ભાઈ બહેનનું કરુણ લગ્ન ગીત સાંભળીને આંખમાં આંસુ આવી જશે (લખેલું છે)
Вставка
- Опубліковано 9 лют 2025
- ભાઈ બહેનનું કરુણ લગ્ન ગીત સાંભળીને આંખમાં આંસુ આવી જશે (લખેલું છે)@Gondaliya.Bhavika Lagangit
સંતા કુકડી રમતા ખોવાણી મારી બેનડી ગોતે એનો વિરલો ક્યાં છે મારી બેનડી
દાદા ને ખોળે રમતી હતી માતાને ખોળે જમતી હતી ગોતે એનો વિરલો ક્યાં છે મારી બેનડી
પાપા પગલી પાડે છે કાળું ઘેલું બોલે છે ઢીંગલી પોતીએ રમે છે વીરા તારી બેનડી
પગમાં પાયલ પહેર્યા છે રૂમઝૂમ રૂમઝૂમ ચાલે છે ગોતે એનો વિરલો ક્યાં છે મારી બેનડી
હૈયા થી નજીક છે આંખોથી બહુ દૂર છે બેની તારી આંખલડી આંસુ થી ભરપૂર છે
દાદાની તું લાડકડી ચાલી આજે સાસરે માતાએ વળાવી તને પારકા ઘર ને આશરે
સંતાકૂકડી રમતા ખોવાણી મારી બેનડી ગોતે એનો વિરલો ક્યાં છે મારી બેનડી
કાકાને ખોળે રમતી હતી કાકી ને ખોળે જમતી હતી ગોતે એનો વિરલો ક્યાં છે મારી બેનડી
હાથે કંકણ પહેર્યા છે કેસ એના છૂટા છે આંખલડી અણીયાળી છે વીરા તારી બેનની
અહીંયા થી નજીક છે આંખોથી બહુ દૂર છે વીરા તારી આંખલડી આંસુ થી ભરપૂર છે
કાકાની તું લાડકડી ચાલી આજે સાસરે કાકી એ વળાવી તને પારકા ઘરને આશરે
સંતા કુકડી રમતા ખોવાણી મારી બેનડી ગોતે એનો વિરલો ક્યાં છે મારી બેનડી
#fatana #ફટાણા #lagngit #lagangit #marriagesong #viral #viralvedios #લગન #song #comedy #reels #status #gujaratikirtan #musicevent
ખૂબ સરસ ગીત જય શ્રીકૃષ્ણ જયસિયારામ જય રામાપીર 🙏👌🎉🎉🎉🎉👍
જય ભોળાનાથ ભાવીકાબેન ખુબખુબ ધન્યવાદ બહુસરસ કીર્તન ગાયુબેન
જય શ્રી કૃષ્ણ🙏🙏
ખૂબ સરસ ગીત🎉🎉
મસ્ત ગાયું🎉🎉🎉
જય શ્રી કૃષ્ણ 🙏 દિદી 🌹👍🙏 ખુબ સરસ ગાયું બધાબહેનોને વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ 🙏
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ 🙏🙏🙏👌👌👌🌹🌹🌹