત્યાંય,
    બાળ્યો પળમાં કરવા નાશ
    શરણાગત થઈ આવ્યો પાસ.
    જય હો, જય હો, જય ભોલેનાથ
    જય હો, જય હો, જય ભોલેનાથ
    હે..સ્મશાન માંહે કીધો વાસ
    ભૂતપ્રેત નાચે ચોપાસ,
    અગ્નિ સૂર્ય ને પવન શશી
    આપ રહ્યા છે વ્યાપક વસી.
    હે..ગગનધારા વારિ તમ રૂપ
    કહાવે વિશ્વ સકળના ભૂપ,
    ૐ કાર નિર્ગુણ છો આપ
    સુરવર મુનિવર જપતા જાપ
    જય હો, જય હો, જય ભોલેનાથ
    જય હો, જય હો, જય ભોલેનાથ
    હે..ચાર ખૂણા ને ચાર દિશ
    વ્યાપક આપ વસો છો ઈશ,
    માર્કણ્ડેયને નાખ્યો પાસ
    યમ તણો છોડાવ્યો પાસ.
    હે..ભોળા માટે ભોળો થાય
    સંકટ સમયે કરતો સહાય,
    શરણાગતના સુધરે હાલ
    સંપત આપી કરતો ન્યાલ.
    જય હો, જય હો, જય ભોલેનાથ
    જય હો, જય હો, જય ભોલેનાથ
    હે..ધરતી સારી કાગજ થાય
    સમુદ્ર શાહી થઈ રેલાય,
    લેખન થાય બધી વનરાય
    તો પણ શારદ અટકી જાય.
    હે..પાર કહો શી રીતે પમાય
    રામભક્ત થઈ ગુણલા ગાય,
    પાઠ કરે તે પુનિત થાય
    જન્મ-મરણ નું ચક્કર જાય.
    જય હો, જય હો, જય ભોલેનાથ
    જય હો, જય હો, જય ભોલેનાથ
    જય હો, જય હો, જય ભોલેનાથ
    જય હો, જય હો, જય ભોલેનાથ
    ૐ નમઃ પાર્વતી પતયે
    હર હર મહાદેવ હર

КОМЕНТАРІ • 391