ન્યૂયોર્કમાં આવેલું આ સ્ટારબક્સ આઉટલેટ ઘણું 'કુખ્યાત' રહ્યું હતું

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • લગભગ 30 વર્ષ સુધી ધ ક્યુબનો સામનો કર્યા બાદ 13-25 એસ્ટર પ્લેસ ખાતે કુખ્યાત બનેલા સ્ટારબક્સ આઉટલેટને બંધ કરી દેવામાં આવ્યું છે. ન્યૂયોર્ક સિટીમાં સ્ટારબક્સનું આ આઉટલેટ તેના જર્જરિત પબ્લિક બાથરૂમ્સ, હોમલેસ લોકોના ઊંઘવા માટેના સ્થળ અને ઈન્ડોર પેનહેન્ડલિંગ માટે કુખ્યાત બન્યું હતું. જોકે, ગત રવિવારે સાંજે શાંતિથી તેના પાટીયા પડી ગયા હતા. ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ પ્રમાણે સ્ટારબક્સના આ આઉટલેટ માટેના લોકોના રિવ્યુ ઘણા ખરાબ હતા. એક Yelp રિવ્યુઅરે દાવો કર્યો હતો કે, ઘણા પ્રસંગોએ મેં જોયું છે કે સ્ટાફને દરવાજો ખોલવો પડતો હતો અને કોઈને બહાર ખેંચી લાવવો પડતો હતો. એક પ્રસંગે તો તેમાંથી એકે દરવાજો ખખડાવ્યો અને અંદર રહેલા વ્યક્તિને કહ્યું કે બહાર જઈને હેરોઈન લો. તેમ છતાં નિયમિત લોકોને આ આઉટલેટ બંધ થયું તેનું ઘણું જ દુઃખ છે જે એક સમયે મેનહટનની સૌથી મોટી સ્ટારબક્સ તરીકે સેવા આપતું હતું.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat...
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.times...
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp....

КОМЕНТАРІ •