💐ભક્તિ એવી કરો ફરી જન્મ ના લેવો પડે 💐 લખેલું છે)

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • ભક્તિ કરો તો તમે એવી રે કરો
    ફરિ જનમ ના લેવો રે પડે. (૨)
    ગંગામાં નાહ્યા તમે જમુના માં નાયા
    ત્રિવેણી સંગમમાં તમે નાહી તો જુઓ
    ફરી જન્મ ના લેવો રે પડે
    ભક્તિ કરો તો તમે....
    બદ્રીનાથ ગયા કેદારનાથ ગયા
    અમરનાથ ની યાત્રા કરી તો જુઓ
    ફરી જન્મ ના લેવો રે પડે
    મંદિર ગયા તમે મહાદેવને જોયા
    સત્સંગમાં એકલા બેસી તો જુઓ
    હરી રે જન્મ ના લેવો પડે
    ભક્તિ કરો તો તમે....
    રામાયણ વાંચ્યું તમે મહાભારત વાંચો
    ગીતાજી ના પાઠ તમે કરી તો જુઓ
    ફરી તો જન્મ ના લેવો પડે
    વડલા ને પૂજો તમે પીપળાને પૂજો
    તુલસી ની પૂજા તમે કરી તો જુઓ
    ફરી જન્મ ના લેવો પડે
    કાશી ગયા તમે મથુરા ગયા
    ગોકુળ ની ગલીઓમાં ઘૂમિ તો જુઓ
    ફરી જન્મ ના લેવો પડે
    સાધુ જમાડ્યા તમે સંતો જમાડ્યા
    બેન ભાણેજ ને જમાડી તો જુઓ
    ફરી જન્મ ના લેવો પડે
    ભક્તિ કરો તો તમે કરો.....
    ફરવા ગયા તમે હોટલમાં ગયા
    મેવા મીઠાઈ તમે એકલા આરોગ્યા
    મા-બાપની સેવા કરી તો જુઓ
    ફરી જન્મ ના લેવો રે પડે
    ભક્તિ કરો તો તમે એવી કરો....
    💐💐💐💐💐💐💐💐💐💐💐💐
    radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat

КОМЕНТАРІ • 9