PARDESHWAR MAHADEV SURAT | JIGNESH MACHHI | AMRUT SOLANKI

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • PARDESHWAR MAHADEV SURAT | JIGNESH MACHHI | AMRUT SOLANKI #mahadev #nilkanth #shivratri #pardeshwar #haharmahadev #shiwratri
    સુરતના અટલ આશ્રમ સ્થિત પારદેશ્વર મંદિરમાં સુરતનું, ગુજરાતનું અને વિશ્વનું સૌથી પહેલું 1,751 કિલોનું પારદનું શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું છે. પારદ શિવલિંગ પરથી જ આ મંદિરનું નામ પારદેશ્વર મહાદેવ મંદિર પડ્યું છે. પારદ શિવલિંગનો અનોખો મહિમા છે. અને તે આપણા ધર્મગ્રંથોમાં વર્ણવેલો છે.
    શાસ્ત્રોમાં પારદ શિવલિંગનું ઘણું જ મહત્વ બતાવ્યું છે. તેને દિવ્ય લિંગની સંજ્ઞા પણ આપવામાં આવી છે. ગરૂડ પુરાણમાં પારદ શિવલિંગને ઐશ્વર્યદાયક કહ્યું છે. તેની જીવનમાં એકવાર પણ પુજા કરી લેવાથી અખુટ ધન, અસીમ જ્ઞાન, સંપુર્ણ સિધ્ધી તેમજ અતુલ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે.
    આ મંદિરની સ્થાપના 1977માં થઇ છે. મોટા પારદેશ્વરની સ્થાપનાં 2004માં થઇ છે. પારદ એટલે ભગવાન સ્વંય શિવનું સાક્ષાત રૂપ છે. બાર જ્યોર્તિલિંગમાં સૌથી વધુ મહત્વ પારદ શિવલિંગનું છે. અહિં દેશ-વિદેશથી અસંખ્ય ભક્તો પણ આવે છે. માત્ર સુરતનાં જ નહિં પણ સુરત બહાર અને દેશ-વિદેશોમાં પણ આ શિવલિંગનો મહિમા ઘણો છે. ખાસ કરીને શ્રાવણ માસમાં આ શિવલિંગની પુજા કરવાનું ઘણું ધાર્મિક મહાત્મય છે. એવું પણ કહેવાયું છે કે પારદ શિવલિંગનાં દર્શન માત્રથી 100 અશ્વમેઘ યજ્ઞ કરવાનું, કરોડો ગાયોનું દાન કરવાનું, એક હજાર સુવર્ણ મુદ્રાઓનું દાન કરવાનું તેમજ બધા તીર્થો પર સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તેની બરાબર જ પારદ શિવલિંગનાં પુજન અને દર્શનથી મળે છે. અને તેથી જ ભક્તો અહિં આવે છે.

КОМЕНТАРІ • 3